Home /News /eye-catcher /OMG! આ દેશમાં મળ્યું 30 ફૂટ લાંબા ડાયનાસોરનું હાડપિંજર, બતક જેવું મોં હતું
OMG! આ દેશમાં મળ્યું 30 ફૂટ લાંબા ડાયનાસોરનું હાડપિંજર, બતક જેવું મોં હતું
જ્યાં સુધી અવશેષો સંપૂર્ણ રીતે સુરક્ષિત ન થાય ત્યાં સુધી સ્થળ ગુપ્ત રાખવામાં આવશે. (AP)
30-Feet Long Dinosaur Skeleton Found in US: ડક-બિલ્ડ ડાયનાસોરનું અંદાજિત કદ લગભગ 25-30 ફૂટ લાંબુ હતું. મિસૌરીની સ્ટેટ વેબસાઇટ અનુસાર, તેને રાજ્યનું સત્તાવાર ડાયનાસોર માનવામાં આવે છે
વોશિંગ્ટન : અમેરિકા (USA)ના મિસૌરી (Missouri)માં પુરાતત્વવિદો (archaeologists)એ અજ્ઞાત સ્થળ પર એક કિશોર ડક-બિલ્ડ ડાયનાસોર (Juvenile duck-billed dinosaur)ના અવશેષો શોધી કાઢ્યા છે. આ શોધને 'વિશ્વ પ્રસિદ્ધ' જાહેર કરવામાં આવી છે. પેલિયોન્ટોલોજિસ્ટ ગાય ડારો અને તેમની ટીમે એક પેરોસોરસ મિસૌરીન્સિસ (Parrosaurus Missouriensis)ના ડાયનાસોરના આ હાડપિંજરની શોધ કરી છે. તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી અવશેષો સંપૂર્ણ રીતે સુરક્ષિત ન થાય ત્યાં સુધી સ્થળ ગુપ્ત રાખવામાં આવશે.
શોધાયેલા અવશેષો પહેલાંથી જ સેન્ટ જીનીવીવ મ્યુઝિયમ લર્નિંગ સેન્ટર (Ste Genevieve Museum Learning Center)માં મોકલવામાં આવ્યા હતા. તે પછી એક ફિલ્ડ મ્યુઝિયમના ક્યુરેટર અન્ય સંશોધકો સાથે સ્થળ પર પહોંચ્યા.
મિનેસોટા યુનિવર્સિટીમાં પૃથ્વી અને પર્યાવરણીય વિજ્ઞાનના પ્રોફેસર માકોવિકી અને તેમની ટીમે ટૂંક સમયમાં જ મિસૌરીમાં સ્થળ ખોદવાનું શરૂ કર્યું. તેમને કિશોરની બાજુમાં એક પુખ્ત Parrosaurus Missouriensis મળ્યો. ફીલ્ડ મ્યુઝિયમમાં ડાયનાસોરના ક્યુરેટર પીટ માકોવિકીએ KTVI ને જણાવ્યું કે તે ગ્રેટ પ્લેન્સની પૂર્વમાં શ્રેષ્ઠ ડાયનાસોર સાઇટ છે.
ડારોએ કહ્યું કે, ડક-બિલ્ડ ડાયનાસોર (બતક જેવા મોં વાળા)નું અંદાજિત કદ લગભગ 25-30 ફૂટ લાંબુ હતું. મિસૌરીની સ્ટેટ વેબસાઇટ અનુસાર, તેને રાજ્યનું સત્તાવાર ડાયનાસોર માનવામાં આવે છે. તેમણે કહ્યું કે હું એવી કોઈ વસ્તુની કલ્પના નથી કરી શકતો જે અહીં મળી આવેલા અવશેષોની સરખામણીમાં વધુ પ્રભાવશાળી હોય.. પ્રજાતિઓની એક નવી પ્રજાતિ, આ એક વિશ્વ પ્રસિદ્ધ શોધ છે.
કહેવાય છે કે મિસૌરીનું ખોદકામ સ્થળ ઓછામાં ઓછા ચાર દુર્લભ ડાયનાસોરનું ઘર છે. સીએનએનના અહેવાલ અનુસાર, રાજ્યમાં ડાયનાસોરના પ્રથમ લક્ષણ 1940ના દાયકામાં એક પરિવારની ખાનગી મિલકત પર મળી આવ્યા હતા, જ્યારે તેઓ ત્યાં કૂવો ખોદતા હતા.
ડાયનાસોરના અવશેષો શોધવા એ એક મુશ્કેલ પ્રક્રિયા છે. તેમાં નાજુકતા અને ધીરજની જરૂર છે. જેમ કે આ કેસમાં 80 વર્ષ લાગ્યા હતા. 1940માં મિલકતના તત્કાલીન માલિકોને કેટલાક હાડકાં મળ્યાં, જે પછી વોશિંગ્ટનની સ્મિથસોનિયન સંસ્થા, વિશ્વના સૌથી મોટા સંગ્રહાલય, શિક્ષણ અને સંશોધન સંકુલમાં મોકલવામાં આવ્યા. બાદમાં આ હાડકાં ડાયનાસોરનાં હોવાની પુષ્ટિ થઈ હતી. પરંતુ ત્યારે તેમાં બહુ રસ દાખવવામાં આવ્યો ન હતો.