હરીશ શર્મા, બરેલી: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક સિપાહી (Soldier)નું ત્યાં રહેતા એક સરાફની પત્ની (Wife) પર દિલ આવી ગયું હતું. જે બાદમાં સિપાહીએ સરાફની પત્નીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. સિપાહી માટે સરાફની પત્ની તેને રોજ દૂધમાં ઊંઘની ગોળી નાખીને પીવડાવી દેતી હતી. જે બાદમાં સિપાહી પરિણીતાને મળવા માટે તેના ઘરે પહોંચી જતો હતો. એક દિવસ સરાફની આંખ ખુલી જતાં બંનેને ભાંડો ફૂટી ગયો હતો. જે બાદમાં સિપાહી અને સરાફ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદમાં પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ આવી ત્યારે સરાફની પત્નીએ તેના પ્રેમી સાથે જવાની વાત કહી હતી!
હકીકતમાં બરેલીના કેન્ટ થાણામાં તૈનાત 2019ની બેચના સિપાહીએ ફરજ દરમિયાન કેન્ટ થાણા ક્ષેત્રમાં રહેતા એક સરાફા વેપારીની પત્ની સાથે દોસ્તી કરી લીધી હતી. જે બાદમાં તેણે મહિલાના ઘરે આવવા જવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન બંનેએ ફોન પર વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. સિપાહીએ વેપારી સાથે પણ મિત્રતા કરી લીધી હતી. જે બાદમાં વેપારીની પત્ની અને સિપાહી વચ્ચે પ્રેમ કહાનીની શરૂઆત થઈ હતી. બંને ફોન પર ચેટિંગ કરતા હતા અને વીડિયો કૉલ પણ કરતા હતા.
કહેવામાં તો એવું આવી રહ્યું છે કે છ મહિના પહેલા વેપારીએ પત્નીના મોબાઇલ ફોનમાં બંને વચ્ચેની ચેટિંગ વાંચી લીધી હતી. જે બાદમાં ઘરમાં ખૂબ હંગામો થયો હતો. સિપાહી અને પ્રેમિકા વચ્ચે પ્રેમ એટલો વધી ગયો કે સિપાહીએ તેણીના ઘર નજીક જ રૂમ લઈ લીધો હતો. રાત્રે જ્યારે પ્રેમિકાનો પતિ ગાઢ નિંદ્રામાં ઊંઘી જતો હતો ત્યારે મોકો જોઈને સિપાહી તેણીના ઘરે પહોંચી જતો હતો.
પતિએ વાંધાજનક સ્થિતિમાં પકડ્યાં
સિપાહીની પ્રેમિકા તેના પતિને ગાઢ ઊંઘમાં સુવડાવી દેવા માટે દૂધમાં ઊંઘની ગોળીઓ ભેળવીને આપી દેતી હતી. એક દિવસ વેપારી તબિયાત સારી ન હોવાથી ઘરના ઉપરના માળે ઊંઘી રહ્યો હતો. આ દરમિયાન સિપાહી તેની પત્નીને મળવા માટે આવી પહોંચ્યો હતો. સિપાહી તેની પ્રેમિકા સાથે હતો ત્યારે જ વેપારી જાગી ગયો હતો. પત્નીને સિપાહી સાથે જોઈને તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. આ અંગેની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. પોલીસ સમક્ષ પ્રેમિકાએ પ્રેમી સાથે જ રહેવાની વાત કરીને પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.
કેન્ટ થાણાના ઇન્સ્પેક્ટર રાજીવ સિંહે જણાવ્યું કે, બંને વચ્ચે ઘણા દિવસોથી વાતચીત ચાલી રહી હતી. મહિલાને સમજાવીને તેના પિયરના લોકો સાથે લઈ ગયા છે. સિપાહી સામે કોઈ લેખિત ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર