Lockdownમાં પૈસા માટે એડલ્ટ સાઈટ પર ન્યૂડ ફોટો વેચવા લાગી શિક્ષિકા, હવે મહિને કમાય છે રૂ. 73 લાખ!

ન્યૂડ ફોટો વેચવા લાગી શિક્ષિકા

એક શાળાની શિક્ષકા (School Teacher)એ મજબૂરીમાં આવીને એવો રસ્તો પસંદ કર્યો કે હવે તે મહિને 73 લાખ રૂપિયાથી વધુ કમાણી કરે છે, પરંતુ ઘણા લોકો તેના આ કામને ખરાબ માને છે અને

  • Share this:
    જરૂરિયાત વ્યક્તિને કંઈપણ કરવા મજબૂર કરી શકે છે અને જો જરૂરિયાત પૈસાની હોય તો વ્યક્તિ સાચો કે ખોટું, સારૂ કે ખરાબ વિચારતુ નથી. અમેરિકાની એક શાળાની શિક્ષકા (School Teacher)એ મજબૂરીમાં આવીને એવો રસ્તો પસંદ કર્યો કે હવે તે મહિને 73 લાખ રૂપિયાથી વધુ કમાણી કરે છે, પરંતુ ઘણા લોકો તેના આ કામને ખરાબ માને છે અને તેની ટીકા કરે છે.

    અમેરિકા(USA)ના લોસ એન્જલસ (Los Angeles)માં રહેતી કર્ટની ટિલિયા (Courtney Tillia) 6 વર્ષથી શાળામાં ઓટીસ્ટીક બાળકોને ભણાવતી (School teacher of autistic students) હતી. તે તેમના બાળકો પણ છે. કર્ટની અને તેના પતિ બંનેએ માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ શિક્ષણ ક્ષેત્રે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ તે બંનેનો પગાર એટલો ઓછો હતો કે, તેઓ પોતાનું ઘર યોગ્ય રીતે ચલાવી શકતા ન હતા. આને કારણે, કર્ટનીએ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોતાનું એડલ્ટ કન્ટેન્ટ (Adult Content) એકાઉન્ટ બનાવ્યું અને તેમાં તેના ન્યૂડ ફોટા (Nude Photos) અને બોલ્ડ ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું. તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા ફોલોઅર્સ આવવા લાગ્યા.

    કર્ટની ટિલિયા - Instagram/@courtneytillia


    ત્યારબાદ ગત વર્ષે, તેને એડલ્ટ સબ્સ્ક્રિપ્શન સાઇટ ઓનલી ફેન્સ (Onlyfans) વિશે ખબર પડી, જેમાં નગ્ન ફોટા વેચીને પૈસા કમાવી શકાય છે. કર્ટનીએ તેના પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને એક વર્ષની અંદર તે સાઇટની સ્ટાર મોડલ બની ગઈ. હવે તે દર મહિને 73 લાખ રૂપિયાની કમાણી કરે છે.

    આ પણ વાંચોપ્રાઈવેટ પાર્ટમાં હાથ નાખી કોપર-ટી ખેંચી રહી મહિલાઓ, આ રીતે શરૂ થયો ખતરનાક ટ્રેન્ડ, ડોક્ટરે જાહેર કરી મોટી ચેતવણી!

    કર્ટની કહે છે કે, તેના પતિએ તેને ઘણો સાથ આપ્યો અને તેને ઓનલાઈન ફેન્સ પર એકાઉન્ટ બનાવવા માટે પ્રેરિત કરી. તેણીએ ડેલી સ્ટાર સાથે વાત કરતા કહ્યું કે, તે દુનિયાને સાબિત કરવા માંગતી હતી કે, બે બાળકો બાદ પણ તે ખૂબ જ ગ્લેમરસ દેખાય છે અને તેણે પોતાની જાતને કેવી રીતે જાળવી રાખી છે. તેણીએ કહ્યું કે, તેના ટીચિંગના દિવસો દરમિયાન, તે તેની આવકથી ખૂબ નાખુશ હતી, પરંતુ હવે તે ઘરનો ખર્ચ સારી રીતે ચલાવી શકે છે.

    કર્ટની ટિલિયા - Instagram/@courtneytillia


    આ પણ વાંચોવિચિત્ર સમાચાર! મહિલાનો ડોલ્ફિન સાથે સેક્સ કર્યાનો દાવો, '... ડોલ્ફિને કરી લીધો આપઘાત'

    તેણીએ કહ્યું કે, તે ફરીથી ટીચિંગ લાઇનમાં જવા માંગતી નથી કારણ કે તે લાઇનમાં પૈસા નથી. હવે તે તેના પતિ અને અન્ય મહિલાઓ સાથે એડલ્ટ સામગ્રી બનાવે છે. જોકે, કોર્ટનીએ લોકોની ઘણી ટીકા સાંભળવી પડી છે. કર્ટનીનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર લોકો ટિપ્પણીઓ કરવામાં દુરુપયોગ કરે છે અને તેને ખરાબ માતા કહે છે. પરંતુ તેને તેના ટીકાકારોના શબ્દોનો વાંધો નથી કારણ કે તે માને છે કે, આ કાર્ય દ્વારા, તે અને તેનો પરિવાર સુખી જીવન જીવી શકે છે.
    Published by:kiran mehta
    First published: