Home /News /eye-catcher /

માનવતા મહેકી! 21 વર્ષની છોકરીએ બદલી વૃદ્ધ ડિલિવરી બોયની કિસ્મત, એકઠા કર્યા 63 લાખ રૂપિયા

માનવતા મહેકી! 21 વર્ષની છોકરીએ બદલી વૃદ્ધ ડિલિવરી બોયની કિસ્મત, એકઠા કર્યા 63 લાખ રૂપિયા

વૃદ્ધનો વીડિયો યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો

Touching news: એનાબેલે આ વીડિયો ટિકટોક પર પોસ્ટ કરતા કેપ્શન આપ્યું કે, “મને આનાથી સારા ડોર ડેશર નથી મળ્યા”.

આજના ઝડપી જમાનામાં પણ અનેક લોકો માનવતા ધર્મમાં માને છે અને તેને ખરા અર્થમાં સાર્થક બનાવે છે, તે જોઇને કોઇનું પણ હ્યદય ગદ્દગદ્દ થઇ શકે છે. સોશ્યલ મીડિયા (Social Media) પર તમે ઘણા વીડિયોયો જોયા હશે, જેમાં લોકો જરૂરિયાતમંદોની મદદ (Help) કરતા નજરે આવે છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ (Viral video) થઇ રહ્યો છે.

71 વર્ષના એક વૃદ્ધ ડિલીવરી બોય (Oldest Delivery Boy) એક 21 વર્ષની યુવતીની ઘરે ફૂડ ડિલીવર કરવા માટે જાય છે. વૃદ્ધ ખૂબ ધીમે ધીમે યુવતીના ઘરની સીડીઓ ચઢે છે. આ ઘટના યુવતીના ડોરબેલ કેમેરામાં રેકોર્ડ થઇ જાય છે, જેને જોઇને યુવતી ખૂબ ભાવૂક થઇ ગઇ હતી. વૃદ્ધનો આ વીડિયો યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે હાલ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો માત્ર વાયરલ જ નથી થયો, પરંતુ લોકો આ વૃદ્ધની મદદ પણ કરી રહ્યા છે. યુવતીએ GoFundMe પર તેના માટે એક ભંડોળ (Fund) એકત્રિત કરવા કેમ્પેન શરૂ કર્યુ છે. જેમાં ગુરૂવાર સાંજ સુધીમાં લોકોએ 63 લાખ રૂપિયાની મદદ કરી છે. યુવતી વૃદ્ધ ડિલીવરી બોય માટે 75 લાખ રૂપિયા એકત્રિત કરવા માંગે છે.

એક અહેવાલ અનુસાર, અમેરાનીકાના ઇદાહોમાં રહેતા 21 વર્ષની એનાબેલ ગ્રેસ સ્ટીફન્સે ગત સપ્તાહે DoorDash ડિલીવરી પરથી ફૂડ ઓર્ડર કર્યુ હતું. જેની ડિલીવરી માટે યુવતીના ઘરે 71 વર્ષના કેરી ઝૂડ પહોંચ્યા હતા. વીડિયોમાં તે ખૂબ ધીમે ધીમે ચાલીને આવતા નજરે પડે છે.

વૃદ્ધનો વીડિયો યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો


એનાબેલે આ વીડિયો ટિકટોક પર પોસ્ટ કરતા કેપ્શન આપ્યું કે, “મને આનાથી સારા ડોર ડેશર નથી મળ્યા”. ત્યાર બાદ યુવતીએ GoFundMe પર કેમ્પેન શરૂ કર્યુ અને તેના દ્વારા તેના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઇ રહ્યા છે. આ વીડિયો પર અનેક યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો - Video: યુવતીએ કહી અજીબોગરીબ મુશ્કેલી, IPSએ આપી તેનાથી પણ વધુ રસપ્રદ કોમેન્ટ...

અમુક યુઝર્સે કહ્યું કે, તેણે ટિપ તરીકે કંઇ નહીં આપ્યું હોય, જેના પર પ્રતિક્રિયા આપતા એનાબેલે જણાવ્યું કે, તેને ટિપ તરીકે 2200 રૂપિયા આપ્યા, જ્યારે તેણે માત્ર 1500 રૂપિયાનું જ ફૂડ ઓર્ડર કર્યુ હતું. એનાબેલે ત્યારબાદ DoorDashનો સંપર્ક કર્યો અને વૃદ્ધ ડિલીવરી બોય સાથે મુલાકાત પણ કરી હતી. એનાબેલે બંનેનો ફોટો પણ શેર કર્યો છે. વર્ષ 2011માં વૃદ્ધની પત્નીનું અવસાન થઇ ગયું હતું અને તેમને 2 પુત્રો છે. એક સિક્યોરિટી ગાર્ડ છે અને બીજો DoorDashમાં ડ્રાઇવર છે.

આ પણ વાંચો - Viral Video: ભાઈને પાણીનો સ્ટંટ પડ્યો ભારે, લોકોએ કહ્યું- સસ્તા નશાની સાઈડ ઈફેક્ટ

સોશિયલ મીડિયા પર એનાબેલની આ સરાહનીય કામગીરીની ભારે ચર્ચા અને વખાણ થઇ રહ્યા છે. અનેક લોકોએ કહ્યું કે, તેમણે રીટાયર થઇ જવું જોઇએ. તો અન્ય એક યુઝરે કહ્યું કે, તેમની ઉંમર હવે કામ કરવાની નથી રહી. તો અમુક લોકોએ કહ્યું કે, આ વૃદ્ધ પોતાને ફીટ રાખવા માંગે છે એટલે કામ કરે છે. જ્યારે અન્ય વ્યક્તિએ કમેન્ટ કરી કે, આ જોઇને ખૂબ દુઃખ થયું. આપણ વૃદ્ધો સાથે સારો વ્યવહાર કરવો જોઇએ.
First published:

Tags: Inspirational, OMG, Viral news, World

આગામી સમાચાર