બકરા તૈમૂરે કરી વાઘથી મિત્રતા, અને પછી જે થયું વીડિયોમાં જોઇ લો!

News18 Gujarati
Updated: November 9, 2019, 10:29 AM IST
બકરા તૈમૂરે કરી વાઘથી મિત્રતા, અને પછી જે થયું વીડિયોમાં જોઇ લો!
વાઘ અને તૈમૂર બકરો

બકરા તૈમૂરે કરી વાઘથી મિત્રતા, પણ વર્ચસ્વની લડાઇએ પાડી તિરાડ

  • Share this:
શિકાર અને શિકારી મિત્રના બની શકે અને તેમાં પણ ખાસ કરીને વાઘ અને બકરો. પણ એકલતા તમને ધણું શીખવી દે છે. અને કદાચ આવું જ થયું રશિયાના એક સફારી પાર્કમાં. રુસના સફારી પાર્કમાં અમૂર નામના સાઇબેરિયન વાઘ અને બકરા તૈમૂર વચ્ચે જોવા મળી અદ્દભૂત મિત્રતા. પણ આ મિત્રતામાં જ્યારે આધિપત્યનો સવાલ ઊભો થયો તો પડી તિરાડ!

વાત છે 2015ની, જ્યારે સફારી પાર્કમાં સાઇબેરિયન વાઘ અમુરના ભોજન માટે તેના વાડામાં એક તૈમૂર નામના બકરાને મોકલવામાં આવ્યો. પણ નવાઇની વાત એ થઇ કે વાઘે તેને હાથ પણ ન લગાડ્યો. તો બીજી તરફ બકરાને પણ થયું આ વાઘથી ડરવા જેવું કંઇ નથી. અને બસ બંને સારા મિત્રો બની ગયા. એક સાથે ખાવાનું ખાતા, આસપાસ ફરતા અને એક સાથે રમતા પણ. સફારી પાર્કના નિર્દેશક દિમિત્રી મેજેત્સેવે આ અંગે જાણકારી આપી હતી. મેજેત્સેવે કહ્યું કે આ બંનેની મિત્રતા એટલી વધી ગઇ હતી કે વાઘે બકરાને શિકાર કેવી રીતે કરવો તે પણ શીખવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે પછી બંને વચ્ચે વર્ચસ્વની લડાઇ શરૂ થઇ ગઇ. મેજેંત્સેવે કહ્યું કે તૈમૂરે લગભગ એક મહિના સુધી વાઘને હેરાન કર્યો.


2016માં વાઘ ત્યારે ગુસ્સે ભરાયો જ્યારે બકરો તેની ઉપર ચડી ગયો. તે પછી તેને તૈમૂરને પકડીને પહાડની નીચે ફેંકી દીધો. આ પછી વાઘ અને બકરાને અલગ કરી દેવામાં આવ્યા. પણ તે પછી તૈમૂરની તબિયત બગડી ગઇ. અને 5 નવેમ્બરના રોજ પ્રાકૃતિક કારણોથી બકરા તૈમૂરની મોત થઇ ગઇ. વળી આ બકરાનું પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વળી પાર્કના કર્મચારીઓએ આ બકરાની સારવાર માટે તેને મોસ્કો પણ મોકલ્યો હતો. પણ તેને બચાવી ન શકાયો. પાર્કના અધિકારીઓ હવે તૈમૂરની કબર પર કાંસ્ય સ્મારક બનાવાનું વિચારી રહ્યા છે. વળી અનેક રશિયાના નાગરિકોએ તૈમૂરની મોત પર દુખ વ્યક્ત કર્યું છે.
First published: November 9, 2019
વધુ વાંચો
अगली ख़बर