ઓનલાઇન ડિલીવરીમાં વેજને બદલે આવ્યા નોન વેજ પિઝા, મહિલાએ માંડ્યો 1 કરોડનો દાવો

પ્રતીકાત્મક તસવીર

દિપાલી ત્યાગી નામની મહિલાએ વેજિટેરિયન મશરૂમ પીઝા મંગાવ્યો હતો. તેની બદલે કંપનીએ મશરૂમની જગ્યાએ નોન વેજ પીઝા ડીલિવર કર્યો હતો.

 • Share this:
  ઓનલાઇન ડિલીવરીમાં વેજને બદલે આવ્યા નોન વેજ પિઝા, મહિલાએ માંડ્યો 1 કરોડનો દાવોઆજકાલ ઓનલાઈન ફૂડ ડિલિવરી (Online Food Dlivery) એટલે કે એગ્રીગેટર્સ કંપનીઓ નોંધપાત્ર ચર્ચામાં છે. ડિલિવરી મોડી પહોંચતા ગ્રાહક અને ડિલિવરી બોય વચ્ચે થયેલ મારઝૂડ બાદ વધુ એક કિસ્સો ચર્ચામાં આવ્યો છે. યુપીની એક મહિલાએ કરેલો વેજ ઓર્ડર નોન-વેજ નીકળ્યો અને પછી શરૂ થઈ વધુ એક મહાભારત.

  ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની મહિલાએ ગ્રાહક કોર્ટમાં પીઝા રેસ્ટોરન્ટ (Pizza restaurant chain) ચેઈન સામે નોન-વેજ પીઝા મોકલવા માટે ફરિયાદ નોંધાવી છે. દિપાલી ત્યાગી નામની મહિલાએ વેજિટેરિયન મશરૂમ પીઝા મંગાવ્યો હતો. તેની બદલે કંપનીએ મશરૂમની જગ્યાએ નોન વેજ પીઝા ડીલિવર કર્યો હતો.

  ગીર સોમનાથનો વાયરલ વીડિયો: ગઝનવીએ મંદિર લૂંટ્યાની ઘટનાને બિરદાવતા યુવાનની થઇ ઓળખ

  અત્રે મહત્વની વાત એ છે કે, દિપાલી ત્યાગી શાકાહારી છે. દિપાલીએ કોર્ટમાં એક કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. તેણીએ માંગણી કરી છે કે, તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ પીઝા કંપનીએ તેને એક કરોડ રૂપિયા આપવા જોઈએ.

  અમદાવાદ: 500 રૂપિયાનું ઓનલાઈન મરચું પરિવારને 1.16 લાખમાં પડ્યું, દીકરાના લગ્ન અટવાયા

  દિપાલીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 21 માર્ચ 2019ના ગાઝિયાબાદ ખાતે પોતાના ઘરે એક પિઝા આઉટલેટમાંથી શાકાહારી પિઝાનો ઓર્ડર આપ્યો હતો. તે હોળીનો દિવસ હતો, તેથી અમે બહારથી જમવાનું ઓર્ડર કર્યું. બાળકો સહિત સમગ્ર પરિવાર ભૂખ્યો થયો હતો. અમેરિકન પીઝા કંપનીએ તેમના નિર્ધારિત 30 સમયના ગાળામાં પીઝા ડિલિવર ન કર્યા, તેમ છતા આ બાબતને અવગણીને પીઝા સ્વીકાર્યા.

  દેશનું ગૌરવ: આર્ચી, Miss Trans Internationalમાં સ્થાન મેળવાનારી પહેલી ભારતીય બની

  જોકે મહત્વની વાત એ છે કે, આ પીઝા પરિવારના સભ્યોએ ખાધા અને પ્રથમ બાઈટમાં જ સમજાયું કે આ નોન વેજ લાગે છે. મશરૂમને બદલે મીટવાળા પીઝા છે. દિપાલીએ કસ્ટર કેરમાં ફરિયાદ કરી પરંતુ મેનેજરે બે દિવસ બાદ ફોન કરીને ફ્રીમાં પીઝા આપવાની ઓફર કરી. દિપાલીએ આ ઓફર ઠુકરાવી અને થયેલ માનસિક ત્રાસ, ધર્મ ભંગ બદલ કાયદાકીય જવાબ માટે તૈયાર રહેવા જણાવ્યું હતુ.  દીપાલીએ ગ્રાહક કોર્ટમાં 1 કરોડના દાવાની ફરિયાદ કરી છે. દિલ્હી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ કમિશ (દિલ્હીના જિલ્લા ગ્રાહક સમસ્યા નિવારણ મંચ)ને પિઝા આઉટલેટને મહિલાની ફરિયાદનો જવાબ આપવાનું કહ્યું છે. હવે આ કેસની સુનાવણી 17 માર્ચે થશે.
  First published: