વિદ્યાર્થિનીએ દાદાના અસ્થિઓનાં બિસ્કિટ બનાવીને નવ વિદ્યાર્થીઓને ખવડાવી દીધા!

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બિસ્કિટને બનાવવામાં અસ્થિઓનો ઉપયોગ થયો હોવાની વાતથી અજાણ અમુક વિદ્યાર્થીઓ આ બિસ્કટ ખાઈ ગયા હતા.

News18 Gujarati
Updated: October 18, 2018, 1:54 PM IST
વિદ્યાર્થિનીએ દાદાના અસ્થિઓનાં બિસ્કિટ બનાવીને નવ વિદ્યાર્થીઓને ખવડાવી દીધા!
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 18, 2018, 1:54 PM IST
લોસ એન્જલસઃ કેલિફોર્નિયામાં એક કિશોરીએ પોતાના દાદાઓનાં અસ્થિઓનાં બિસ્કિટ બનાવીને ક્લાસમેટને ખવડાવી દીધાનો બનાવ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થિનીએ નવ જેટલા સ્ટુડન્ટને આ બિસ્ટિક આપ્યા હતા. લોસ એન્જસલ ટાઇમ્સે ડેવિસ પોલીસને ટાકીને આ માહિતી આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બિસ્કિટને બનાવવામાં અસ્થિઓનો ઉપયોગ થયો હોવાની વાતથી અજાણ અમુક વિદ્યાર્થીઓ આ બિસ્કટ ખાઈ ગયા હતા.

એક વિદ્યાર્થીએ લોકલ ટીવી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે તે ક્લાસમાં પહોંચ્યો ત્યારે એક સ્ટુડન્ટે તેને ખાસ બિસ્કિટ ઓફર કર્યા હતા. સાથે તેણે કહ્યું હતું કે બિસ્કિટને બનાવવા માટે ખાસ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેં વિચાર્યું હતું કે તેણે બિસ્કિટમાં ડ્રગ્સ કે કોઈ અન્ય વસ્તુ ભેળવી હશે. પરંતુ મેં જ્યારે તેને પૂછ્યું કે એવું તો શું ખાસ આ બિસ્ટિકમાં નાખ્યું છે? ત્યારે તેના જવાબમાં છોકરીએ કહ્યું હતું કે મેં બિસ્કિટ બનાવવામાં મારા દાદાના અસ્થિઓનો ઉપયોગ કર્યો છે.

જોકે, આઘાતજનક વાત એ છે કે અમુક વિદ્યાર્થીઓએ આ વાત મજાક સમજી હતી અને બિસ્કિટ ખાધા હતા. આ બનાવ ચોથી ઓક્ટોબરનો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે હજુ સુધી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કે કિશોરી સામે કોઈ પગલાં લીધા નથી.

સ્કૂલના સંચાલકો તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. તેમને સ્વાસ્થ્યને લઈને કોઈ જ જોખમ નથી.
First published: October 18, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...