આશ્ચર્યચકિત કરતી સત્યઘટના! માત્ર 27 સેકન્ડમાં UKની યુવતીએ આપ્યો બાળકને જન્મ

આશ્ચર્યચકિત કરતી સત્યઘટના! માત્ર 27 સેકન્ડમાં UKની યુવતીએ આપ્યો બાળકને જન્મ
યુકેની માતાએ બાળકને 27 સેકન્ડમાં જન્મ આપ્યો

આ બનાવ 23 માર્ચે બન્યો હતો. બાળકીનું નામ મિલી રાખવામાં આવ્યું છે. તેનું આગમન ખૂબ ઝડપી હતું, પરંતુ સલામત રહ્યું હતું.

 • Share this:
  લેબર પેઈનનો (Labor Pain)  દુઃખાવો સૌથી અસહનીય હોય છે, છતાં એક મહિલા માટે માતા (Motherhood) બનવાનો અનુભવ સૌથી વધુ ખાસ હોય છે. લેબર પેઇનમાં એક સાથે અનેક હાડકા તૂટ્યા હોય તેવો દુઃખાવો થતો હોવાનું કહેવાય છે. પરંતુ યુકેની એક યુવતી જૂજ મહિલાઓ પૈકીને છે, જેને લેબર પેઈન થયું નથી. તેણે માત્ર 27 સેકન્ડમાં (Delivery of child in 27 seconds) જ બાળકને જન્મ આપ્યો હતો. આ ડિલિવરી વિશ્વની સૌથી ઝડપી ડિલિવરી હોવાનું કહેવાય છે.

  યુકેમાં (UK) સોફિ બુગ નામની 29 વર્ષીય યુવતીએ માત્ર સિંગલ પુશમાં બાળકીને જન્મ આપ્યો હતો. 27 સેકન્ડની આ ડિલિવરી તેના હેલ્પશાયરના બસિંગસ્ટોક ખાતેના ઘરે થઈ હતી. સોફિયા 38 સપ્તાહની ગર્ભવતી હતી. મીડિયા રિપોર્ટ મુજબ અડધી રાતે સોફિ ઊંઘમાંથી ઉઠીને ટોયલેટમાં હતી. પરંતુ ટોયલેટ કરવાની જગ્યાએ તેણે બાળકને જન્મ આપ્યો હતો. માત્ર એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં બાળકનો જન્મ થઈ ગયો હતો. આ સમયે તેનો 32 વર્ષીય પતિ ક્રિસ ઘરે જ હતો. બાળક સીધું તેના પતિના ખોળામા પડ્યું હતું.  આ પણ વાંચો : અમદાવાદ : સરદાર પટેલ સ્ટેડિયમમાં 'ડ્રાઇવ થ્રુ Vaccination'ની શરૂઆત, જાણો શું છે પ્રક્રિયા

  ડેઇલી મેઈલ સાથેની વાતચીતમાં સોફીએ પોતાનો અનુભવ શેર કર્યો છે. તેને જણાવ્યું હતું કે, આ બધું ખૂબ જ ઝડપી થયું. એક પળમાં હું મારા મિત્રને મેસેજ કરતી હતી, બીજી જ પળે બાળક મારા હાથમાં હતું.

  બાળકને જન્મ આપતી વખતે તેને કોઈ પણ દુઃખવાનો અનુભવ થયો ન હતો. રાત્રે તે વૉશરૂમમાં ગઈ હતી. ટોયલેટ સિટ પર બેસતા જ તેણે જોર લગાવ્યું, પરંતુ બાળકને જન્મ થવાનો ખ્યાલ આવી જતા તેણે બે હાથ આગળ રાખી દીધા હતા. બાળકનું માથું ત્યારે જ બહાર આવી ગયું. આ સાથે જ સોફીએ પતિને બૂમ પાડી મદદ માટે બોલાવી લીધો. તે ટોઇલેટમાંથી બહાર આવી સીડી પર ઉભી રહી ગઈ, એક પુશ કરતા જ બાળક બહાર આવી સીધું પતિના ખોળામાં પહોંચી ગયું.
  Published by:News18 Gujarati
  First published:May 08, 2021, 12:45 pm

  ટૉપ ન્યૂઝ