શાહનવાઝ રાણા, શામલી: કૈરાનાના અઝીમ મન્સૂરી (ઉં.વ. 26) (Azeem Mansoori) પોતાના લગ્ન (Marriage)ને લઈને ચર્ચામાં છે. બે ફૂટ અને ત્રણ ઇંચની ઊંચાઈ ધરાવતા અઝીમ મન્સૂરે લગ્ન માટે સોશિયલ મીડિયા (Social Media) પર અપીલ કરી હતી. અઝીમ મન્સૂરીનું કદ અને બાંધો તેના લગ્ન માટે વિઘ્ન બની રહ્યું છે. અઝીમ મન્સૂરીએ ભૂતકાળમાં મુખ્યમંત્રીથી લઈને અધિકારીઓને લગ્ન માટે અપીલ કરી હતી. પરંતુ આજ દિવસ સુધી મન્સૂરીના લગ્ન થયા નથી. આખરે એક દિવસ થાકીને અઝીમ મન્સૂરી શામલીના મહિલા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને ત્યાં પોતાના લગ્ન કરાવી આપવા માટે પોલીસને વિનંતી કરી હતી. અહીંથી જ અઝીમ મન્સૂરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. (આ પણ વાંચો: અમદાવાદ-મહેસાણા હાઇવે પર 1 એપ્રિલથી કાર અને ટુ-વ્હીલર માટે ફરીથી ટોલ ટેક્સ શરૂ થશે?)
જે બાદમાં ઉપરવાળાએ અઝીમની વિનંતી સાંભળી લીધી હોય તેમ લગ્નના પ્રસ્તાવની લાઇનો લાગી ગઈ હતી. ગાઝિયાબાદ, બુલંદશહર, દિલ્હી સહિતના શહેરોમાંથી મન્સૂરી માટે લગ્નના માંગા આવવાના શરૂ થઈ ગયા છે. પરંતુ હવે કઈ છોકરીને પસંદ કરવી તેને લઈને દ્વીધા છે. મન્સૂરીના પરિવારના લોકો તેમના પાસે આવેલા માંગાની તપાસ કરી રહ્યા છે, જેમાંથી કોઈ એક છોકરી નક્કી કરીને લગ્નની વાત આગળ વધારવા માટેનું તેઓ આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક છોકરીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને મન્સૂરી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
અઝીમ મન્સૂરીને દિલ્હીની એક યુવતીએ લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. છોકરીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને મન્સૂરી સાથે લગ્ન કરવાની વાત કહી છે. દિલ્હી નિવાસી છોકરીનું કહેવું છે કે તેણી મન્સૂરી સાથે લગ્ન કરવા માંગે છે. તેણી મન્સૂરીને ખૂબ પસંદ કરે છે. બીજી તરફ અઝીમ મન્સૂરી પણ સતત આવી રહેલા માંગાને લઈને ખૂબ ખુશ છે અને બહુ ઝડપથી લગ્ન કરવાની તેની ઇચ્છા પૂરી થાય તેવું લાગી રહ્યું છે. જોકે, અઝીમ મન્સૂરીએ પ્રસિદ્ધ થયા બાદ હવે હિન્દી ગીતો બનાવવાનું શરૂ કર્યું છે. બહુ ઝડપથી તેનું એક ગીત આપણી વચ્ચે હશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર