આ Cheeseના દિવાનાએ ભારે કરી: દર અઠવાડિયે 8 કિલો ચીઝ ખાઈ જવા છતાં શરીર છે ટકાટક

આ Cheeseના દિવાનાએ ભારે કરી: દર અઠવાડિયે 8 કિલો ચીઝ ખાઈ જવા છતાં શરીર છે ટકાટક
પ્રતિકાત્મક તસવીર

તેની પત્નીને કહેવા મુજબ કેન્ટએ આટલું બધું ચીઝ ખાધું હોવા છત્તા તેની બોડી આજે પણ સારા શેપમાં છે.

  • Share this:
ચીઝ પાછળ ઘણા લોકો પાગલ છે. ચીઝ પ્રેમીઓને ચીઝ કોઈ પણ સ્વરૂપમાં ગમે છે. પછી ભલેને તે ટુકડા હોય, છીણેલું હોય કે અન્ય કોઈ સ્વરૂપમાં હોય. લંચ અને ડિનરમાં પણ ચીઝ ખાનારની સંખ્યા પણ ઘણી છે.

જોકે, ડેરી પ્રોડક્ટ હોવાના કારણે ચિઝમાં કેલેરીનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેથી ઘણા લોકો ચિઝથી દૂર ભાગે છે. જોકે, ઈંગ્લેન્ડના કેન્ટમમાં ટોનબ્રિજ ખાતે રહેતા 52 વર્ષના માર્ક કિંગ ચીઝ ખાવામાં કિંગ નીકળ્યા છે. તેઓ દર અઠવાડીયે છ કિલો ચીઝ ખાઈ જાય છે. પરંતુ આજે પણ તે શેપમાં છે. શરીર ઉપર ચરબીના થરની જગ્યાએ 8 પેક જોવા મળે છે.માર્ક કિંગની પત્ની ટ્રેસી વિન્ટર તેના માટે દરરોજ સેન્ડવીચ બનાવે છે. જેમાં તે ચોઝના મોટા મોટા બે કટકા નાખે છે. એકંદરે દર અઠવાડિયે કિંગ 6 કિલો ચિઝ ખાય છે.

LADbibleને તેણે જણાવ્યું હતું કે, તે લંચમાં જે સેન્ડવીચ ખાય છે તેમાં 400 ગ્રામ ચીઝ હોય છે. આટલું જ ચીજ તે ડિનરમાં પણ ખાય છે. છેલ્લાં 25 વર્ષમાં તેણે 7280 કિલો ચીઝ પેટમાં નાખી દીધું છે.

તેની પત્નીને કહેવા મુજબ કેન્ટએ આટલું બધું ચીઝ ખાધું હોવા છત્તા તેની બોડી આજે પણ સારા શેપમાં છે.

હું ચિઝમાં બોવરીલ, મારમીટ, પેપર, માયો, પેટ અથવા સી ફૂડ સહિતનું નાખું છું, જોકે, ભેગું ચીઝ તો જોઈએ જ. મને ક્યારેય હૃદયમાં બળતરા થતી નથી. અપચા કે કબજિયાતની સમસ્યા સતાવતી નથી. ચિઝ જેટલું સ્ટ્રોંગ હોય તેટલું જ સારું.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, મારે લંચ અને ડિનરમાં 400 ગ્રામ ચીઝ જોઈએ છે. આટલું ચીઝ ખાવાથી તેના શરીરમાં 22513 કેલરી જાય છે. છતાંય તેને આરોગ્યનો કોઈ પ્રશ્ન નથી. તેનું વજન 92 કિલો જ છે.

આટલું બધું ચીઝ ખાતા છતાં તેને કોઈ સમસ્યા નથી. તેની પત્ની ટ્રેસીનું માનવું છે કે, તેની યાર્ડ અને બગીચામાં કામ કરવાથી એ તેનું શરીર મેન્ટેન રાખવામાં સફળ રહ્યો છે.

તેની પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, તે આજે પણ સારા શેપમાં છે. તે દરરોજ આખો દિવસ લોગ્સ ઉપાડતો રહે છે આ કામગીરીમાં જ બધી કેલરી બળી જાય છે. પરિણામે તેની પાસે 8 પેક છે. 6 વાગ્યાની આસપાસ પરિવાર ભરપૂર ભોજન કરે છે. ત્યારબાદ રાત્રે 10:30 થી 11:15 દરમિયાન તે સેન્ડવીચ ખાય છે. માર્કને આજ સુધી કોઈ શારીરિક તકલીફ પડી ના હોવાનું તેની પત્નીનું કહેવું છે.
Published by:News18 Gujarati
First published:April 19, 2021, 17:33 pm

ટૉપ ન્યૂઝ