વિચિત્ર સમાચાર! મહિલાનો ડોલ્ફિન સાથે સેક્સ કર્યાનો દાવો, '... ડોલ્ફિને કરી લીધો આપઘાત'

મહિલાનો ડોલ્ફિન સાથે સેક્સ કર્યાનો દાવો - (Instagram/@realhistoryuncovered)

અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પણ ખૂબ જ વિચિત્ર છે અને તમે કદાચ આ સમાચાર પર વિશ્વાસ પણ નહીં કરો પરંતુ તે સાચું છે. આ વાંચીને તમારા હોશ ઉડી ગયા હશે, પરંતુ આ મહિલાની કહાની એકદમ ફેમસ છે.

  • Share this:
    સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં વિચિત્ર સમાચાર (Weird News) હંમેશા ચર્ચાનો વિષય રહે છે. જે સમાચાર વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પણ ખૂબ જ વિચિત્ર છે અને તમે કદાચ આ સમાચાર પર વિશ્વાસ પણ નહીં કરો પરંતુ તે સાચું છે. આજે અમે એક વૃદ્ધ મહિલાની કહાની કહેવા જઈ રહ્યા છીએ જેણે થોડા વર્ષો પહેલા દાવો કર્યો હતો કે, તેણે યુવાનીમાં ડોલ્ફિન સાથે સેક્સ (Woman had sex with Dolphin) કર્યું હતું!

    આ વાંચીને તમારા હોશ ઉડી ગયા હશે, પરંતુ આ મહિલાની કહાની એકદમ ફેમસ છે. અમેરિકા (America)ની રહેવાસી માર્ગારેટ હોવે લોવાટ (Margaret Howe Lovatt)  79 વર્ષની છે અને તે પૂર્વ પ્રકૃતિવાદી છે. થોડા વર્ષો પહેલા તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. માર્ગારેટે કહ્યું હતું કે, તેણીએ 20 વર્ષની ઉંમરે ડોલ્ફિન સાથે સેક્સ કર્યું હતું અને ડોલ્ફિન સાથે તેને પ્રેમ તઈ ગયો હતો. 1960ના દાયકામાં, નાસાએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો જેના દ્વારા વૈજ્ઞાનિકો ડોલ્ફિન સાથે વાત કરવાનો અને વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પ્રોજેક્ટ હેઠળ, ડોલ્ફિન્સને વાત કરવાની કળા શીખવીને, તેમની સાથે વાતચીત સ્થાપિત કરવાની હતી અને જેથી તેઓ તેમના વિશે વધુ માહિતી મેળવી શકે. માર્ગારેટ પોતે આ પ્રોજેક્ટના પ્રમુખને ભલામણ કરી પોતાનુંનામ પણ લખાવી લીધુ અને કેરેબિયન ટાપુ સેન્ટ થોમસ પહોંચી ગઈ.

    Photo - : Instagram/@wfilespodcast


    માર્ગારેટે કહ્યું કે, ત્યાં 3 ડોલ્ફિન હતી. એક નર ડોલ્ફિન પીટર હતો અને બે સ્ત્રી ડોલ્ફિન પામેલા અને સિસી હતી. માર્ગારેટે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પીટર ખૂબ જ તોફાની હતો અને તે ઉંમરના એવા મોડ પર હતો જ્યારે તેના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થઈ રહ્યા હતા. આ સમગ્ર પ્રયોગ દરમિયાન, માર્ગારેટ અને પીટર (Woman Dolphin relationship) વચ્ચે ખૂબ જ સારા સંબંધો સ્થાપિત થયા. જ્યારે માર્ગારેટ અન્ય બે ડોલ્ફિન સાથે સમય પસાર કરતી હતી ત્યારે પીટરને તે ગમતું ન હતું. તે પીટરને અંગ્રેજીના મૂળાક્ષરો શીખવતી હતી. બંને વચ્ચેનો આ સંબંધ ઘણો ગાઢ થઈ ગયો અને માર્ગારેટ મુજબ પીટર તેના પ્રેમમાં પડી ગયો. માર્ગારેટે કહ્યું કે, આ અનુભવ પીટર માટે શારીરિક સુખ સાથે સંકળાયેલો હતો પરંતુ તેના માટે તે એવું ન હતું.

    Photo : Instagram/@karlla_diariodebiologia


    આ પણ વાંચોપ્રાઈવેટ પાર્ટમાં હાથ નાખી કોપર-ટી ખેંચી રહી મહિલાઓ, આ રીતે શરૂ થયો ખતરનાક ટ્રેન્ડ, ડોક્ટરે જાહેર કરી મોટી ચેતવણી!

    પરંતુ માર્ગારેટ અને પીટર વચ્ચેનો આ સંબંધ લાંબો સમય સુધી ટકી ન શક્યો. નાસાએ બીજા વૈજ્ઞાનિકને ત્યાં મોકલ્યા અને માર્ગારેટને વિદાય લેવી પડી. તેમના જણાવ્યા મુજબ, પીટરને તેની સાથે એટલો લગાવ હતો કે, તે તેનાથી અલગ થવાનું સહન કરી શક્યો નહીં અને તેણે આત્મહત્યા કરી લીધી. રિપોર્ટ અનુસાર ડોલ્ફિનનું મોત ડૂબી જવાને કારણે થયું છે. ડોલ્ફિન્સને ક્યારેક શ્વાસ લેવા માટે સપાટી પર આવવું પડે છે, પરંતુ લોકો માનતા હતા કે, પીટર સપાટી પર આવ્યો નહી અને લાંબા સમય સુધી પાણીની નીચે રહેવાને કારણે મૃત્યુ પામ્યો હતો.
    Published by:kiran mehta
    First published: