Home /News /eye-catcher /યૂઝરે IRCTCની એપમાં બીભત્સ જાહેરાતની કરી ફરિયાદ, જવાબથી શરમમાં મૂકાયો!

યૂઝરે IRCTCની એપમાં બીભત્સ જાહેરાતની કરી ફરિયાદ, જવાબથી શરમમાં મૂકાયો!

પ્રતિકાત્મક તસવીર

આનંદ કુમાર નામના IRCTCના એક યૂઝરે રેલવે મંત્રી પિયૂષ ગોયલ અને IRCTCના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટને ટેગ કરીને બુકિંગ એપ્લિકેશન પર બીભત્સ જાહેરાતો આવી રહી હોવાની ફરિયાદ કરી રહી.

નવી દિલ્હી : ધ ઇન્ડિયન રેલવેઝ કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ પોતાના એક યૂઝર્સને ફરિયાદ પર એવો જવાબ આપ્યો કે ફરિયાદી પોતે જ શરમનો માર્યો પાણી પાણી થઈ ગયો હતો. યૂઝરે IRCTCની બુકિંગ એપ્લિકેશન પર બીભત્સ જાહેરાતો બતાવવામાં આવી રહી હોવાની ફરિયાદ કરી હતી.

આનંદ કુમાર નામના IRCTCના એક યૂઝરે રેલવે મંત્રી પિયૂષ ગોયલ અને IRCTCના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટને ટેગ કરીને બુકિંગ એપ્લિકેશન પર બીભત્સ જાહેરાતો આવી રહી હોવાની ફરિયાદ કરી રહી. આનંદ કુમારે સાથે એક તસવીર પર પોસ્ટ કરી હતી.

આનંદ કુમારે લખ્યું હતુ કે, "IRCTC ટિકિટ બુકિંગ એપ્લિકેશન પર બીભત્સ અને અસભ્ય જાહેરખબરો આવી રહી છે. આ ખૂબ ચીડ અપાવે અને શરમજનક છે. @RailMinIndia @IRCTCofficial @PiyushGoyalOffc મહેરબાની કરીને આ અંગે કંઈક કરો."

જોકે, યૂઝરની આવી ફરિયાદનો IRCTCના ગ્રાહક સેવા કેન્દ્રએ તાત્કાલિક જવાબ આપ્યો હતો અને યૂઝરને પોતાના બ્રાઉઝરની હિસ્ટ્રી ક્લિયર કરવાનું કહ્યું હતું. સાથે જ IRCTCએ લખ્યુ હતું કે તેની સિસ્ટમમાં સેવ થયેલી કૂકીઝને કારણે આવું થઈ રહ્યું છે.

IRCTC તરફથી જવાબ આપવામાં આવ્યો કે, "IRCTC જાહેરાત બતાવવા માટે ગૂગલના જાહેરાત માટેના ADX ટૂલનો ઉપયોગ કરે છે. યૂઝર્સને પીસીમાં સ્ટોર થયેલી કૂકીઝને ધ્યાનમાં રાખીને તેને જાહેરખબર બતાવવામાં આવે છે. તમારા બ્રાઉઝરની હિસ્ટ્રી તમે ઇન્ટરનેટ પર શું સર્ફ કરો છો તેને ધ્યાનમાં રાખીને જાહેરાત બતાવવામાં આવે છે. આવી જાહેરખબરથી છૂટકારો મેળવવા માટે તમારા બ્રાઉઝરની હિસ્ટ્રી અને કૂકીઝ ડિલિટ કરો."

IRCTCના આવા જવાબ બાદ જ સોશિયલ મીડિયાએ ફરિયાદી યૂઝરને ટ્રોલ કર્યો હતો. જોકે, અમુક યૂઝર્સે આવી જાહેરાત માટે IRCTCને પણ જવાબદારી ગણી હતી.
First published:

Tags: Advertisement, PIyush Goyal, આઇઆરસીટીસી, ભારતીય રેલવે

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો