મહિલાનો દાવો- એલિયન્સ 50 વખત અપહરણ કરી ગયા, શરીર પર બનાવે છે ખાસ નિશાન

અલિયન્સ અપહરણ કરી ગયાનો મહિલાનો દાવો.

બ્રિટનમાં રહેતી મહિલાએ દાવો કર્યો છે કે, તેણી નાની હતી ત્યારથી એલિયન્સ તેણીનું અપરણ કરી જાય છે. એલિયન્સ તેણીને UFOમાં અલગ અલગ ટેક્નોલોજી બતાવે છે. આ ટેક્નોલોજી હજુ સુધી પૃથ્વી પર વિકસી નથી.

  • Share this:
    લંડન: એલિયન છે કે નહીં તેના પર ખૂબ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. અનેક લોકોએ UFO (Unidentified flying object) જોયાનો દાવો કર્યો છે. જોકે, ક્યારેય તેનો માની શકાય તેવો પુરાવો નથી મળ્યો. જો ક્યારેય કોઈ પુરાવો મળે તો તેને ખોટો સાબિત કરવામાં આવે છે. હવે બ્રિટનના બ્રેડફોર્ડમાં રહેતી 50 વર્ષની પૌલા સ્મિથે (Paula Smith) દાવો કર્યો છે કે એલિયને તેણીનું ઓછામાં ઓછા 50 વખત અપહરણ (Kidnapping) કર્યું છે. પૌલા કહે છે કે અલિયન તેણીનું અપહરણ કરી જાય છે અને બીજી દુનિયાની સફર કરાવે છે. એલિયન UFOમાં તેણીનું અપહરણ કરે છે.

    પુરાવા આપ્યા

    પૌલા કહે છે કે તેણી બાળકી હતી ત્યારેથી એલિયન્સ તેણીનું અપહરણ કરતા આવ્યા છે. આવું 50થી વધારે વખત બની ચૂક્યું છે. પૌલા પાસે આ અંગેના પુરાવા પણ છે. પૌલાએ પોતાના શરીર પર બનેલા નિશાન બતાવ્યા છે. તેણીનું કહેવું છે કે જ્યારે પણ એલિયન અપહરણ કરે છે ત્યારે શરીર પર ખાસ પ્રકારના નિશાન કરે છે. આ ખાસ પ્રકારના નિશાન હોય છે. આ નિશાનનો એલિયનની દુનિયા સાથે ખાસ સંબંધ હોય છે.

    આ પણ વાંચો: સુરતમાં હીરા બજારમાં મંદી વચ્ચે મોટો આંચકો, હીરા વેપારી 50 કરોડનું ઉઠમણું કરીને ભાગી ગયાની ચર્ચા

    કોઈ ચેતવણી આપ્યા વગર ઉઠાવી જાય છે

    પૌલાના જણાવ્યા પ્રમાણે એલિયન્સ અત્યારસુધી તેણીનું 52 વખત અપહરણ કરી ગયા છે. એલિયન લઈ જતા પહેલા કોઈ ચેતવણી આપતા નથી. પૌલાના પરિવારના લોકો કહે છે કે તેણી અચાનક ઘરમાંથી ચાર કે પાંચ કલાક માટે ગાયબ થઈ જાય છે. પૌલા કહે છે કે આ દરમિયાન તેણી UFOમાં એલિયન્સ સાથે રહે છે. જેઓ તેણીને અલગ અલગ પ્રકારની ટેક્નોલોજી બતાવે છે. આ એવી ટેક્નોલોજી છે જે પૃથ્વી પર હયાત નથી.

    આ પણ વાંચો: ખુરશી મોહ: સુરતમાં ભાજપના નગરસેવિકા ડેપ્યુટી કમિશનરની ખુરશીમાં બેસી ગયા!

    કરી દે છે બેભાન

    પૌલા કહે છે કે અપહરણ કર્યા બાદ તેણીને અજીક પ્રકારના દવા આપવામાં આવે છે. જેનાથી તેણી ભાગવા માંગવા છતાં ભાગી નથી શકતી. પૌલા ખૂબ કમજોર થઈ જાય છે. એલિયન પૌલાને સમુદ્ર અને આકાશનો રંગ બદલાવીને બતાવે છે. પૌલાએ એક પેઇન્ટિંગ પણ બનાવ્યું છે, જેમાં તેણીએ બતાવ્યું છે કે જે એલિયન્સ તેણીનું અપહરણ કરી જાય છે તે વાસ્તવમાં કેવા દેખાય છે?

    આ પણ વાંચો: અમદાવાદ: 'સાસુ કહેતા તું કાળી છે, સસરા કહેતા તારામાં ભૂત છે, પતિ કહેતો તું બીજા સાથે ચાલુ છે'

    પૌલાએ જ્યારે પોતાના અનુભવ વિશે લોકોને જણાવ્યું ત્યારે અનેક લોકોએ તેણીને પાગલ કહી હતી. જોકે, પૌલા કહે છે કે તેણીને આનાથી કોઈ ફરક નથી પડતો. પૌલાએ કહ્યું છે કે, આવા અન્ય લોકો પણ હશે જેઓ એલિયન્સને મળી ચૂક્યા છે, આ લોકોએ સામે આવવું જોઈએ.
    Published by:Vinod Zankhaliya
    First published: