Home /News /eye-catcher /

પુત્ર માટે પૂર્વ પત્ની બની સાવકી માતા, પિતાની એક હરકતના કારણે સંબંધોમાં ઊભો થયો ગુંચવાડો

પુત્ર માટે પૂર્વ પત્ની બની સાવકી માતા, પિતાની એક હરકતના કારણે સંબંધોમાં ઊભો થયો ગુંચવાડો

પૂત્રવધુ સાથે સસરાએ કર્યા લગ્ન પ્રતિકાત્કમ તસવીર

Uttar Pradesh OMG marriage news: દેવાનંદને એ સમયે પોતાની 15 વર્ષીય પુત્ર સુમિતના લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2016માં તેના લગ્ન કરાવી દીધા હતા. લગ્નના છ મહિનામાં સુમિત અને તેની વચ્ચે ખટરાગ વધતો ગયો જેના કારણે તેની પત્ની પોતાના સસરા તરફ નજીક જતી ગઈ.

વધુ જુઓ ...
  બદાયુઃ ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) એક અજીબોગરીબ (OMG) ઘટના સામે આવી છે. પિતાની એક હરતકના કારણે સંબંધોમાં ગુંચવાડો (Confusion in a relationship) ઊભો થયો છે. અહીં એક યુવકને પોતાની પૂર્વ પત્નીને (father marriage with ex daughter in law) પોતાની જ સાવકી માતા તરીકે જોવી પડી હતી. આનાથી મોટી એક બીજી વાત પણ છે કે તેનો એક ભાઈ પણ છે. જેના પિતા તેનો પિતા છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે પોતાના પિતા અંગે જાણકારી ભેગી કરવા માટે જિલ્લા પંચાયતી રાજ કાર્યાલયમાં (Jilla Panchayat) એક આરટીઆઈ દાખલ કરી હતી. જે ઘર છોડીને રહેતો હતો.

  મળતી માહિતી પ્રમાણે બદાયુ જિલ્લાના બિસૌલીના દબતરા રહેનારા 45 વર્ષીય દેવાનંદની પત્નીનું 2015માં મોત નીપજ્યું હતું. ત્યારે દેવાનંદની ઉંમર 39 વર્ષ હતી. દેવાનંદે તેના પરિજનોને સલાહ આપી કે તે બીજા લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લે. પરંતુ દેવાનંદને એ સમયે પોતાની 15 વર્ષીય પુત્ર સુમિતના લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2016માં તેના લગ્ન કરાવી દીધા હતા.

  લગ્નના છ મહિનામાં સુમિત અને તેની વચ્ચે ખટરાગ વધતો ગયો જેના કારણે તેની પત્ની પોતાના સસરા તરફ નજીક જતી ગઈ. અને વર્ષ 2017માં પિતા દેવાનંદે સુમિતની પત્ની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. અને સુમિતની દુનિયા ઉલટપુલટ કરી દીધી હતી.

  આ પણ વાંચોઃ-માલકિનની શરમજનક કરતૂત! નોકરાણીને મહેમાનો સાથે સંબંધ બાંધવા કરતી મજબૂર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

  પિતા દ્વારા પૈસા મળતા બંધ થયા અને સંભલમાં અલગ રહેવા ગયા બાદ તેણે આરટીઆઈ દાખલ કરી હતી. સૂત્રો પ્રમાણે પુત્રના વર્ષ 2016માં લગ્ન થયા હતા. એ સમયે બંને સગીર હતા. છ મહિના બાદ તેઓ અલગ થઈ ગયા હતા.

  આ પણ વાંચોઃ-હેવાનિયતનો video, ઝાડ ઉપર લટકાવીને પુત્રીને જાનવરોની જેમ મારી, યુવતી કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી

  યુવકે સમજણથી પટાવત કરવાની કોશિશ કરી હતી પરંતુ યુવતીએ એ બાબત ઉપર છૂટાછેડા લેવા માટે ભાર મૂક્યો હતો કે યુવક દારૂની ટેવ ધરાવે છે. છેવટે જ્યારે પુત્રને ખબર પડી કે પિતાએ વાસ્તવમાં તેની પૂર્વ પત્ની સાથે લગ્ન કરી લીધા હતા. તેણે બિસૌલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ બંને પક્ષે એક બેઠક પણ થઈ હતી.

  આ પણ વાંચોઃ-રુવાડાં ઊભા કરી નાંખે એવો અકસ્માતનો live video, બેકાબુ કન્ટેઈનરે કારને અડફેટે લીધી, પરિવારના ત્રણ સભ્યોના મોત

  પોલીસના જણાવ્યા પ્રમાણે અમે મધ્યસ્થતાની કોશિશ કરી રહ્યા છીએ જોકે પિતા અને પુત્ર વચ્ચે બેઠક બોલાવી હતી. પરંતુ બેઠકમાં પિતા-પુત્ર બંને આક્રોશમાં આવી ગયા હતા. ફરિયાદના આધારે તપાસ પણ કરવામાં આવી રહી છે. પોલીસ કાયદા પ્રમાણે કાર્યવાહી કરી રહી છે.

  આ દરમિયાન યુવતી હવે પૂર્વ પતિની માં છે તેણે પૂર્વ પતિ પાસે પરત ફરવા માટે ઇન્કાર કરી દીધો છે અને બીજા પતિ સાથે તે ખુબ જ ખુશ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અમને પહેલા લગ્નના કોઈ દસ્તાવેજ આપવામાં આવ્યા નથી. કારણે એ સમયે બંને સગીર હતા.
  Published by:ankit patel
  First published:

  Tags: Uttar Pradesh News

  આગામી સમાચાર