Home /News /eye-catcher /OMG! 102 બાળકો અને 12 પત્નીઓ ધરાવતા ખેડૂતે કહ્યું, ''હવે બસ! સહન નથી થતું''
OMG! 102 બાળકો અને 12 પત્નીઓ ધરાવતા ખેડૂતે કહ્યું, ''હવે બસ! સહન નથી થતું''
MAN WITH 102 CHILDREN: 102 બાળકો અને 12 પત્ની ધરાવતા એક વ્યક્તિએ હવે પિતા નહીં બનવાનો નિર્ણય કર્યો છે. આની પાછળનું મુખ્ય કારણ આટલા બધા બાળકોના ભરણ પોષણ કરવા માટે કરવો પડતો સંધર્ષ છે.
MAN WITH 102 CHILDREN: 102 બાળકો અને 12 પત્ની ધરાવતા એક વ્યક્તિએ હવે પિતા નહીં બનવાનો નિર્ણય કર્યો છે. આની પાછળનું મુખ્ય કારણ આટલા બધા બાળકોના ભરણ પોષણ કરવા માટે કરવો પડતો સંધર્ષ છે.
દુનિયામાં આપણી આસપાસ અનેક પ્રકારની ચિત્રવિચિત્ર ઘટમાઓ અને લોકો જોવા મળતા હોય છે કે જેને જોઈને આપણા આશ્ચર્યનો પાર રહેતો નથી. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 102 બાળકો અને 12 પત્ની ધરાવતા એક વ્યક્તિએ હવે પિતા નહીં બનવાનો નિર્ણય કર્યો છે. આની પાછળનું મુખ્ય કારણ આટલા બધા બાળકોના ભરણ પોષણ કરવા માટે કરવો પડતો સંધર્ષ છે. આટલા મોટા પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે આ વ્યક્તિને ઘણી જ મુશ્કોલી વેઠવી પડે છે.
અહીં અમે વાત કરી રહ્યાં છીએ 67 વર્ષીય મુસા હસહ્યા (Musa Hasahya) વિશે. જણાવી દઈએ કે મુસાની 12 પત્નીઓ છે, જે તમામને મુસાએ ગર્ભનિરોધક ગોળીઓ ખાવાની સલાહ આપી છે.
વિગતે વાત કરતા મુસા જણાવે છે કે, "મર્યાદિત રિસોર્સને કારણે હું હવે વધુ બાળકો પેદા કરવાનું સાહસ નથી કરી શકતો. આ બાબતને ધ્યાનમાં રાખીને જ મારી એવી ઉંમરની પત્નીઓ જે ગર્ભધારણ કરી શકે છે, તેમને મે કુટુંબ નિયોજન માટેની સલાહ આપી છે.
સાથે જ તે જણાવી છે કે, જે લોકો ચારથી વધુ પત્નીઓ સાથે લગ્ન કરવા ઈચ્છે છે તેમને પણ હું આવું ન કરવા માટેની સલાહ આપું છે, કારણ કે આગળ જતા આ તકલીફનુ કારણ બને છે.
મુસા જેના 568 પૌત્રો પણ છે, તે યુગાન્ડાના બુગિસામાં 12 બેડરૂમના મકાનમાં રહે છે.
તે કહે છે કે જ્યારે તે તેના બાળકો અને પૌત્રોને અલગ અલગ ઓળખી શકે છે પણ દયનીય વાત એ છે કે તે તમામને નામથી ઓળખતો નથી.
તેણે 1971માં તેની પ્રથમ પત્ની હનીફા સાથે 16 વર્ષની ઉંમરે શાળા છોડ્યા બાદ લગ્ન કર્યા અને બે વર્ષ પછી જ્યારે તેણે પુત્રીને જન્મ આપ્યો, ત્યારે તે પ્રથમ વખત પિતા બન્યો હતો.
ગામના અધ્યક્ષ અને વેપારી તરીકે મુસા કહે છે કે તેમણે તેમના પરિવારને આટલી હદે વધારવાનુ નક્કી કર્યું, કારણ કે તેમની પાસે ખૂબ પૈસા અને જમીન હતી.
તેમણે કહ્યું, મે પરિવારને આટલો વિસ્તાર્યો કારણ કે હું કમાઈ શકતો હતો, તેથી મેં વધુ મહિલાઓ સાથે લગ્ન કર્યા અને પરિવાર વધાર્યો.
તે જણાવે છે કે, મેં એ સુનિશ્ચિત કર્યું કે તેમાંથી દરેકને જમીન ખેડવા અને કુટુંબને ભરણપોષણ આપવા માટે પૂરતું ખોરાક ઉત્પન્ન કરવા માટે ટેકો આપવામાં આવે છે કારણ કે જમીન ફળદ્રુપ છે."
જો કે, તે હવે સરકાર પાસે મદદ માંગી રહ્યો છે અને કહે છે કે તે તેના તમામ બાળકોને શિક્ષિત કરવા માટે હવે તે સંઘર્ષ કરી રહ્યો છે. જો કે તેના વિશાળ કદના પરિવારનુ માનીએ તો તેમનુ કહેવું છે ક તે તમામ હાલ સારી રીતે જીવન વિતાવી રહ્યાં છે.
" isDesktop="true" id="1308504" >
મુસાએ કહ્યું કે, “તે તેના હૃદયનું સાંભળે છે, તે બધા પક્ષકારોની સુનાવણી પહેલાં નિર્ણય લેવા માટે ક્યારેય ઉતાવળ કરતો નથી. તે કોઈને વિક્ટિમ બનાવતો નથી અને તમામ લોકો સાથે સમાનતાથી વર્તે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર