Home /News /eye-catcher /

Ajab Gajab: ‘નાગિન ડાન્સ’ કરીને ચોરી કરે છે આ માણસ, CCTVને પણ આપી દે છે ચકમો!

Ajab Gajab: ‘નાગિન ડાન્સ’ કરીને ચોરી કરે છે આ માણસ, CCTVને પણ આપી દે છે ચકમો!

કેલિફોર્નિયામાં એક ચોરે લૂટવા માટે એવી રીત અપનાવી કે પોલીસને પણ પસીનો વળી ગયો! (Credit- KTLA)

Snake Burglar: કેલિફોર્નિયા (California) રિવરસાઈડ વિસ્તારમાં એક પછી એક ચોરીઓની ઘટનાઓ સામે આવી રહી હતી, પરંતુ કોઇપણ ચોરીમાં ચોરનું નામોનિશાન ન હતું મળી રહ્યું. આખરે પોલીસને ચોરની નાગિન સ્ટાઈલ ચોરીનો અંદાજો આવ્યો.

    Burglar Unique Method of Loot: જો કોઈ વિસ્તારમાં ચોરી થાય છે, તો પોલીસ સૌથી પહેલા ઘર અને રસ્તાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage)ની તપાસ કરે છે. સીસીટીવીથી ઘણુંખરું સામે આવી જાય છે. પરંતુ, જો ચોર સીસીટીવીથી બચવા માટે કોઈ સોલિડ જુગાડ કાઢી લે, તો વિચારો કે તેને પકડવો કેટલું મુશ્કેલ થઈ જતું હશે. અમેરિકાના કેલિફોર્નિયા (California, United States)માં પણ એક ચોરે લૂટવા માટે એવી ગજબની રીત અપનાવી કે પોલીસને પણ પસીનો વળી ગયો!

    કેલિફોર્નિયા રિવરસાઈડ વિસ્તારમાં એક પછી એક ચોરીઓની ઘટનાઓ સામે આવી રહી હતી, પરંતુ કોઇપણ ચોરીમાં ચોરનું નામોનિશાન ન હતું મળી રહ્યું. ન તો સિક્યોરીટી કેમેરામાં ચોર દેખાતો હતો કે ન તો કોઈ સિક્યોરીટી ગાર્ડ તેને જોઈ શકતો હતો. આખરે ક્રાઉન કોલ્ડ એક્સચેન્જમાં થયેલી એક ચોરીએ પોલીસને ચોરની નાગિન સ્ટાઈલ ચોરીનો અંદાજો આવ્યો.

    આ પણ વાંચો: 138 બાળકોનો બાપ છે આ 66 વર્ષીય વ્યક્તિ! સોશિયલ મીડિયા મારફતે શોધે છે ગ્રાહકો

    ‘નાગિન ડાન્સ’ કરવાવાળો ચોર

    તાજેતરમાં જ રિવરસાઈડના ક્રાઉન કોલ્ડ એક્સચેન્જમાં એક ચોરને સર્વેલન્સ ફૂટેજમાં એક રૂમમાંથી બીજા રૂમમાં લગભગ 37 લાખની ચાંદી લઈને જતા જોયો હતો. આ ફૂટેજ જ્વેલરી સ્ટોરનો હતો. ચોરે ડાર્ક કલરની હુડી, પેન્ટ અને સ્નીકર્સ પહેર્યા હતા. તે જમીન પર સરકીને બધી ચોરીઓ કરતો હતો અને તેણે બીજા રૂમનો દરવાજો પણ હથોડાથી તોડવાનો પ્રયત્ન કર્યો. Daily Starની રિપોર્ટ મુજબ સ્ટોરના માલિકે કહ્યું કે ભેજાબાજ ચોરે પૂરી 5 મિનિટ જમીન પર લેટી-લેટીને જ ચોરી કરી લીધી.

    આ પણ વાંચો: માનવતા મહેકી! 21 વર્ષની છોકરીએ બદલી વૃદ્ધ ડિલિવરી બોયની કિસ્મત

    અલાર્મ સિસ્ટમને પણ ચકમો આપતો હતો ચોર

    મેયરે જણાવ્યું કે ADT અલાર્મ સિસ્ટમના માધ્યમથી ફક્ત વ્યક્તિના મોશનને ઓળખી શકાય છે. એવામાં ચોરે મગજ લડાવતાં ઊભા થવાને બદલે જમીન પર સરકીને ચોરી કરી. પોલીસના જણાવ્યા મુજબ આ ચોરે લગભગ 6 ચોરીઓમાં આ રીત અપનાવી હતી, એટલે જ તે હાથમાં આવતો ન હતો. આ જ રીતે કેટલાક મહિના પહેલા એક સલૂન અને સ્પામાં ચોરે ગ્રાઉન્ડ લેવલ પર બનેલી સાઈડ વિન્ડો તોડીને તેમાંથી રોકડ રકમ અને રજીસ્ટર ચોરી ગયો હતો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, Bizarre Story, OMG News, અજબ ગજબ સમાચાર

    આગામી સમાચાર