Home /News /eye-catcher /OMG! જયમાલા દરમિયાન દુલ્હાએ કરી એવી કરતૂત, દુલ્હને લગ્ન કરવાની પાડી દીઘી ના

OMG! જયમાલા દરમિયાન દુલ્હાએ કરી એવી કરતૂત, દુલ્હને લગ્ન કરવાની પાડી દીઘી ના

જયમાલા દરમિયાન દુલ્હાએ કરી એવી કરતૂત, દુલ્હને લગ્ન કરવાની પાડી ના

OMG News: ઉત્તર પ્રદેશ (uttar pradesh)ના ઓરૈયામાં જયમાલા સમયે કંઈક એવું થયું કે દુલ્હા (groom)એ માળા અને પઘડી ફેંકી દીઘી. આનાથી દુલ્હન (bride) એટલી નારાજ થઈ ગઈ કે તેઓએ લગ્ન કરવાની ના પાડી (bride deny marry) દીધી.

  ઔરૈયા. ઉત્તર પ્રદેશ (uttar pradesh)ના ઔરૈયા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જયમાલાના સમયમાં કંઈક એવું બન્યું કે ગુસ્સાથી લાલ થઈ ગયેલી દુલ્હને લગ્ન કરવાની ના પાડી (bride deny to marry) દીધી. દુલ્હનના આ વલણથી વરરાજા (groom) પક્ષ તેમજ કન્યાપક્ષમાં પણ હોબાળો મચી ગયો હતો. ગુસ્સે ભરાયેલી દુલ્હનને મનાવવા માટે બધા ભેગા થયા. લગ્નમાં મઘ્યસ્થતામાં રહેલા લોકોએ પણ યુવતિને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દુલ્હન તેના ઇરાદાથી ખસી નહિ.

  કન્યાના વલણથી દુલ્હાના અરમાનો પર પાણી ફરી વળ્યું. વર અને કન્યા પક્ષના લોકો સારું ઘર અને પરિવાર મેળવીને ખૂબ ખુશ હતા, પરંતુ દુલ્હાની હરકત અને કન્યાના વલણને કારણે લગ્નનું વાતાવરણ ઉદાસી (marriage break)માં ફેરવાઈ ગયું.

  જાણકારી અનુસાર આ અજીબોગરીબ મામલો ઔરૈયા જિલ્લાના બિધુના કોતવાલીના નવીન બસ્તીનો છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. વાસ્તવમાં જયમાલાના સમયે દુલ્હાએ કોઈ વાત પર પઘડી ફેંકી દીધી હતી. દુલ્હાના આ કૃત્ય બાદ દુલ્હન ખૂબ ગુસ્સે થઈ ગઈ.

  આ પણ વાંચો:OMG! એક વર્ષમાં ચાર વખત Corona પોઝિટિવ થઈ છોકરી, દર વખતે જોવા મળ્યા આવા લક્ષણો

  આ પછી, દુલ્હને લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. દુલ્હને લગ્ન કરવાની ના પાડતા ચારે તરફ ખળભળાટ મચી ગયો હતો. આ પછી, નિર્દયી દુલ્હનને મનાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ દુલ્હન તેના નિર્ણયથી ટસની મસ ન થઈ. હકીકતમાં, દુલ્હન તેના ભાવિ જીવનસાથીના આ કૃત્યથી ખૂબ જ ગુસ્સે થઈ છે. જેથી તેઓએ લગ્ન કરવાની ના પાડવી પડી હતી.

  ખુશીના માહોલમાં ખલેલ
  વાસ્તવમાં રોશનીના લગ્ન કન્નૌજ જિલ્લાના બેહબલપુરના રહેવાસી આકાશ સાથે નક્કી થયા હતા. વરરાજા તરફથી બારાત સમયસર લાવવામાં આવી હતી. આ દરમિયાન તમામ પ્રકારની રસમ કરવામાં આવી હતી. ઘરને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. લગ્નના મંડપને પણ સજાવવામાં આવ્યો હતો. શેહનાઈની ધૂન વગાડવામાં આવી રહી હતી. વર-વધૂના પક્ષના લોકો પરંપરાગત રીતે વિધિ કરી રહ્યા હતા.

  આ પણ વાંચો: OMG! 24 કલાક ખુલ્લી રહે છે શખ્સની આંખો, રાત્રે સૂવા માટે લગાવવી પડે છે ટેપ !

  જયમાળા માટે સ્ટેજ સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યો હતો. લોકો ફોટા પાડી રહ્યા હતા. તે સમયે દુલ્હા આકાશને કોઈ વાતે ગુસ્સો આવ્યો અને તેના હાથમાં રહેલી જયમાલા અને પાઘડી ફેંકી દીધી. દુલ્હન આ વાતથી આશ્ચર્યચકિત થઈ ગઈ. આ ઘટના બાદ દુલ્હન ખૂબ જ ગુસ્સે થઇ ગઇ હતી અને આકાશના આ કૃત્ય બાદ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. દુલ્હનનો આરોપ છે કે છોકરો અજીબોગરીબ કામ કરે છે, આવી સ્થિતિમાં અમે લગ્ન નહીં કરીએ.

  આ પણ વાંચો: OMG! 24 કલાક ખુલ્લી રહે છે શખ્સની આંખો, રાત્રે સૂવા માટે લગાવવી પડે છે ટેપ !

  શું કહે છે વરરાજા પક્ષ
  જ્યારે દુલ્હા પક્ષને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ કહ્યું કે તેઓ ખાવાનું ખાવા ગયા છે. દુલ્હા આકાશ સાથે વાત થઈ તો તેણે કહ્યું કે જ્યારે તે જમવા ગયો ત્યારે ત્યાં જમતી વખતે તેણે એક નેગ માંગ્યો હતો જે આપવામાં આવ્યો ન હતો. આ પછી આકાશે ખાવાની ના પાડી દીધી હતી. આકાશે કહ્યું કે તેણે માળા ફેંકી નથી. આકાશે જણાવ્યું કે, તેનો સાળો અને ભત્રીજો પણ સાથે હતા, આ વાતને લઈને દુલ્હને ના પાડી દીધી.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Marriage, OMG News, Shocking news, Uttar Pradesh‬, અજબગજબ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन