Shocking: ગર્લફ્રેન્ડની નાની બહેન સાથે પણ બોયફ્રેન્ડનું ચાલતુ હતુ ચક્કર, પ્રેમિકાએ રંગે હાથ પકડ્યા પછી...!

પ્રેમિકા બોયફ્રેન્ડના બાળકની બની ગઈ માસી

મોટી બહેનને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેને ખબર પડી કે, તે પોતાના પ્રેમીના બાળકની હવે માસી બનવાની છે, અને પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ...

  • Share this:
    પ્રેમ સંબંધો (Love Relations)માં, આદરની સાથે, વફાદારી પણ ખૂબ મહત્વની છે, નહીં તો પ્રેમી અને પ્રેમિકા વચ્ચે અણબનાવ થાય છે અને સંબંધ જલ્દી તૂટી જાય છે. તાજેતરમાં જ આવોજ એક કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક મહિલાએ પોસ્ટ મુકી તેના બોયફ્રેન્ડ (Boyfriend) ની બેવફાઈનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ આશ્ચર્યજનક અને દુ:ખની વાત એ છે કે તેના બોયફ્રેન્ડ જ નહીં તેની બહેન પણ તેની સાથે વિશ્વાસ ઘાત કરવામાં સામેલ છે.

    તાજેતરમાં, સોશિયલ મીડિયા સાઇટ Reddit ના એક ગ્રુપ પર, એક અમેરિકન મહિલા (American Woman)એ એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો શેર કર્યો છે, જેને જાણીને બધા ચોંકી ગયા હતા. એક 25 વર્ષીય અમેરિકન મહિલાએ જણાવ્યું કે, જ્યારે તે 4 વર્ષની હતી, ત્યારે તેના પિતાએ બીજી મહિલા સાથે લગ્ન કર્યા જેની પહેલાથી જ 3 વર્ષની પુત્રી હતી. આખો પરિવાર સાથે રહેતો હતો અને બંને બહેનો પણ એકબીજાની ખૂબ નજીક હતી. 14 વર્ષની ઉંમરે, મહિલાની બહેનનું કેન્સરનું નિદાન થયું હતું, ત્યારબાદ તેના માતા-પિતાએ તેના પર સંપૂર્ણ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. મહિલા પણ તેની બહેનનું ખૂબ ધ્યાન રાખતી હતી અને તેને લગતું દરેક કામ કરતી હતી. 2 વર્ષ પછી તે સાજી થઈ ગઈ અને મહિલાએ કોલેજમાં એડમિશન લીધુ.

    મહિલાએ બોયફ્રેન્ડને નાની બહેન સાથે ઝડપ્યો!

    કોલેજમાં, તેની મુલાકાત બેન(Ben)(નામ બદલ્યું છે) સાથે થઈ. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને બંને લિવ-ઈનમાં રહેવા લાગ્યા. મહિલાએ જણાવ્યું કે, બંને 5 વર્ષથી રિલેશનશિપમાં હતા અને તેઓએ સાથે રહેવાના 3 વર્ષ પૂરા કર્યા હતા, જ્યારે તે આ વર્ષે જુલાઈમાં એક દિવસ તેના ઘરે પહોંચી ત્યારે તેણે બેન અને તેની નાની બહેનને સાથે રંગે હાથે (Woman caught cheating boyfriend)પકડ્યા. બંને વચ્ચેના સંબંધ વિશે જાણીને મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેણે તરત જ તેના બોયફ્રેન્ડ સાથે સંબંધ તોડી નાખ્યો અને તેની બહેનથી પણ અંતર રાખ્યું. બહેન તેને કહે છે કે તે અને Ben એકબીજાને પ્રેમ કરે છે. એટલું જ નહીં, મહિલાના માતા -પિતાએ પણ મહિલાને ધમકી આપી હતી કે તે, તેની નાની બહેન અને Ben વચ્ચેના સંબંધને અપનાવી લે, નહીંતર તેઓ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખશે. આ સાંભળી મહિલા વધુ નિરાશ થઈ ગઈ. પરંતુ સૌથી મોટી નિરાશા તો તેને હવે થઈ છે.

    આ પણ વાંચોચમત્કારનો Video વાયરલ! બાળકી પર પડી પાંચ માળની બિલ્ડીંગ, કલાકો બાદ કાટમાળમાંથી જીવતી નીકળી

    નાની બહેને કહ્યું કે, તે Benના બાળકની માતા બનવાની છે

    મહિલાએ જણાવ્યું કે, તાજેતરમાં જ તેને ખબર પડી કે તેની નાની બહેન 4 મહિનાની ગર્ભવતી (Pregnant) છે અને તે બેનના બાળકની માતા બનવા જઈ રહી છે. આનાથી તેને વધુ આશ્ચર્ય થયું કારણ કે પછી તેને ખબર પડી કે બેન અને તેની બહેન વચ્ચેના સંબંધો બ્રેકઅપ પહેલા ઘણા સમયથી કાયમ હતા. મહિલાએ લખ્યું કે, તે ખૂબ જ દુ:ખી છે અને છેતરાયાની લાગણી અનુભવી રહી છે. પરંતુ તે પછી તેણે નક્કી કર્યું કે, તે ન તો તેની બહેન સાથે સંબંધ રાખશે અને ન તો તેના માતા -પિતા સાથે. Reddit પરના ઘણા લોકોએ મહિલાના નિર્ણયને આવકાર્યો અને સાચો ગણાવ્યો. તેણે કહ્યું કે, ચીટર સાથે ન રહેવાનો મહિલાનો નિર્ણય એકદમ સાચો હતો અને તેની બહેન પણ આ જ ચીટમાં પાછળ નથી, તેથી તેણે તેની બહેન સાથે સંબંધ તોડી નાખ્યો અને તે બરાબર કર્યું.
    Published by:kiran mehta
    First published: