આઝમગઢ. ઇન્ટરનેટ ઉપર દરરોજ કોઈ ને કોઈ પ્રકારનો વિડીયો વાયરલ (Viral Video on Social Media) થતો રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ લોકો તેને જોતા હોય છે અને તેમને પસંદ પડતા ફોરવર્ડ કરતા રહે છે. તેમાં ઘણી વખત પોઝિટિવ રિએક્શન પણ મળતું હોય છે અને ઘણી વખત નેગેટિવ રિએક્શન પણ મળે છે. આવું જ કંઈક થયું છે ઉત્તર પ્રદેશના આઝમગઢ શહેરના એક વિસ્તારમાં. જોકે, ત્યાં નેગેટિવ પ્રતિક્રિયા મળી છે. એટલે સુધી કે લોકો પોતોપોતાના ઘર બંધ કરી રહ્યા છે.
શું છે મામલો?
ઉત્તર પ્રદેશના આઝમગઢ (Azamgarh News) શહેર સ્થિત કોલઘાટ વિસ્તારમાં લોકો અત્યારે અત્યંત ભયભીત છે. તેમનું કહેવું છે કે, તેમના વિસ્તારમાં ભૂત ફરી રહ્યું છે. તેના માટે તે વીડિયો (Ghost Video) પણ બતાવે છે, જેમાં એક પડછાયો નીકળતો દેખાય છે અને પછી અચાનક ગાયબ થઈ જાય છે. લોકો તેને ભૂત માની રહ્યા છે.
વાત એમ છે કે, કોલઘાટમાં રહેતા રાજૂ શ્રીવાસ્તવે પોતના મકાનમાં સીસીટી કેમેરા (CCTV Video) લગાવેલા છે. ગઈ કાલની રાતના સીસીટીવી ફૂટેજમાં સફેદ રંગનો એક પડછાયો તેમના ઘરની સામેથી નીકળતો દેખાઈ રહ્યો છે. કેમેરામાં દેખાતા આશરે ત્રીસેક સેકન્ડના આ ફૂટેજને જોઈને સ્થાનિક લોકો ડરી ગયા. તે લોકો તેને ભૂત જ માની રહ્યા છે.
પછી તો જોતજોતામાં આ વીડિયો શહેરમાં ઝડપથી વાયરલ થવા માંડ્યો. આ વીડિયોમાં પડછાયો જોયા બાદ ત્યાંના લોકોમાં ડર એવો છે કે લોકો સાંજ થતા જ ઘર ભેગા થઈ રહ્યા છે.
તે વિસ્તારના લોકોએ જણાવ્યું કે સીસીટીવી કેમેરામાં જે પડછાયો દેખાઈ રહ્યો છે તે બીજું કંઈ નહીં, પણ ભૂત જ છે. સીસીટીવી ફુટેજ જોયા પછી એ વિસ્તારના લોકો ડરી ગયા છે. પરિસ્થિતિ એવી છે કે લોકો સાંજે સાત વાગ્યે જ પોતપોતના ઘરોના દરવાજા બંધ કરી લે છે. અમુક લોકોએ તો પોતાના મિત્રો અને સગા સંબંધીઓને મોડી રાત્રે ઘરે આવવાની પણ ના પાડી દીધી છે. હાલમાં આખા જિલ્લામાં પડછાયા વાળા આ વિડિયોની ચર્ચા થઈ રહી છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર