'ઢીંગલા' જેવા દેખાવાના અભરખામાં યુવાને રૂ. 10 લાખથી વધુ ખર્ચી નાખ્યા, હજુ સર્જરી કરાવવાની બાકી!

તાજેતરમાં કોસ્મેટિક સર્જરીના ફેન ગણાતા એક યુવાને બાર્બીના હેન્ડસમ હન્ક, કેન ડૉલ જેવા દેખાવા માટે 14,000 ડોલર એટલે કે રૂ. 10 લાખ જેવડી તોતિંગ રકમ ખર્ચી હોવાનું જાણવા મળે છે.

તાજેતરમાં કોસ્મેટિક સર્જરીના ફેન ગણાતા એક યુવાને બાર્બીના હેન્ડસમ હન્ક, કેન ડૉલ જેવા દેખાવા માટે 14,000 ડોલર એટલે કે રૂ. 10 લાખ જેવડી તોતિંગ રકમ ખર્ચી હોવાનું જાણવા મળે છે.

  • Share this:
કોસ્મેટિક્સ સર્જરી પાછળ લાખો- કરોડોનો ખર્ચ કરનાર ઘણા લોકો છે. કોઈ વ્યક્તિએ સર્જરી કરાવી હોવાના અવારનવાર અહેવાલ પ્રકાશિત થાય છે. એમાં પણ ખાસ કરીને બાર્બી ડૉલ જેવું દેખાવા માટે યુવતીઓએ કરાવેલી સર્જરીના કિસ્સા ઘણા છે. ત્યારે તાજેતરમાં કોસ્મેટિક સર્જરીના ફેન ગણાતા એક યુવાને બાર્બીના હેન્ડસમ હન્ક, કેન ડૉલ જેવા દેખાવા માટે 14,000 ડોલર એટલે કે રૂ. 10 લાખ જેવડી તોતિંગ રકમ ખર્ચી હોવાનું જાણવા મળે છે.

કોસ્મેટિક સર્જરી કરાવનાર 22 વર્ષીય યુવાનનું નામ જીમી ફેથેરસ્ટોન છે. જેણે લીપ ફિલર્સ, ગાલ પ્રત્યારોપણ, બોટોકસ અને વેનર્સની સર્જરી ગત વર્ષે કરાવી હતી. ત્યારે આ તો હજુ શરૂઆત છે, તેમ ઢીંગલા જેવું દેખાવા માંગતા જીમીનું કહેવું છે.

ઉત્તર-પૂર્વી ઇંગ્લેન્ડના નાના શહેર હૈલિંગ ફ્રોમ હલમાં ફેથેરસ્ટોન તેના મિત્રના બુટિકમાં ડિરેક્ટર તરીકે કામ કરે છે. સાઉથ વેસ્ટ ન્યૂઝ સર્વિસ(SWNS) સાથેની મુલાકાતમાં ફેથેરસ્ટોને કહ્યું કે, તે કેન ઢીંગલા જેવો બનવા માંગે છે. કારણ કે તેનું "પ્લાસ્ટિક ફેન્ટાસ્ટિક" છે અને તે અમેઝિંગ દેખાય છે.

ઉલ્લેખનીય છે કે, તે નાની ઉંમરેથી જ અન્ય લોકો કરતા અલગ દેખાવાનો પ્રયત્ન કરતો હતો. લીપ ફિલર્સ, ગાલ પ્રત્યારોપણ, અને બોટોકસ અને વેનર્સની સર્જરી કરાવ્યા બાદ હવે તે નાકની સર્જરી કરાવશે. તેને વધુમાં વધુ પ્લાસ્ટિક જેવું દેખાવાનો ઈરાદો છે. 16 વર્ષની ઉંમરે તેની કોલેજ છૂટી ગઈ હતી. ત્યારથી તે અલગ અલગ નોકરીઓ કરી પૈસા કમાય છે. તેણે મહેનતથી કમાયેલા પૈસા કેન ડોલ દેખાવાના અભરખા પાછળ ખર્ચાઈ જાય છે. કોસ્મેટિક પ્રક્રિયાઓ અને તેની જાળવણી ખૂબ મોંઘી હોય છે.

તે પોતાના વાળની સ્ટાઇલ પાછળ દર અઠવાડિયે પૈસા ખર્ચે છે. તેના લીપ અને ચીક ફિલર્સ પાછળ 400 ડોલરનો ખર્ચો થઈ જાય છે. આ તોતિંગ ખર્ચ તેની કોસ્મેટિક સર્જરી પૂરતો સીમિત નથી. આ મહિનાની શરૂઆતમાં ફેથેરસ્ટોને જન્મદિવસની ઉજવણીમાં 3,000 ડોલર ખર્ચી નાખ્યા હતા. આ પાર્ટી અંગે તેનું કહેવું છે કે, તે ખૂબ જ "ક્લાસિક" અને "ફેબ્યુલસ" હતી. લોકોએ જન્મદિવસની પાર્ટીને લગ્ન પ્રસંગ સાથે સરખાવી હતી.

સુરતનાં ગોઝારા અગ્નિકાંડને થયા બે વર્ષ, 14માંથી 9 આરોપીઓ જામીન પર છે 

પોતાના ઉડાઉ શોખ વિશે વધુ વાત કરતા ફેથરસ્ટોને કહ્યું કે, તે બહાર જાય અને લોકોને તેના વિશે વાત રહે તેવું મને ગમે છે. પાર્ટી હોય ત્યારે તેને લિમો કાર અને મેકઅપ આર્ટિસ્ટ જોઈએ. જીવનમાં સુંદર વસ્તુઓ ગમતી હોવાનું તેનું કહેવું છે.તે યુકેના આગામી રિયાલિટી શોમાં જોવા મળશે. સેટ પર તેને પ્રેમ મળી જાય તેવી પણ અપેક્ષા છે. તેનો પૂર્વ પ્રેમી તેના પિતા કરતા પણ મોટો હતો. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે તે વયસ્ક પુરુષો તરફ આકર્ષિત થાય છે. ફેથરસ્ટોને આ પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે તેની ઉંમરનો કોઈ વ્યક્તિ તેને ઇચ્છે તે જીવનશૈલી આપી શકશે નહીં. કોઈ વૃદ્ધ વ્યક્તિ જેણે પહેલેથી જ પૈસા કમાયા છે, તે તેની ભવ્ય જીવનશૈલીનો ખર્ચ કરી શકે.

અમદાવાદ: L. G. હૉસ્પિટલમાં સફાઈ કામદારોનો હોબાળો, વર્ગ 4ના કર્મીને સરાવાર ન મળતા મોત થયાનો આક્ષેપ

તે ઈન્ટરનેટ પર તેની સામેના ટ્રોલને પણ સકારાત્મક લે છે. જો લોકો તેના વિશે વાત કરતા હોય તો તેણે કંઈક સારું જ કર્યું હોવું જોઈએ. અન્ય લોકો બાબતે તે દરકાર કરતો નથી તેવું તેનું કહેવું છે.
First published: