Home /News /eye-catcher /26 વર્ષ જૂના સ્પર્મથી પ્રેમિકાને કરી પ્રેગ્નેટ, ટેકનોલોજીના આશીર્વાદથી કેન્સર પેશન્ટને ત્યાં પારણું બંધાયું

26 વર્ષ જૂના સ્પર્મથી પ્રેમિકાને કરી પ્રેગ્નેટ, ટેકનોલોજીના આશીર્વાદથી કેન્સર પેશન્ટને ત્યાં પારણું બંધાયું

26 વર્ષ જૂના સ્પર્મથી પિતા બન્યો

ઇંગ્લેન્ડના કોલચેસ્ટર એસેક્સમાં એક કેન્સર પેશન્ટ પોતાના 26 વર્ષ પહેલા જમા કરાવેલ સ્પર્મના કારણે પિતા બન્યો હતો. આ વિજ્ઞાનનો એક ચમત્કાર છે.

કોલચેસ્ટર એસેક્સ: આજે ઘણા કપલ નિસંતાન છે. તેઓ બાળકના જન્મ માટે ઘણી સારવાર કરાવે છે. આવી જ એક સારવાર IVF કોઈ કારણોસર સંતાન ન થતું હોય તેવા દંપતીઓ માટે આશીર્વાદ બની છે. આજના સમયમાં શુક્રાણુઓને સુરક્ષિત રાખવા, ઇંડાને ફ્રીઝ કરાવવાનું ચલણ વધી ગયું છે. આવી ટેકનોલોજીના કારણે પોતાના શુક્રાણુ સ્ટોર કરાવ્યાના 26 વર્ષ બાદ એક વ્યક્તિ પિતા બન્યો છે.


આ કિસ્સો ઇંગ્લેન્ડના કોલચેસ્ટર એસેક્સનો છે. અહીં રહેતા પીટર હિક્લુસે ડોક્ટરના કહેવાથી 21 વર્ષની ઉંમરમાં સ્પર્મ જમા કરાવી દીધું હતું અને હવે તે આ જ સેમ્પલ દ્વારા પિતા બન્યો છે. ગત 20 ઓક્ટોબરના રોજ પીટર અને તેની 32 વર્ષીય મંગેતર ઓરેલિજાને ત્યાં પારણું બંધાયું હતું. બાળકનો જન્મ સી વિભાગ દ્વારા થયો હતો અને તેનું વજન 3 કિલો છે.


કેન્સરના કારણે બાળક પેદા કરી શકે તેમ નહોતો


ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી પીટરે ધ સનને જણાવ્યું હતું કે, તે વિશ્વાસ કરી શકતો નથી કે તે એક બાળકનો પિતા બની ગયો છે. કેન્સરને કારણે તે કુદરતી રીતે બાળક પેદા કરી શકે તેમ ન હતો. પરંતુ 26 વર્ષના સેમ્પલને કારણે તેને અને તેની મંગેતર ઓરેલિજાને સંતાન સુખ મળ્યું હતું.


તેનું કહેવું છે કે 1996માં તે ઓસ્ટ્રેલિયામાં હોલિડે પર ગયો હતો. ત્યારે તેની પીઠમાં ગાંઠ મળી આવી હતી. આ ગાંઠ હોજકિનના લિમ્ફોમાના કારણે થઈ હતી જે એક પ્રકારનું ખતરનાક કેન્સર છે.


આ પણ વાંચો: કંઇ દયા જેવુ છે કે નહીં? સગર્ભા શ્વાનને ગળે હૂક બાંધી ખેંચી, લોહી પાડવા લાગ્યું તો પણ બતાવી ક્રૂરતા

કેન્સરની સારવાર પહેલા શુક્રાણુ સાચવી રાખ્યા


તબીબોએ પીટરની સારવાર શરૂ કરી હતી અને તેને કીમોથેરાપી કરાવવાની સલાહ આપી હતી. પરંતુ તે પહેલા તબીબોએ પીટરને તેના સ્પર્મને સુરક્ષિત રાખવા કહ્યું હતું. 21 વર્ષની ઉંમરમાં ડોક્ટરની વાત માનીને તેણે પોતાના સ્પર્મ સેમ્પલ જમા કરાવ્યા હતા. આ પછી, તેની સારવાર શરૂ થઈ. કીમોથેરાપીના 9 રાઉન્ડ ચાલ્યા હતા. જેના કારણે તેના સ્પર્મ કાઉન્ટ શૂન્ય થઇ ગયા હતા. ઘણીવાર કેન્સરથી પીડિત દર્દી સાથે આવું થાય છે.




26 વર્ષ બાદ પણ સ્પર્મ વર્કિંગ કંડીશનમાં મળ્યું


આ પછી તે પોતાની લેડી લવ ઔરેલિજા સાથે રહેવા લાગ્યો હતો. ઔરેલિજા એક બાળક પેદા કરવા માંગતી હતી. પરંતુ પીટરને સંતાન પ્રાપ્તિ થઈ શકી ન હતી. આ દરમિયાન પીટરને તેના સ્પર્મ સેમ્પલ યાદ આવ્યા હતા. જો કે તેને લાગ્યું કે સ્પર્મની શેલ્ફ લાઇફ માત્ર 10 વર્ષની જ હોય છે. પણ તેમ છતાં તેણે એક પ્રયત્ન કર્યો હતો. જે બાદ ડોક્ટર્સે જણાવ્યું કે, તેનું સ્પર્મ હજુ પણ વર્કિંગ કંડીશનમાં છે અને તેને લંડનની 'યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલ'માં રાખવામાં આવ્યું છે. ત્યારબાદ સ્પર્મને ત્યાંથી લાવીને ઓરેલિજાના અંડાશયમાં દાખલ કરવામાં આવ્યું હતું. જે બાદ તે ગર્ભવતી બની હતી. આ સમગ્ર પ્રક્રિયામાં 28 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

First published:

Tags: Ajab Gajab, England, IVF Treatment, અજબ ગજબ