Home /News /eye-catcher /UK Parent's Baby ‘Pakora’: યુકેના દંપતીએ બાળકનું નામ ‘પકોડા’ પરથી ‘પકોરા’ રાખ્યું; યુઝરે લખ્યું કે, ‘ચોમાસામાં બહાર ના કાઢતા, બધાં ખાઈ જશે!’

UK Parent's Baby ‘Pakora’: યુકેના દંપતીએ બાળકનું નામ ‘પકોડા’ પરથી ‘પકોરા’ રાખ્યું; યુઝરે લખ્યું કે, ‘ચોમાસામાં બહાર ના કાઢતા, બધાં ખાઈ જશે!’

આયરલેન્ડની એક ફેમશ રેસ્ટોરાંએ આ બાળકના નામ સાથે પોસ્ટ શેર કરી હતી

UK Parent's Baby ‘Pakora’: યુકેના એક દંપતીએ બાળકનું નામ ભારતની ફેમશ વાનગી પકોડા પરથી પકોરા રાખ્યું. આયરલેન્ડની એક હોટેલે આ મામલે પોસ્ટ મૂકી તો ખૂબ જ વાઇરલ થઈ હતી. લોકોએ તેમાં ઘણી રમૂજી કોમેન્ટ કરી હતી. એકે લખ્યું હતું કે, ‘ચોમાસામાં બહાર ના કાઢતા, બધાં ખાઈ જશે!’

વધુ જુઓ ...
    અમદાવાદઃ ઘણા લોકો નામ રાખવાની બાબતે વડીલોની સલાહ લેતા હોય છે તો ઘણાં લોકો બુક્સમાં કે ઇન્ટરનેટમાં સારું નામ શોધતા હોય છે. તેટલું જ નહીં, ઘણાં માતા-પિતા બાળકનું નામ કોઈ ફેમશ પર્સનાલિટી, કોઈ જગ્યા કે નોવેલના પાત્ર પરથી રાખતા તો તમે જોયાં હશે. પરંતુ આજ સુધી ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ માતાપિતાએ વાનગીના નામ પરથી બાળકનું નામ રાખ્યું હોય? હા, યુકેના એક દંપતીએ તેમના બાળકનું નામ ભારતના ખૂબ પ્રખ્યાત નાસ્તા ‘પકોડા’ પરથી ‘પકોરા’ રાખ્યું છે. ત્યારે આયરલેન્ડની એક ફેમશ રેસ્ટોરાંએ ઇન્ટરનેટ પર આ નામની જાહેરાત કરી હતી. ત્યારે નામ જાહેર કરતાં જ તે વાઇરલ થયું હતું અને અત્યાર સુધીમાં તેના પર અઢળક મીમ્સ પણ બની ગયાં છે.

    પોસ્ટ ઇન્ટરનેટમાં વાઇરલ થઈ ગઈ


    આયરલેન્ડની ફેમશ હોટેલ ધ કેપ્ટન્સ ટેબલે ઇન્ટરનેટ પર આ બાળકનું નામ ફોટા સાથે મૂક્યું હતું અને ત્યારથી જ તે વાઇરલ થયું ગયું હતું. હોટેલે તેમની પોસ્ટમાં બાળકનો ફોટો અને સાથે દંપતીએ જે નાસ્તો કર્યો હતો તેનું બિલ પણ મૂક્યું હતું. આ બિલમાં પકોડાનો પણ ઉલ્લેખ હતો. ત્યારે આ પોસ્ટમાં ઘણાં લોકોએ દંપતીને શુભેચ્છા આપી હતી તો ઘણાંએ રમૂજી કોમેન્ટ પણ કરી હતી.


    યુઝરે લખ્યું - આ મારો દીકરો, ચિકન બોલ!


    તેમાંના એક યુઝરે લખ્યું હતું કે, ‘જો આ બાળક ભારતમાં હોય તો તેને ચોમાસાના બહાર ના કાઢવો જોઈએ... બધા ખાઈ જશે!’ તો વધુ એક યુઝરે તેની દીકરીઓનો ફોટો મૂકી લખ્યું હતું કે, ‘આ મારી ચિકન અને ટિક્કા છે.’ તો વધુ એક યુઝરે તેના દીકરાનો ફોટો મૂકીને લખ્યું હતું કે, ‘આ મારો દીકરો છે, ચિકન બોલ.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Baby boy, Social media, Viral Post

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन