Home /News /eye-catcher /Trending News: જીવનના છેલ્લા 12 કલાક બાકી હતા, ડોક્ટરોએ જીવ બચાવવા હૃદય કાઢ્યું છતાંય શ્વાસ ચાલુ; જાણો કેવી રીતે

Trending News: જીવનના છેલ્લા 12 કલાક બાકી હતા, ડોક્ટરોએ જીવ બચાવવા હૃદય કાઢ્યું છતાંય શ્વાસ ચાલુ; જાણો કેવી રીતે

ડાબે ક્રેગ લુઇસ અને જમણે તેના હૃદયની જગ્યાએ લગાવેલું ડિવાઇસ

Trending News: ક્રેગ લુઈસ નામનો એક વ્યક્તિ ગંભીર હૃદય રોગથી પીડાતો હતો. ત્યારબાદ ડોકટરોએ તેનો જીવ બચાવવા માટે શરીરમાંથી હૃદય બહાર કાઢ્યું અને તેની જગ્યાએ એક ખાસ સાધન મૂક્યું. ત્યારબાદ લુઇસ એક મહિનાથી વધુ સમય જીવતા રહ્યા હતા.

    જો હૃદયના ધબકારા બંધ થઈ જાય તો વ્યક્તિ મૃત્યુ પામે છે, પણ જો તમને ખબર પડે કે વ્યક્તિ હૃદય વગર જીવે છે તો તમે શું કહેશો. હકીકતમાં એક દર્દીનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ કંઈક એવું કર્યું જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ વ્યક્તિ એક મહિનાથી વધુ સમય સુધી હૃદય વિના જીવતો હતો.

    ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, એક વ્યક્તિ હૃદયની ગંભીર બીમારીથી પીડિત હતો. તેની પાસે જીવવા માટે માત્ર 12 કલાક હતા. ત્યારપછી દર્દીનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેનું હૃદય કાઢી નાખ્યું અને તેની જગ્યાએ એક એવું ઉપકરણ લગાવ્યું જે પલ્સ વગર તેના શરીરમાં લોહીનું પરિભ્રમણ કરી શકે.

    ક્રેગ એક જીવલેણ રોગ સામે લડી રહ્યો હતો


    મળતી માહિતી મુજબ, વર્ષ 2011માં ક્રેગ લુઈસ નામનો 55 વર્ષીય દર્દી જીવલેણ હૃદય રોગથી પીડિત હતો. તેને સારવાર માટે ટેક્સાસની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, તેને એમાયલોઇડિસ નામની દુર્લભ બીમારી છે. આ એક સ્વયંપ્રતિરક્ષા રોગ છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ શરીરની વિરુદ્ધમાં કામ કરવાનું શરૂ કરી દે છે. તેને કારણે શરીરમાં આંતરિક પ્રોટીન જમા થવા લાગે છે. તેથી હૃદય, લિવર, કિડની થોડા દિવસોમાં કામ કરવાનું બંધ કરી દે છે. જો આ રોગથી પીડિત દર્દીઓને સમયસર સારવાર ન મળે તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે.


    આ દુર્લભ બીમારીથી પીડિત દર્દીનો જીવ બચાવવા માટે ટેક્સાસના ડોક્ટરોએ તેના શરીરમાં એક ખાસ ઉપકરણ લગાવ્યું હતું. તેની મદદથી શરીરમાં લોહીનો પ્રવાહ ચાલુ રહે છે. તેને હૃદયના ધબકારાની જરૂર નથી. ડૉક્ટરોએ લુઈસનું હૃદય કાઢી નાખ્યું અને આ ઉપકરણને તેના શરીરમાં ઈમ્પ્લાન્ટ કર્યું. હૃદય વિના લુવિસ એક મહિના કરતાં વધુ સમય સુધી જીવતો હતો.

    આ પણ વાંચોઃ ઉત્તરાયણને લઈને રાજ્ય સરકારનું જાહેરનામું

    લુઇસની પત્નીએ સર્જરી માટે મંજૂરી આપી હતી


    લુઇસના શરીરમાં ઉપકરણ લગાવતા પહેલાં ડૉક્ટરોએ તેનું પરીક્ષણ પણ કર્યું હતું. લુઈસ પાસે બહુ ઓછો સમય હતો. તેથી જ તેની પત્ની લિન્ડાએ ડોક્ટરોને તેના પતિના શરીરમાં ઉપકરણ લગાવવાની પરવાનગી આપી હતી. આ ઉપકરણ પહેલાં તેના શરીરમાં ડાયાલિસિસ મશીન, બ્રેથિંગ મશીન અને પંપ લગાવવામાં આવ્યા હતા. જો કે, આ બીમારીને કારણે લુઈસનું લિવર અને કિડની પણ ડેમેજ થઈ ગઈ હતી. એપ્રિલ 2011માં તેમનું નિધન થયું હતું. જો કે, લુઇસ એક મહિનાથી વધુ સમય સુધી શ્વાસ વગર જીવ્યો હતો.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: OMG, OMG News, OMG story

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन