Home /News /eye-catcher /

UKનો Vicky Donor: 138 બાળકોનો બાપ છે આ 66 વર્ષીય વ્યક્તિ! સોશિયલ મીડિયા મારફતે શોધે છે ગ્રાહકો

UKનો Vicky Donor: 138 બાળકોનો બાપ છે આ 66 વર્ષીય વ્યક્તિ! સોશિયલ મીડિયા મારફતે શોધે છે ગ્રાહકો

ક્લાઇવ જોન્સ (Clive Jones) પાછલા 10 વર્ષોથી સ્પર્મ ડોનેશન (Sperm donation)નું કામ કરી રહ્યો છે. (Photo- BPM)

UK Sperm Donor: 66 વર્ષનો ક્લાઇવ જોન્સ (Clive Jones) પાછલા 10 વર્ષોથી સ્પર્મ ડોનેશન (Sperm donation)નું કામ કરી રહ્યો છે. અત્યારસુધીમાં તે 129 બાળકોનો બાયોલોજિક પિતા (Man Biological father of 129 kids) બની ચૂક્યો છે. તે ફેસબુક દ્વારા તેના ગ્રાહકો સાથે જોડાય છે.

વધુ જુઓ ...
    UK Sperm Donor: દુનિયામાં ઘણા એવા પુરુષ હોય છે જે કોઈ શારીરિક સમસ્યાના કારણે પિતા (infertile men) નથી બની શક્તા. એવામાં તેઓ સ્પર્મ ડોનર્સ (Sperm Donor)ની શોધમાં રહે છે જેના દ્વારા તે અને તેની પત્ની પોતાના પરિવારને આગળ વધારી શકે. સ્પર્મ ડોનરનું કામ સરળતાથી સમજવું હોય તો તમે આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ વિક્કી ડોનર (Vicky Donor)ને જોઈને સમજી શકો છો. અત્યારે બ્રિટનમાં એક વ્યક્તિ ખૂબ ચર્ચામાં છે જે સ્પર્મ ડોનેશનનું કામ કરી કરીને અત્યાર સુધી 129 બાળકો (Britain Sperm Donor Father of 138 Kids)નો પિતા બની ચૂક્યો છે.

    66 વર્ષના ક્લાઇવ જોન્સ (Clive Jones) પાછલા 10 વર્ષોથી સ્પર્મ ડોનેશન (Sperm donation)નું કામ કરી રહ્યો છે. તેના યોગદાનથી તે હજુ સુધી 129 બાળકોનો બાયોલોજિક પિતા (Man Biological father of 129 kids) બની ચૂક્યો છે અને જલ્દી જ 9 વધુ બાળકો પેદા થવાના છે જેના પછી તે 138 બાળકોનો પિતા બનશે. ક્લાઇવનું કહેવું છે કે તે 150 સુધી પહોંચીને આ કામને અલવિદા કહી દેશે. પરંતુ આ બધું ક્લાઇવ માટે એટલું સરળ નથી.

    આ પણ વાંચો: નાનીએ જ પોતાના દોહિત્રને આપ્યો જન્મ! ગર્ભાશય વગર પેદા થઈ હતી દીકરી

    10 વર્ષ પહેલા આવ્યો હતો આ આઈડિયા

    ધ સન વેબસાઈટના અહેવાલ મુજબ ક્લાઈવ સત્તાવાર રીતે સ્પર્મ ડોનર નથી કારણ કે યુકેમાં દાતા બનવાની મહત્તમ ઉંમર 45 વર્ષ છે. આ કારણે તે ફેસબુક દ્વારા તેના ગ્રાહકો સાથે જોડાય છે અને તેમની જરૂરિયાતો પૂરી કરે છે. મોટી વાત એ છે કે તે આ સેવા માટે પૈસા લેતો નથી. તે કહે છે કે કોઈને ખુશી આપીને, કોઈનો પરિવાર સેટ કરીને તેને ઘણું સુખ મળે છે. તેને આ વિચાર 9-10 વર્ષ પહેલા ન્યુઝપેપરમાં એક લેખ વાંચીને આવ્યો હતો જ્યારે તેણે જોયું કે બાળક વિના લોકોને કેટલી માનસિક પીડા સહન કરવી પડે છે.

    આ પણ વાંચો: Weird! નાક-કાન કાપીને ‘શેતાન’ બની ગયો માણસ, 30 લાખ રૂપિયા ઉડાવ્યા બાદ આવો દેખાય છે

    મુશ્કેલીમાં મુકાયો ક્લાઇવ

    હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટીએ ક્લાઇવના આ કામને લઈને એક ચેતવણી જાહેર કરી છે. વાસ્તવમાં ક્લાઈવ તેની વેનમાં સ્પર્મ ડોનેશનનું કામ કરે છે અને ઓથોરિટીની કડક સૂચના છે કે તમામ દાતાઓ અને દર્દીઓએ સ્પર્મ ડોનેશન અને તે ખરીદવાનું કામ યુકે-લાયસન્સ ધરાવતા ક્લિનિક દ્વારા જ કરવાનું રહેશે. ઓથોરિટીનું કહેવું છે કે ક્લિનિક દ્વારા ઓપરેટ કરવાથી દાતા અને ગ્રાહકો બંનેને સ્પર્મ ડોનેશનની ઇફેક્ટ તથા અન્ય મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતગાર કરી શકાય છે. ક્લાઈવનું આ વિશે કહેવું છે કે તે વેનમાંથી ઓપરેટ કરે છે અને સીધા પોતાના ગ્રાહકોને સ્પર્મ આપે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, OMG News, Trending news, UK, Viral news, અજબ ગજબ સમાચાર

    આગામી સમાચાર