સમાગમ વખતે પુરુષના પ્રાઇવેટ પાર્ટમાં વર્ટિકલ ફ્રેક્ચર, UKમાં દુનિયાનો પ્રથમ કેસ નોંધાયો

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

British man Vertically penile fracture: ટેલીગ્રામના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 1924થી પુરુષોના પ્રાઇવેટ પાર્ટમાં ફ્રેક્ચરના કુલ 1600 કેસ સામે આવ્યા છે. રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે 50 ટકા કેસમાં ક્રેકનો અવાજ પણ સંભળાયો હતો.

 • Share this:
  લંડન: બ્રિટનમાં એક વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટ (Private part) સાથે જોડાયેલો એવો કેસ સામે આવ્યો છે જેને જાણીને ડૉક્ટર્સ પણ પરેશાન છે. હકીકતમાં સેક્સ દરમિયાન આ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટમાં ત્રણ સેન્ટીમીટર ફ્રેક્ટર (British man Vertically penile fracture) થઈ ગયું હતું. જોકે, એવું નથી કે સેક્સ દરમિયાન કોઈ વ્યક્તિ સાથે પ્રથમ વખત આવું બન્યું હોય. પરંતુ સામાન્ય રીતે ફ્રેક્ચર હૉરિજૉન્ટલ (Horizontal Penile fracture) રીતે થાય છે પરંતુ આ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટમાં વર્ટિકલ રીતે ફ્રેક્ચર થયું છે.

  ઉલ્લેખનીય છે કે પુરુષની ઇન્દ્રીયમાં કોઈ હાડકું નથી હોતું. જોકે, તેમાં ફ્રેક્ચર થવાનું જોખમ રહેલું છે. આ વ્યક્તિનો કેસ બ્રિટિશ મેડિકલ જર્નલ (British Medical Journal)માં છપાયો છે. ડૉક્ટર્સે કહ્યુ છે કે આ પહેલા પ્રાઇવેટ પાર્ટમાં ફ્રેક્ચર થવાના જેટલા પણ કેસ સામે આવ્યા છે તે તમામ ફ્રેક્ચર હૉરિઝોન્ટલ હતા.

  જોકે, આ વખતે Tunica Albuginea સમસ્યા જોવા મળી છે. જે ઇરેક્ટાઇલ ટિશ્યૂ આસપાસ એક એવું પ્રૉટેક્ટિવ લેયર હોય છે જે આ હિસ્સામાં લોહી પહોંચાડવાનું કામ કરે છે. ડૉક્ટરોએ એવું સ્પષ્ટ નથી કર્યું કરે સેક્સ દરમિયાન આ વ્યક્તિની પોઝીશન કઈ હતી.

  આ પણ વાંચો: કોર્પોરેશને 55 વર્ષીય જીવિત વ્યક્તિને ફોન કરીને કહ્યુ, 'તમારું ડેથ સર્ટિફિકેટ તૈયાર છે'

  આ અંગે યૂરોલોજિસ્ટ્સનું કહેવું છે કે પ્રાઇવેટ પાર્ટ્સમાં 88% કેસ સેક્સ દરમિયાન બને છે. પ્રાઇવેટ પાર્ટ્સ બ્રેક થવાના અન્ય કારણ પણ હોય છે. જેમાં હસ્તમૈથુન અને ઊંઘવાની એક ખાસ પોઝીશન જવાબદાર છે.

  એક રિપોર્ટ પ્રમાણે મિડલ ઇસ્ટ દેશોમાં કરવામાં આવતી પ્રેક્ટિસ તકાનદન (taqaandan)થી આવી સમસ્યા થઈ શકે છે. ડૉક્ટર્સનું કહેવું છે કે સામાન્ય રીતે હૉરિઝોન્ટલ ક્રેક દરમિયાન અવાજ થાય છે પરંતુ આ દર્દીના કેસમાં અવાજ આવ્યો ન હતો.

  આ પણ વાંચો: ગુજરાત માટે ગૌરવની વાત: છ મહિલા ખેલાડી ટોક્યો ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં લેશે ભાગ

  ડૉક્ટર્સનું કહેવું છે કે પ્રાઇવેટ પાર્ટમાં ફ્રેક્ચર થવાના સૌથી વધારે કેસ એવા પુરુષોના આવે છે જેઓ ઉંમરના ચોથા દશકામાં હોય છે. ફ્રેક્ચર થયા બાદ આ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટમાં સોજો આવી ગયો હતો. આ વ્યક્તિની છ મહિના સુધી સારવાર ચાલી હતી. હાલ વ્યક્તિ ફરીથી પોતાની સેક્સ લાઇફ માણી રહ્યો છે.

  આ પણ વાંચો: 'મારા બાળકોને સાચવજો, મારે આ કહેવાની જરૂર નથી, પરંતુ મા છું એટલે કહ્યા વગર રહેવાતું નથી'

  ટેલીગ્રામના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 1924થી પુરુષોના પ્રાઇવેટ પાર્ટમાં ફ્રેક્ચરના કુલ 1600 કેસ સામે આવ્યા છે. રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે 50 ટકા કેસમાં ક્રેકનો અવાજ પણ સંભળાયો હતો. ડૉક્ટર્સનું કહેવું છે કે આ પ્રકારના કેસની માનસિક અસર થાય છે. લોકોની સેક્સ લાઇફ પર પણ અસર પડી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: