OMG:ખેડૂત 14 બોરી ચીલ્લર લઈને બેન્ક પહોંચ્યો, જમા કરવા માટે લાગ્યા ત્રણ દિવસ

News18 Gujarati
Updated: January 18, 2020, 9:48 PM IST
OMG:ખેડૂત 14 બોરી ચીલ્લર લઈને બેન્ક પહોંચ્યો, જમા કરવા માટે લાગ્યા ત્રણ દિવસ
પ્રતિકાત્મક તસવીર

યોજના અંતર્ગત પવન કુમારને દેવાના અડધા પૈસા જમા કરાવવા પડશે. અડધા પૈસા બેન્કે પોતે ભારવાના હતા. પવન કુમાર 14 બોરીઓમાં ભરીને ચીલ્લર બેન્કમાં લાવ્યો હતો.

  • Share this:
અલ્હાબાદઃ સામાન્ય રીતે બેન્કોમાં ચીલ્લર ભરેલી થેલી લઈને પહોંચ્યા હોય એવા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ ઉત્તર પ્રદેશનો એક ખેડૂત તમારા ધારણા કરતા વધારે બોરીઓ ભરીને ચીલ્લર લઈને બેન્કમાં પહોંચ્યો હતો.

અલ્હાબાદ બેન્કની મુસાફિરખાના સ્થાનિક શાખામાં ખેડૂત (Farmer) દેવા માફી યોજના લાભ લેવા માટે ત્રણ લાખની ચીલ્લર લઈને જમા કરાવવા માટે બેન્ક ગયો હતો. બેન્કને ચીલ્લર જમા કરવા માટે ત્રણ કર્મચારીઓને કામે લગાડ્યા હતા અને ત્રણ દિવસનો સમય લાગ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં BJP નેતાની ગુંડાગર્દી, ગાડી સાઈડમાં લેવા અંગે સિક્યુરિટી ગાર્ડને માર માર્યો

મળતી માહિતી પ્રમાણે અઢનપુર ગામનો રહેવાસી પવન કુમાર સિંહે અલ્હાબાદ બેન્કના કેસીસી ઉપર લોન લીધી હતી. દેવું ન ભરી શકવાના કારણે બેન્કે ગ્રાહકને દેવા માફી યોનજાનો લાભ આપ્યો હતો.

આ પણ વાંચોઃ-રૂ. 6,93,60,000ની રકમ સાથે ફેક કરન્સીમાં ગુજરાત દેશમાં અવ્વલ નંબરે

યોજના અંતર્ગત પવન કુમારને દેવાના અડધા પૈસા જમા કરાવવા પડશે. અડધા પૈસા બેન્કે પોતે ભારવાના હતા. પવન કુમાર 14 બોરીઓમાં ભરીને ચીલ્લર બેન્કમાં લાવ્યો હતો.આ પણ વાંચોઃ-20,000 વાળા Smart HD TVને માત્ર રૂ.8,499માં ઘરે લઈ જાઓ, આ દિવસ સુધી છે ઓફર

શાખા મેનેજર સ્વપ્નિલ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે ગ્રાહકને યોજનાનો લાભ આપવા માટે બેન્કના ત્રણ કર્મચારીઓને સતત ચીલ્લર ગણવા માટે લગાવ્યા હતા. એક એક, બે, પાંચ અને 10ના સિક્કાને ગણવા માટે શુક્રવારે ગણવાનું કામ પુરુ થયું હતું. અને પૈસા દેવા લોન એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા.
First published: January 18, 2020, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading