Home /News /eye-catcher /Goat of kyiv: રશિયન સેના પર ભારે પડી એક યુક્રેનની 'બકરી', આ હરકતથી 40 સૈનિકોને ઉડાવ્યા
Goat of kyiv: રશિયન સેના પર ભારે પડી એક યુક્રેનની 'બકરી', આ હરકતથી 40 સૈનિકોને ઉડાવ્યા
પ્રતિકાત્મક ફોટો
Goat of Ukraine: રશિયન પક્ષ યુક્રેનના શહેરો પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. યુક્રેનના સૈનિકો પણ આ હુમલાનો જવાબ આપી રહ્યા છે. આ બધાની વચ્ચે યુક્રેનની એક બકરીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જેના કારણે 40 રશિયન સૈનિકો ખરાબ રીતે ઘાયલ થયા છે.
Ukrainian goat injures Russian soldiers: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ (Russia Ukraine War) હવે પાંચમા મહિનામાં પહોંચી ગયું છે. રશિયન પક્ષ યુક્રેનના શહેરો પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. યુક્રેનના સૈનિકો પણ આ હુમલાનો જવાબ આપી રહ્યા છે. આ બધાની વચ્ચે યુક્રેનની એક બકરીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જેના કારણે 40 રશિયન સૈનિકો ખરાબ રીતે ઘાયલ થયા છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, દક્ષિણપૂર્વ યુક્રેનના ઝાપોરિઝિયા ઓબ્લાસ્ટના કિન્સ્કી રોઝદોરી ગામમાં રશિયન સૈનિકો ગ્રેનેડની જાળ બિછાવી રહ્યા હતા. હોસ્પિટલની આસપાસ આવા વાયરો નાખવામાં આવ્યા હતા. આ દરમિયાન એક બકરી (goat of ukraine) ત્યાં પહોંચી હતી અને તેને એક એવી હરકત કરી કે જોત જોતમાં 40 સૈનિકોને ગંભીર અસર થઈ હતી.
યુક્રેનના મુખ્ય ગુપ્તચર નિર્દેશાલયે જણાવ્યું હતું કે બકરી વાયર સાથે અથડાવાને કારણે ગ્રેનેડ ફાટ્યો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 40 જવાનો ઘાયલ થયા છે. બકરીની હિલચાલ દ્વારા કેટલાય ગ્રેનેડ બ્લાસ્ટ થઈ ગયા હતા. ડિરેક્ટોરેટે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્ફોટોના પરિણામે પુતિનના સૈનિકોને (Russian Soldiers) અલગ અલગ પ્રકારની ઘણી ઇજાઓ થઈ હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે બકરી બચી છે કે નહીં.
સોશિયલ મીડિયા પર આ બકરીને 'ગોટ ઓફ કિવ' કહેવામાં આવી રહી છે. તે યુક્રેનિયન ઇન્ટેલિજન્સ પાઇલટ 'ઘોસ્ટ ઓફ કિવ'ની યાદ અપાવે છે, જેણે યુદ્ધ દરમિયાન રશિયાના અનેક વિમાનોને તોડી પાડ્યા હતા. આ બકરી પહેલું પ્રાણી નથી જેણે યુક્રેનને આ ભીષણ યુદ્ધમાં મદદ કરી હોય. પેટ્રોન નામના જેક રસેલ કૂતરાએ યુક્રેનિયન સૈનિકોને લડાઈ દરમિયાન 200 થી વધુ વિસ્ફોટો સુંઘવામાં મદદ કરી હતી.
34,100 રશિયન સૈનિકો માર્યા ગયા
યુક્રેનનો દાવો છે કે 24 ફેબ્રુઆરીથી 21 જૂન વચ્ચે યુક્રેનિયન દળોએ 34,100 રશિયન સૈનિકોને માર્યા છે. મંગળવારે યુક્રેનની સેનાએ 26 રશિયન સૈનિકોને મારી નાખ્યા હતા. રશિયન સૈનિકોએ ખાર્કિવના ઔદ્યોગિક જિલ્લામાં ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા 7 નાગરિકો ઘાયલ થયા.
યુદ્ધની વચ્ચે, રશિયાએ યુક્રેનમાંથી બે ભૂતપૂર્વ અમેરિકન સૈનિકોને પકડી લીધા છે, તેમના નામ એલેક્ઝાન્ડર ડ્રક અને એન્ડી હુઈન છે. રશિયાનો દાવો છે કે આ બંને યુક્રેન વતી યુદ્ધમાં સામેલ હતા. યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે આ બંને રશિયા સામે લડવા માટે પોતાની રીતે યુક્રેનની સેનામાં જોડાયા હતા.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર