યુપીના વ્યક્તિને વીજ તાર પકડ્યા વગર જ લાગ્યો 'ઝટકો'

વ્યક્તિને મળેલું બિલ

અબ્દુલ બાસિતે પોતાની આ સમસ્યા અંગે વીજળી કંપનીના નીચેથી લઈને ઉપર સુધીના અધિકારીઓને રજુઆત કરી છે.

 • Share this:
  કનૌજ : ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિને વીજળીનો તાર પકડ્યા વગર જ 'ઝટકો' લાગ્યો હતો. 'ઝટકા'ની સાથે સાથે તેને આઘાત પણ લાગ્યો હતો. હકીકત એવી છે કે આ વ્યક્તિ પોતાના ઘરે બે કિલોવોટ્સનું ઇલેક્ટ્રીસીટી કનેક્શન ધરાવે છે. તાજેતરમાં જ તેને વીજળી કંપની તરફથી આ અંગેનું બિલ આપવામાં આવ્યું હતું. આ બિલની રકમ વાંચીને તેને 'ઝટકો' લાગ્યો હતો.

  વીજળી કંપનીએ આ વ્યક્તિને 178 યુનિટ વાપરવા બદલ રૂ. 23 કરોડનું બિલ પકડાવ્યું છે! ઉત્તર પ્રદેશના કનૌજમાં રહેતા અબ્દુલ બસિતને વીજળી કંપનીનો આવો કડવો અનુભવ થયો છે. પોતાને મળેલા આટલા મોટા બિલથી શરૂઆતમાં તે આઘાતમાં આવી ગયો હતો. બાદમાં તેણે પોતાની સમસ્યા અંગે વીજળી કંપનીના નીચેથી લઈને ઉપર સુધીના અધિકારીઓને રજુઆત કરી હતી.

  અબ્દુલ બસિતને મળેલા બિલની રકમ રૂપિયા 23,67,71,524 છે.

  આ પણ વાંચો : અમદાવાદ: ટોરન્ટ પાવરને હાઈકોર્ટની લપડાક, વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર

  ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા અબ્દુલે જણાવ્યું કે, 'એવું લાગી રહ્યું છે કે આખા ઉત્તર પ્રદેશનું લાઇટ બિલ મને આપી દેવામાં આવ્યું છે. આટલી મોટી રકમ તો હું આખી જિંદગી કમાણી કરું તો પણ ન ચુકવી શકું.'

  આ અંગે એએનઆઈ સાથે વાતચીત કરતા એક્ઝિક્યુટિવ એન્જીનિયર શદાબ અહમદે જણાવ્યું કે, અબ્દુલને મળેલા બિલમાં જરૂરી સુધારા કર્યા બાદ જ તેની પાસે બિલની રકમ લેવામાં આવશે.

  એન્જીનિયરે વધુમાં કહ્યું કે, "મીટર રીડિંગમાં ક્યારેક થતી ભૂલને કારણે આ પ્રકારનું બિલ બની જતું હોય છે. ફરીથી મીટર રીડિંગ લેવામાં આવશે અને બિલને બદલી આપવામાં આવશે. બિલમાં સુધારો થયા બાદ જ ગ્રાહકને બિલ ભરવા માટે કહેવામાં આવશે."
  Published by:Vinod Zankhaliya
  First published: