દુબઇ : યુએઇ સરકારે એક ભારતીય મૂળના યુગલની નવ મહિનાની દીકરીને દેશના નિયમો બાજૂ પર મૂકીને જન્મ પ્રમાણપત્ર આપ્યું છે. નવ મહિનાની બાળકીના પિતા હિન્દુ જ્યારે માતા મુસ્લિમ છે. મીડિયા રિપોર્ટના પ્રમાણે યુગલની નવી મહિનાની દીકરીને વિઝા આપવા માટે યુએઈ સરકાર તેમના નિયમ બાજુ પર મૂક્યા હતા.
યુએઈના લગ્નના કાયદા પ્રમાણે અન્ય દેશ છોડીને યુએઈમાં સ્થાયી થયેલા લોકોમાં મુસ્લિમ વ્યક્તિ નોન-મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરી શકે છે, પરંતુ એક મુસ્લિમ મહિલા નોન-મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરી શકતી નથી.
સારજહાંમાં સ્થાયી થયેલાં કિરણ બાબુ અને સનમ સબૂ સિદ્દીકીએ 2016ના વર્ષમાં કેરળ ખાતે લગ્નનાં બંધનમાં બંધાયા હતા. ખલીઝ ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે 2018ના વર્ષમા જ્યારે યુએઈ ખાતે તેમની દીકરીનો જન્મ થયો ત્યારે તેઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.
બાબુએ જણાવ્યું કે, "મારી પાસે અબુ ધાબીના વિઝા હતા. મારી પાસે વીમો હોવાથી મેં મારી પત્નીને Medeor 24X7 હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરંતુ બાળકીના જન્મ બાદ તેનું જન્મનું પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું હતું. કારણ એવું હતું કે હું હિન્દુ હતો."
બાબુએ વધુમાં જણાવ્યું કે, "જન્મનું પ્રમાણપત્ર રદ થયા બાદ મેં કોર્ટમાં એનઓસી માટે અરજી કરી હતી. કોર્ટમાં ચાર મહિના ટ્રાયલ ચાલી પરંતુ મારો કેસ રદ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારતીય એમ્બેસી તરફથી મદદ કરવામાં આવી હતી, પરંતુ મારી દીકરી અહીં જન્મી હતી તેવો કોઈ જ આધાર ન હોવાથી તેને ઇમીગ્રેશન ક્લિયરન્સ આપવામાં આવ્યું ન હતું."
બાદમાં બાબુ ફરીથી કોર્ટમાં ગયા હતા અને આ વખતે તેની દલીલો સ્વીકારી લેવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ બંનેને 14મી એપ્રિલના રોજ તેની બાળકીનું જન્મ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે બાબુએ જણાવ્યું કે, "મને કહેવામાં આવ્યું છે કે યુએઈમાં આ પ્રથમ કેસ છે જ્યારે કાયદાને બાજુ પર મૂકવામાં આવ્યો છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર