Home /News /eye-catcher /

કર્ણાટકના 10 ફેક્ટ્સ, જેના વિશે મોટા ભાગના લોકો છે અજાણ

કર્ણાટકના 10 ફેક્ટ્સ, જેના વિશે મોટા ભાગના લોકો છે અજાણ

  કર્ણાટક વિધાનસભા ઈલેક્શનમાં બધાની નજરો હવે રાજ્યપાલ વજૂભાઈ વાળા પર ટકી ગઈ છે. કર્ણાટકમાં બીજેપી અને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. ભાજપા કર્ણાટકમાં ભલે મોટી પાર્ટી તરીકે બહાર આવી હોય પરંતુ તે 224 સભ્યવાળી વિધાનસભામાં જાદૂઈ આંકડો મેળવી શકી નથી. આ તો આપણે કરી કર્ણાટકના રાજકિય ઉથલપાથલની વાત. પરંતુ રાજનીતિ ઉપરાંત પણ કર્ણાટક કેટલીક વસ્તુઓના કારણે ચર્ચામાં રહે છે. રાજ્યમાં કેટલીક એવી રસપ્રદ વાતો છે જેમને ઘણા ઓછા લોકો જાણે છે. અહી તમને ન્યૂઝ18 કર્ણાટકના 10 તથ્યો વિશે જણાવી રહ્યું છે.

  1. કર્ણાટકની સ્થાપના 1 નવેમ્બર 1956માં કરવામાં આવી હતી. તે સમયે આનું નામ મૈસૂર હતું. નવેમ્બર 1973ના દિવસે આનું નામ બદલીને કર્ણાટક કરી દેવામાં આવ્યું હતું.

  2. રાણી ચેનમ્મા કર્ણાટકના કિત્તૂર રાજ્યની રાણી હતા. ભારતમાં સ્વતંત્રતાના સંઘર્ષ કરનારાઓમાં સૌથી પહેલા શાસકોમાં તેમનું નામ લેવામાં આવે છે. તેમને 'હડપ નીતિ' ના વિરૂદ્ધ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો. તેમને આ સંઘર્ષમાં શહિદી વહોરી હતી.

  3. પ્રજાસત્તાક દિવસે દેશભરમાં લહેરાવવામાં આવતા ખાદીના તિરંગાનો કર્ણાટક સાથે ખુબ જ મોટો સંબંધ છે. હુબલીમાં બેંગરીમાં કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ છે, જે તિરંગાઓના ઝંડા બનાવવાનું કામ કરનાર એકમાત્ર સંસ્થા છે.

  4. કર્ણાટક સંગીત (CARNATIC MUSIC) ભારતના શાસ્ત્રીય સંગીતની દક્ષિણ ભારતીય શૈલીનું નામ છે. આ સંગીત મોટાભાગના ભક્તિ સંગીતના રૂપમાં હોય છે અને મોટાભાગના રચેતા હિન્દૂ દેવી-દેવતાઓને સમર્પિત હોય છે. ત્યાગરાજ, મુથુસ્વામી દીક્ષિતાર અને શ્યામાં શાસ્ત્રીને કર્ણાટક સંગીત શૈલીને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે, જ્યારે પુરંદર દાસને કર્ણાટકના શૈલીના પિતા કહેવામાં આવે છે.

  5. ભારતમાં મોગલ સામ્રાજ્યથી વધારે વિજયનગર સામ્રાજ્યનો આધિપત્ય રહ્યું. 1336-1646માં વિજયનગર દક્ષિણ ભારતનો એક સામ્રાજ્ય હતો. આના રાજાઓએ 310 વર્ષ રાજ કર્યું. વિજયનગરના અવશેષ કર્ણાટક રાજ્યમાં હમ્પી શહેર પાસે મળી આવ્યા છે અને આ એક વિશ્વ વિરાસત સ્થળ છે.

  6. કર્ણાટક રાજ્યમાં સૌથી ફેમસ મૈસૂર પેલેસને 1912માં કૃષ્ણરાજા વાડિયારIVએ બનાવડાવ્યું હતું. આગ્રાના તાજમહેલ બાદ આ પેલેસને દેખવા માટે સૌથી વધારે પ્રવાસીઓ આવે છે.

  7. ગોલ ગુંબદ કર્ણાટક રાજ્યના બીજાપુર શહેરમાં સ્થિત આદિલશાહી વંશના સાતમા શાસક મોહમ્મદ આદિલશાહનો મકરબો છે. આ દુનિયાનો બીજો સોથી વિશાળ ગુંબજ છે.

  8. બેંગ્લુરૂ પેલેસ 1826માં ગેરેટે બનાવડાવ્યું હતું. તે સેન્ટ્રલ હાઈ સ્કૂલના પહેલા પ્રિન્સિપાલ પણ હતા.

  9. 1935માં ભારતનો પહેલો પ્રાઈવેટ રેડિયો બ્રોડકાસ્ટિંગ સ્ટેશન શરૂ કરનાર એમી ગોપાલસ્વામી કર્ણાટકના જ હતા.

  10. 1859માં મૈસૂર શહેરમાં પ્રથમ સાપ્તાહિક સમાચાર પત્ર પબ્લિશ થયું હતું, જે કન્નાડ ભાષામાં હતું.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Karnataka Election 2018, Unknown facts about karnataka, કર્ણાટક

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन