Lockdown: તંત્ર ક્રિયા માટે જવું હતું સ્મશાન, પોલીસે રોક્યા તો વિદેશીઓએ કર્યો હોબાળો

News18 Gujarati
Updated: April 24, 2020, 10:44 AM IST
Lockdown: તંત્ર ક્રિયા માટે જવું હતું સ્મશાન, પોલીસે રોક્યા તો વિદેશીઓએ કર્યો હોબાળો
પ્રતીકાત્મક તસવીર

વિદેશી પર્યટકો નદી કિનારે ઝૂંપડી બાંધીને તંત્ર વિદ્યા કરતા હતા, લૉકડાઉનમાં શેલ્ટર હોમમાં રહેવા મજબૂર

  • Share this:
રામનગર, ઉત્તરાખંડઃ રામનગર શહેરના શેલ્ટર હોમમાં ક્વૉરન્ટાઇન કરવામાં આવેલા વિદેશી પર્યટકોએ બુધવાર રાત્રે જોરદાર હોબાળો કર્યો. મૂળે આ પર્યટકોને તંત્ર અનુષ્ઠાનને પૂરા કરવા માટે મણિકર્ણિકા ઘાટ જવું હતું. પરંતુ કોરોના (Corona) સંક્રમણના કારણે લાગુ લૉકડાઉન (Lockdown)ના કારણે તેમને આવું કરતાં રોકવામાં આવ્યા. તેમાં સામેલ એક મહિલા જોયા શેલ્ટર હોમના દરવાજા પર બેસી ગઈ. આ દરમિયાન પોલીસે ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ માન્યા નહીં. સાથોસાથ આ લોકોએ રાત્રે ભોજન લેવાનો પણ ઇન્કાર કરી દીધો.

રૂમમાં જ કર્યું અનુષ્ઠાન

બાદમાં જ્યારે પોલીસે ચારેય વિદેશીઓને બહાર ન જવા દીધા તો તેઓએ શેલ્ટર હોમના દરવાજા તથા રૂમમાં જ અનુષ્ઠાનને પૂરું કરી દીધું. ત્યારબાદ તેઓ શાંત થયા. પર્યટકોએ પોલીસ તથા પ્રશાસન પર મનફાવે તેવું વર્તન કરવા અને ધાર્મિક અનુષ્ઠાન રોકવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે અમેરિકાની એક અને રશિયાના ત્રણ પર્યટક આ લોકોમાં સામેલ છે અને તેમનો વિઝા 12 મે સુધીનો છે.

12 ફેબ્રુઆરીએ બનારસ આવ્યા હતા

ચારેય પર્યટક 12 ફેબ્રુઆરીએ બનારસ આવ્યા હતા. પેહલા તો અનેક દિવસો સુધી તેઓ શહેરમાં ફર્યા અને બાદમાં તાંત્રિક અનુષ્ઠાન કરવા માટે મણિકર્ણિકાઘાટની બિલકુલ સામે નદીને પાર કરી રેત પર એક ઝૂપડી બનાવી રહેવા લાગ્યા. આ લોકો દરરોજ શહેરમાં આવતા હતા અને ખાવા-પીવાનો સામાન લઈને ચાલ્યા જતા હતા.

આ પણ વાંચો, કોરોનાના ડરથી ગામ લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા, પરિજનોએ મૃતદેહને કૂવામાં ફેંકયોઅમાસની રાત્રે કરવી હતી તંત્ર ક્રિયા

મળતી જાણકારી મુજબ, પર્યટક અનેક દિવસોથી બનારસમાં તંત્ર ક્રિયા કરી રહ્યા હતા. 22 એપ્રિલે અમાસના દિવસે મણિકર્ણિકા ઘાટ પર તંત્ર ક્રિયા માટે તેમણે મંજૂરી માંગી હતી. જેને પ્રશાસને લૉકડાઉનનો હવાલો આપતાં નકારી કાઢી હતી. તેની પર ગુસ્સે ભરાયેલા પર્યટકોએ જીવ આપી દેવા સુધીની ધમકી આપી દીધી હતી.

વિઝા રદ કરવાની કરી અપીલ

વિદેશીઓ તરફથી કરવામાં આવેલા હોબાળાને પોલીસ તથા પ્રશાસને ઘણી ગંભીરતાથી લીધો છે. સાથોસાથ પર્યટન વિભાગના નિરીક્ષક જે. પી. સિંહે જિલ્લા પર્યટન અધિકારીને રિપોર્ટ રજૂ કરીને મામલાની જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું કે, કોઈ વિશેષ મંજૂરી વગર ધાર્મિક અનુષ્ઠાન કરવો ટૂરિસ્ટ વિઝા નિયમોની વિરુદ્ધ છે અને એવામાં તેઓ ગૃહ મંત્રાલયનો સંપર્ક કરી આ પર્યટકોનો વિઝા રદ કરવાની અપીલ કરશે.

આ પણ વાંચો, વીડિયો કોન્ફરન્સિંગ Zoom 5.0 અપડેટમાં મળશે અનેક સિક્યુરિટી કન્ટ્રોલ, આવી રીતે કરો ઉપયોગ
First published: April 24, 2020, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading