Home /News /eye-catcher /Unique wedding : 30 બળદ ગાડા પર જાન લઈ પહોંચ્યો દુલ્હો, જૂના સમયની ઝલક તરી આવતા વૃદ્ધોની આંખમાં ખુશીના આંસુ
Unique wedding : 30 બળદ ગાડા પર જાન લઈ પહોંચ્યો દુલ્હો, જૂના સમયની ઝલક તરી આવતા વૃદ્ધોની આંખમાં ખુશીના આંસુ
બળદ ગાડામાં આવી જાન
Unique wedding : આ અનોખી જાન મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના બેતુલ (Betul) જિલ્લાના આમલા બ્લોકના બગવડ ગામ (Bagwad Village) થી નીકળી હતી. ચૈતારામ કાસદેકર નામના આદિવાસી યુવકના લગ્ન હતા. કાસદેકર અને તેના પરિવારે તેમની પરંપરાને જીવંત રાખવા અને લગ્નના બિનજરૂરી ખર્ચને બચાવવા માટે બળદગાડામાં જાન લઈ જવાનું નક્કી કર્યું
Unique wedding : હાલના સમયમાં લગ્નોમાં લખલૂટ ખર્ચ થઈ રહ્યો છે. હેલિકોપ્ટર અને મોંઘીદાટ ગાડીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચીને લોકો લગ્ન કરવાના સપના જુએ છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના બેતુલ (Betul) જિલ્લામાં અનોખી જાન ખૂબ જ ચર્ચામાં છે. જ્યાં જાનૈયા લક્ઝરી કારમાં નહીં પરંતુ જૂના જમાનાના બળદગાડા (Bullock cart) પર દુલ્હન (Bride)ના ઘરે પહોંચ્યા હતા. એટલું જ નહીં બળદગાડા પર દુલ્હનની વિદાય પણ કરવામાં આવી હતી. આ જાનમાં 1 નહીં પરંતુ 30થી વધુ બળદગાડા આવ્યા હતા. વૈભવી કારના આ યુગમાં જાનૈયા બળદગાડા પર જાન જોડી આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ સાથે જ વૃદ્ધોની આંખોમાં જૂના સમયની ઝલક તરી આવી હતી.
આ અનોખી જાન બેતુલ જિલ્લાના આમલા બ્લોકના બગવડ ગામથી નીકળી હતી. ચૈતારામ કાસદેકર નામના આદિવાસી યુવકના લગ્ન હતા. કાસદેકર અને તેના પરિવારે તેમની પરંપરાને જીવંત રાખવા અને લગ્નના બિનજરૂરી ખર્ચને બચાવવા માટે બળદગાડામાં જાન લઈ જવાનું નક્કી કર્યું. આ બારાતમાં માત્ર વરરાજા જ નહીં પરંતુ તમામ જાનૈયાઓ 30થી વધુ બળદગાડા પર બેસીને કન્યાના ઘરે પહોંચ્યા હતા. તમામ બળદગાડાને પરંપરાગત રીતે શણગારવામાં આવ્યા હતા. આ સાથે જ ડીજે કે બેન્ડની જગ્યાએ જાનૈયાઓ વાંસળી, ઢોલક, અને મંજીરોના મધુર અવાજ પર ખૂબ નાચ્યા હતા. બળદગાડામાં આવેલ વરરાજા અને જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અહી નોંધનીય છે કે, મુલતાઈ પંથકમાં પણ બળદગાડા પર જાન કાઢવામાં આવી છે. ખડકી ગામમાં બળદગાડા પર જાન નીકળી હતી. જ્યાં વરરાજા શણગારેલા બળદગાડા પર સવાર થઈને જાન લઈ ગયો હતો. જાન લગભગ 5 કિમી દૂર આવેલા પાંઢરી ગામમાં ગઈ હતી. બેતુલના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં આજકાલ લોકો મોંઘવારીથી બચવા માટે પોતાના જૂની રિત તરફ પરત ફરી રહ્યા છે. જેના બે ફાયદા છે. પહેલો ફાયદો એ છે કે, આ લગ્નો ખૂબ જ ઓછા બજેટમાં થાય છે અને બીજો ફાયદો એ છે કે, આ પ્રકારના નિર્ણયોના કારણે લુપ્ત થતી પરંપરાઓને પુનર્જીવિત કરી રહ્યા છે. આદિવાસી સમુદાયના આગેવાનોએ લોકોએ હવે હંમેશા પોતાની પરંપરા અનુસાર લગ્નનું આયોજન કરવું જોઈએ તેવી અપીલ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર