બીજા વિશ્વયુદ્ધ સમયનો જીવતો બૉમ્બ eBay પર વેચવા મૂકી આ શખ્સે ગામ ગાંડું કર્યું!

બીજા વિશ્વયુદ્ધ સમયનો જીવતો બૉમ્બ eBay પર વેચવા મૂકી આ શખ્સે ગામ ગાંડું કર્યું!
વિશ્વ યુદ્ધ બીજાના ડીફ્યૂઝ કરાયેલા બૉમ્બની ફાઇલ તસવીર (તસવીર સૌજન્ય AP)

તેણે બૉમ્બ વેચવા તો મૂકી દીધો પણ આ બૉમ્બ હજુ પણ જીવતો છે તેનો માર્કને ખ્યાલ હતો. બૉમ્બ ફૂટે તો ઈમારતો તૂટે, લોકો મરે તેનું જોખમ હતું.

 • Share this:
  ઘણી વખત લોકો જાણતા અજાણતા પોતાના અને આસપાસના અનેક લોકોના જીવ પર જોખમ ઉભું થાય તેવું કરી બેસે છે. આવું જ બ્રિટનના (UK) માર્ક વિલિયમ સાથે બન્યું છે. 51 વર્ષના માર્ક મેટલ ડિટેક્ટરિસ્ટ્સ છે. તેમણે હેમ્પશાયરના સ્વેથલિંગમાં તેના ભાઇના ઘરની નજીક ઘાસમાંથી દ્વિતીય વિશ્વયુદ્ધના યુગનો (World war-2 Bomb) બોમ્બ શોધી કાઢ્યો હતો. પોતે શોધેલી વસ્તુની ભયાનકતા અંગે તેને ખ્યાલ હતો. છતાં તેણે થોડા પૈસા કમાવા આ બૉમ્બ eBayના વિન્ટેજ વેપનમાં (Live Bomb Sell on E-bay) વેચવા મૂકી દીધો.

  તેણે eBayમાં વેચવા મુકેલા બૉમ્બ અંગે લખ્યું કે, દ્વિતીય વિશ્વયુદ્ધ સમયનો ઘાતક જર્મન બૉમ્બ, અસલી, અધિકૃત સાઉધમ્પ્ટનનું હથિયાર. તેણે બૉમ્બ વેચવા તો મૂકી દીધો પણ આ બૉમ્બ હજુ પણ જીવતો છે તેનો માર્કને ખ્યાલ હતો. બૉમ્બ ફૂટે તો ઈમારતો તૂટે, લોકો મરે તેનું જોખમ હતું.



  આ બાબતે ડેઇલી મેઈલના અહેવાલ મુજબ, સંરક્ષણ સામાનના કલેક્શનનો શોખ ધરાવનાર અને વ્યવસાયે સુરક્ષા સલાહકાર રાલ્ફ શેરવીને eBay પર આ પોસ્ટ જોઈ. તેને બૉમ્બ હજી જીવતો હોવાનો ખ્યાલ આવી જતા તુરંત ચેતવણી આપી.

  અહેવાલ મુજબ રાલ્ફે આ બૉમ્બ સોમવારે ઈ-કોમર્સ સાઇટમાં જોયો હતો. જેના ડિસ્ક્રીપશનમાં માર્કે આ બૉમ્બ યુઝડ તરીકે દર્શાવ્યો હતો. જેથી રાલ્ફે માર્કને તાત્કાલિક મેસેજ કરી બૉમ્બ હજુ જીવંત હોવાની જાણ કરી હતી. સામા પક્ષે માર્કે તેને બૉમ્બ જીવંત હોવા અંગે કેવી રીતે ખબર તેવો સવાલ કર્યો હતો. રાલ્ફે માર્કને કહ્યું કે તે મેટલ ડિટેક્ટરિસ્ટ્સ છે અને સાઉધમ્પ્ટનના બાળકોના રમતના મેદાનમાં તેણે અગાઉ ખોદી કાઢ્યો હતો. રાલ્ફે માર્કને બોમ્બના ખતરા અંગે સમજાવ્યું. તેને બૉમ્બ વેચવો નહીં, લોકોને દૂર તેનાથી દૂર રાખવા તેવી સલાહ પણ આપી હતી.

  જોકે, માર્કે રોલ્ફની વાત માની નહીં. જેથી રોલ્ફે હેમ્પશાયર પોલીસને જાણ કરી. પોલીસે તેનું સરનામું શોધી જગ્યાને 50 મીટર કોર્ડન કરી લીધી હતી. પોલીસે પરિવારને ઘરમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો. વિસ્તારને કોર્ડન કર્યા બાદ ફાયર અને આર્મી એક્સપ્લોસીવ ડિસ્પોઝલ ટીમ પણ આવી પહોંચી હતી.

  ડેઇલી મેઇલને eBayના પ્રવક્તાએ જણાવ્યું કે, અનસ્પ્લોલ્ડ બોમ્બ્સ જેવા જોખમી હથિયારને વેબસાઇટ પર નોંધવાની મંજૂરી નથી. બૉમ્બ વેચનારને ઝડપથી ઓળખવા અને શોધવા માટે હેમ્પશાયર પોલીસ સાથે મળીને કામ કર્યું હતું.
  Published by:News18 Gujarati
  First published:May 24, 2021, 12:36 pm

  ટૉપ ન્યૂઝ