Home /News /eye-catcher /

ધરતી પર આવે છે એલિયન્સ? અમેરિકન નેવીએ જાહેર કર્યા UFOના 3 વીડિયો

ધરતી પર આવે છે એલિયન્સ? અમેરિકન નેવીએ જાહેર કર્યા UFOના 3 વીડિયો

રહસ્યમયી UFO એવા હવાઈ કરતબ કરી રહ્યા છે જે દુનિયામાં કોઈ પણ એવિએશન ટેક્નોલોજીમાં શક્ય નથી

રહસ્યમયી UFO એવા હવાઈ કરતબ કરી રહ્યા છે જે દુનિયામાં કોઈ પણ એવિએશન ટેક્નોલોજીમાં શક્ય નથી

  નવી દિલ્હીઃ વિજ્ઞાન અને અંતરિક્ષ ક્ષેત્રમાં એલિયન્સ (Aliens) હંમશાથી રસપ્રદ વિષય રહ્યો છે. લોકોને જાણવાની તાલાવેલી રહે છે કે શું ધરતી ઉપરાંત પણ કોઈ અન્ય ગ્રહ જીવન છે? હજુ સુધી એ અંગે પાકા પાયે કંઈ કહી નથી કહેવામાં આવ્યું પરંતુ એલિયન અંગે અનેક દાવો કરવામાં આવ્યા છે. જોકે, અમેરિકન નેવી (American Navy)એ એલિયન જહાજો (UFOs)ને લઈને ત્રણ વાયરલ વીડીયો જાહેર કર્યા છે. જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેનાથી ફરી એકવાર એલિયન્સને લઈ ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે.

  અમેરિકામાં ત્રણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે જમાં સૈન્ય વિમાનોનો સામનો UFOs સાથે થતો જોવા મળી રહ્યો છે. આ રહસ્યમયી UFOs એવા હવાઈ કરતબ કરી રહ્યા છે જે દુનિયામાં કોઈ પણ એવિએશન ટેક્નોલોજીમાં શક્ય નથી. આ વીડિયો સામે આવ્યા બાદ તેની સત્યતા પર સવાલ ઊભા થઈ રહ્યા હતા. હવે અમેરિકન નેવીએ માન્યું છે કે આ લીક વીડિયો ખરેખર અસલી છે, પરંતુ તેને સાર્વજનિક કરવાની મંજૂરી નહોતી.

  નોંધનીય છે કે, દુનિયામાં સૌથી પહેલા જર્મનીના નૂરેમબર્ગમાં એપ્રિલ 1561માં લોકોએ આકાશમાં મોટા ગ્લોબ્સ, વિશાળકાય ક્રોસ અને અજબ પ્લેટ જેવી ચીજો જોવાનો દાવો કર્યો હતો. તે સમયના ચિત્રો એન લાકડાના કટિંગથી આ ઘટનાની જાણકારી મળે છે.


  અજ્ઞાત હવાઈ ઘટનાની શ્રેણી માં રાખવામાં આવી ઘટના

  અમેરિકન નેવીના ઉપપ્રમુખ જોસફ ગ્રેડશરે જણાવ્યું કે, વીડિયો અસલી છે. પરંતુ તેમાં જે રહસ્યમયી વસ્તુઓ દેખાઈ રહી છે તેના વિશે સ્પષ્ટપેણ કંઈ કહી ન શકાય. નેવીએ ત્રણેય વીડિયોને અજ્ઞાત હવાઈ ઘટનાની શ્રેણીમાં રાખ્યા છે. તેના વિશે માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે અનધિકૃત કે અજ્ઞાત એરક્રાફટ સૈન્ય નિયંત્રણવાળા પ્રશિક્ષણ ક્ષેત્રમાં જોવા મળ્યા હતા.

  એક વીડિયોમાં નાની ગોળી આકારની કોઈ વસ્તુ જોવા મળી રહી છે જે થોડીવારમાં હવામાં જ ઉડતી રહે છે. ત્યારબાદ ખૂબ ઝડપથી એક દિશમાં ઉડી જાય છે. બીજા વીડિયોમાં તેની પર નજર રાખવનારા વિમાનના સેન્સર ઝડપથી ઉડતા અજ્ઞાત એરક્રાફ્ટ પર ચોંટી જાય છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં વિમાનના પાલયટ તેની ઝડપ જોઈને ચોંકી જાય છે અને પૂછી રહ્યા છે કે તેમણે એ શું જોયું? ત્રીજા વીડિયોમાં એક અંડાકાર વસ્તુ રોકાતાં પહેલા સમાન ઝડપથી ઉડી રહી છે. ત્યારબાદ એક જ સ્થળે ગોળગોળ ફરે છે.


  આ પણ વાંચો, Fact Check: 29 એપ્રિલે દુનિયા ખતમ થવાનો દાવો, જાણો શું છે વાયરલ વીડિયોની હકીકત

  પેન્ટાગને વીડિયો લીક થવાની ફરિયાદ કરી

  વીડિયો જાહેર કરનારા પૂર્વ સૈન્ય ઇન્ટેલિજન્સ અધિકારી લુઇસ એલજોન્ડોનો દાવો છે કે તે 2017માં પેન્ટાગનના UFO શોધ એકમમાં એડવાન્સ્ડ એરોસ્પેસ થ્રેડ આઈડેનટિફિકેશન પ્રોગ્રામના નિદેશક હતા. આ વીડિયો ગોપનીય છે, પરંતુ તેને સાર્વજનિક કરવાની મંજૂરી નહોતી. વીડિયો લીક થયા બાદ ન્યૂયોર્ક ટાઇમ્સ, ધ સ્ટાર્સ એકડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, વૈજ્ઞાનિકો, પૂર્વ ઇન્ટેલિજન્સ અધિકારીઓના કસોર્ટિયમ અને UFOની તપાસની માંગ કરનારી સેલિબ્રિટીઝ સુધી પહોંચી ગયા.

  આ પણ વાંચો, ગુસ્સે ભરાયેલા દીકરાએ પિતાનું ગુપ્તાંગ કાપી હત્યા કરી, બોલતો રહ્યો ફિલ્મી ડાયલોગ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: UFO, Video, અમેરિકા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन