'બીજી પત્ની સાથે વધારે સમય રહેવા બદલ મહિલાએ પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું!

પ્રતિકાત્મક તસવીર

કોતવાલી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર અનિલ કપેરવાને જણાવ્યું હતું કે, "પ્રથમ પત્નીથી કોઈ સંતાન ન થયા બાદ પીડિત પુરુષે બીજા લગ્ન કર્યા હતા.

 • Share this:
  સતત અવગણના અને અન્ય બીજી પત્ની સાથે વધારે સમય રહેવા બદલ ઉત્તર પ્રદેશની એક મહિલાએ તેના પતિનું પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાખ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બુધવારે મુઝફ્ફરનગરના મિમલાના વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બનાવ બાદ મહિલાના પતિને ખૂબ જ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

  ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા કોતવાલી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર અનિલ કપેરવાને જણાવ્યું હતું કે, "પ્રથમ પત્નીથી કોઈ સંતાન ન થયા બાદ પીડિત વ્યક્તિએ બીજા લગ્ન કર્યા હતા. આ લગ્ન તેની પ્રથમ પત્નીની મંજૂરી બાદ જ થયા હતા. વ્યક્તિની બીજી પત્નીએ તાજેતરમાં જ એક બાળકને જન્મ આપ્યો છે."

  પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, વ્યક્તિ છેલ્લા થોડા સમયથી તેની બીજી પત્ની સાથે વધારે રહેતો હતો. આ જ કારણે પ્રથમ પત્ની સાથે તેને ઝઘડો થયો હતો.

  પોલીસના જણાવ્યા પ્રમાણે વ્યક્તિના સગાસંબંધીઓ દ્વારા આ મામલે તેની પ્રથમ પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: