ઑનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી, જાણો ક્યારે અને શા માટે શરૂ કર્યું આ કામ!

ઑનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી, જાણો ક્યારે અને શા માટે શરૂ કર્યું આ કામ!
જેસિકા શૉ.

જેસિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "હું નથી ઇચ્છતી કે મારી દીકરીઓએ ભવિષ્યમાં આવું કંઈ કરવું પડે. મારા કામ વિશે લોકોને કંઈ વિચારવાની છૂટ છે. હું પરિવાર માટે આ કામ કરી રહી છું."

 • Share this:
  નવી દિલ્હી: પેટ માણસને કંઈ પણ કરવા માટે મજબૂર કરે છે. ઇંગ્લેન્ડની એક મહિલાએ ઘર ચલાવવા અને તેના ચાર બાળકનું ભરણપોષણ કરવા માટે એવું કામ શરૂ કર્યું છે, જેનાથી તે મિનિટના પાંચ પાઉન્ટ એટલે કે 500 રૂપિયાની કમાણી કરી લે છે. આ માટે મહિલાએ પોતાની જૂની નોકરી છોડી દીધી છે. ઇંગ્લેન્ડના યોર્ક (York) શહેરમાં રહેતી 32 વર્ષીય જેસિકા શૉ (Jessica Shaw)ને ચાર બાળકો છે. જેમાં બે છોકરા અને બે છોકરી છે. બાળકોની ઉંમર ચાર વર્ષથી 15 વર્ષ છે. આ પહેલા જેસિકા બાર મેઇડ અને બાળકોની દેખરેખનું કામ કરતી હતી. પરંતુ તેનાથી તેણી એટલી કમાણી કરી શકતી ન હતી જેનાથી તે પોતાના ચારેય બાળકોનું ધ્યાન રાખી શકે. અનેક વખત એવું થતું હતું કે બાળકોને સાંજનું ભોજન પણ મળતું ન હતું. જેસિકા બાળકોને નવા કપડાં અને સારા રમકડાં પણ અપાવી શકતી ન હતી.

  નવો આઇડિયા: ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસને પગલે જ્યારે લૉકડાઉન લાગ્યું ત્યારે જેસિકાને ઑનલાઇન ડેટિંગ અને વેબકેમ ફ્લર્ટિંગ વિશે માહિતી મળી હતી. જેસિકાએ આ અંગે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું અને જે બાદમાં વેબકેમના માધ્યમથી ઇન્ટરનેટ પર અજાણ્યા લોકો સાથે મજા કરાવતી વાતો કરવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે જેસિકા વધારે પૈસા કમાવી લાગી હતી.  તસવીરો જીઓ: શામળાજી મંદિર પરિસર ખાતે સેલ્ફી લેવાના ચક્કરમાં મહિલા પૌરાણિક વાવમાં પટકાઈ, મોત  જેસિકાએ એક મિનિટના પાંચ પાઉન્ડ એટલે કે 500 રૂપિયા ફી લેવાનું શરૂ કર્યું હતું. તેણીએ મહિલાઓ અને પુરુષો સાથે કામુક વાતો કરવાની શરૂ કરી હતી. આ સાથે જ પરિણીત લોકો પણ તેણી સાથે જોડાવા લાગ્યા હતા. અનેક યુવાઓ પણ તેણીની સેવા સાથે જોડાયા છે. જે બાદમાં જેસિકાએ પોતાનું જૂનું કામ છોડી દીધું હતું. સારી કમાણી કરવાને કારણે તેણી પોતાના બાળકોનું પણ સારી રીતે ધ્યાન રાખવા લાગી હતી. તેમને ફરવા માટે બહાર લઈ જતી હતી અને સારી સારી ભેટ પણ આપતી હતી.

  આ પણ વાંચો: આજથી સસ્તું સોનું ખરીદવાનો મોકો, ટેક્સમાં છૂટની સાથે ડિસ્કાઉન્ટ પણ મળશે, જાણો સંપૂર્ણ જાણકારી

  જેસિકાની કમાણી: જેસિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હવે આ મારો વ્યવસાય બની ગયો છે. અનેક રાત એવી પણ હોય છે જ્યારે હું હજાર પાઉન્ડની કમાણી કરી લઉં છું. ક્યારેક તો હું એક રાતમાં પાંચ હજાર પાઉન્ડની કમાણી કરી લઉં છું. લોકો મારા વિશે કોઈ પણ અભિપ્રાય બાંધી શકે છે. હું આ કામ મારા પરિવાર માટે કરું છું. હું કંઈ જ ખોટું નથી કરી રહી. આ તમામ એક કોમ્પ્યુટર સ્ક્રિન સામે થાય છે, એ પણ ત્યારે જ્યારે મારા બાળકો ઊંઘી જાય છે."

  જેસિકાએ વધુમાં કહ્યું કે, "હું મારા બાળકોને પહેલાથી સારી જિંદગી આપવા માટે આવું કરી રહી છું. હું બે નોકરી કરી રહી હતી છતાં મારા બાળકોનું સારી રીતે પાલન-પોષણ કરી શકતી ન હતી. હું સિંગલ પેરન્ટ હોવાથી બધું એકલા હાથે કરવું પડે છે."

  આ પણ જુઓ-

  જેસિકાએ કહ્યુ કે, અનેક વખત એવું બન્યું છે જ્યારે હું ઘરનું ભાડું અથવા બાળકોને ભોજન આપી શકતી ન હતી. જેસિકાએ કહ્યુ કે તેણી પોતાના પરિવાર માટે કંઈ પણ કરી શકે છે. હું આને એક નોકરી જ સમજું છું. કારણ કે તેનાથી હું મારા બાળકોના સારા ભવિષ્ય વિશે વિચારી શકુ છું. હું અત્યારે આવું એ માટે કરી રહી છું જેનાથી મારી દીકરીઓએ મોટા થઈને ભવિષ્યમાં આવું કંઈ ન કરવું પડે.
  Published by:Vinod Zankhaliya
  First published:January 11, 2021, 11:28 am