આ ગામમાં બેન્ડ-વાજા સાથે ભેંસના બચ્ચાની થઈ મુંડનવિધિ, જાણો કારણ

News18 Gujarati
Updated: March 13, 2020, 8:35 AM IST
આ ગામમાં બેન્ડ-વાજા સાથે ભેંસના બચ્ચાની થઈ મુંડનવિધિ, જાણો કારણ
ખેડૂતે દુર્ગા માતાની માનતા રાખી હતી, ભેંસના બચ્ચાની મુંડનવિધિ જોવા આખું ગામ ઉમટ્યું

ખેડૂતે દુર્ગા માતાની માનતા રાખી હતી, ભેંસના બચ્ચાની મુંડનવિધિ જોવા આખું ગામ ઉમટ્યું

  • Share this:
કેએસ ચતુર્વેદી, ફતેહપુર : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ફતેહપુર જિલ્લામાં એક અનોખી મુંડનવિધિનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં ખેડૂત (Farmer)એ દુર્ગા માતા મંદિર (Durga Mata Temple)માં પોતાના ભેંસ (Buffalo)ના બચ્ચાની મુંડનવિધિ (Mundan Ceremony)નું આયોજન કર્યું. ગામમાં સ્થિત દુર્ગા માતા મંદિરમાં થયેલા અનોખા મુંડન સંસ્કારમાં વાળ કાપનારાને બોલાવીને ભેંસના બચ્ચાના વાળ કાપવામાં આવ્યા. બેન્ડ-વાજાની સાથે યોજાયેલી આ મુંડનવિધિને જોવા માટે ગામના લોકો પણ મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને આ અનોખી મુંડનવિધિનો આનંદ લીધો.

મૂળે, સરૌલી ગામના રહેવાસી ખેડૂત જયચંદ્ર સિંહની ભેંસના બચ્ચા જન્મ થવાની સાથે મરી જતા હતાં. જેના કારણે ખેડૂતને બમણું નુકસાન થતું હતું. બચ્ચાના મરવાથી નુકસાન તો થતું જ હતું તેની સાથે જ ભેંસ દૂધ આપવાનું પણ બંધ કરી દેતી હતી. જેનાથી પરેશાન થઈને ખેડૂત જયચંદ્રએ ગામમાં આવેલા દુર્ગા માતા મંદિરમાં માનતા માંગી કે જો આ વખતે તેમની ભેંસી બચ્ચાને જન્મ આપશે તો તેઓ ગામમાં આવેલા દુર્ગા માતાના મંદિરમાં પોતાના ભેંસના બચ્ચાની મુંડનવિધિ કરાવશે.

આ વખતે જ્યારે જયચંદ્રની ભેંસે ફરી બચ્ચાનો જન્મ આપ્‍યો તો મંદિરમાં માંગવામાં આવેલી માનતાને પૂરી કરવા માટે જયચંદ્રએ બેન્ડ-વાજાની સાથે ભેંસના બચ્ચાની મુંડનવિધિનું આયોજન કર્યું. આ અનોખા મુંડન સંસ્કારને જોવા માટે ગામના લોકો પણ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં હાજર રહ્યા. ખેડૂત જયચંદ્રને આશા છે કે દુર્ગા માતાના મંદિરમાં ભેંસના બચ્ચાનું મુંડન કરાવી દેતાં તેમની ભેંસનું બચ્ચું જીવતું રહેશે.

આ પણ વાંચો, ભારતીય કપલ કરાવી રહ્યું હતું ફોટોશૂટ ત્યારે જિરાફે કરી દીધું કંઈક આવું

ભેંસના બચ્ચાનું મુંડન કરાવનારા ખેડૂત જયચંદ્રનું કહેવું છે કે જ્યારથી તેણે દુર્ગા માતા મંદિરમાં માનતા માંગી હતી ત્યારથી તેમની ભેંસ ઠીક છે અને તે બચ્ચાના જન્મની સાથે જ દૂધ પણ આપી રહી છે. તેઓએ જણાવ્યું કે પોતાની આ માનતાને પૂરી કરવા માટે તેઓ માતાજીના મંદિરમાં ભેંસના બચ્ચાનું મુંડન કરાવ્યું. જેનાથી તેમની ભેંસ દૂધ પણ આપતી રહેશે અને બચ્ચું પણ જીવતું રહેશે.

આ પણ વાંચો, ડર્બલ મર્ડરના આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું, પગમાં ગોળી વાગતાં ઝડપાયો
First published: March 13, 2020, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading