Video Viral: એક વર્ષ સુધી જિરાફની ગરદનમાં ફસાયેલું રહ્યું ટાયર, ઝૂ સ્ટાફે કાઢ્યુ બહાર

એક વર્ષ સુધી જિરાફની ગરદનમાં ફસાયેલું રહ્યું

Wildlife Viral Video: ટાયર છેલ્લા 1 વર્ષથી જિરાફના ગળામાં ફસાઈ ગયું હતું

  • Share this:
    Viral Video of Giraffe: મનુષ્ય પોતાની વાત રજૂ કરવા માટે ભાષાનો ઉપયોગ કરે છે, પરંતુ પ્રાણીઓ અવાચક છે. તેઓ તેમની સમસ્યા કહી શકતા નથી. તેવામાં જો કોઈ તેમની મદદ માટે હાથ નહીં લંબાવે તો તેઓ વર્ષો સુધી સહન કરશે. પ્રાણી સંગ્રહાલયમાં રહેતો એક જિરાફ છેલ્લા 1 વર્ષથી આવી જ રીતે પીડાઈ રહ્યો હતો (Tyre Stuck in Giraffe’s Neck જેને ઝૂ સ્ટાફ દ્વારા સમજદારીપૂર્વક દૂર કરાયુ હતુ.

    જિરાફ જંગલનું એ પ્રાણી છે જેની લાંબી ગરદન તેની ઓળખ છે. આ પ્રાણી ક્યારેય મનુષ્યો પર હુમલો કરતા દેખાયા નથી. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જિરાફના ગળામાં ટાયર ફસાયેલું જોવા મળી રહ્યું છે. બેઝુબન જિરાફ એક વર્ષથી ગળામાં ઘણા કિલોના ફસાયેલા ટાયર સાથે ફરતો હતો. જ્યારે પ્રાણી સંગ્રહાલયના સ્ટાફની નજર તેના પર પડી.

    રેસ્ક્યૂ ટીમે જિરાફને કર્યુ આઝાદ
    વીડિયોમાં જિરાફની ગરદનમાં ટાયર ફસાયેલુ જોવા મળી રહ્યુ છે અને લાચાર જિરાફ આ વજન ઉઠાવીને ફરી રહ્યું છે. હવે ખબર નથી કે ટાયર તેના ગળામાં કેવી રીતે ફસાઈ ગયું હતું,



     આ પણ વાંચો: Bollywood Interesting Story: સંજય દત્ત-સની દેઓલના એક્ટીંગ ગુરૂ ગુલશન ગ્રોવરને કેવી રીતે મળ્યો હતો પહેલો બ્રેક?

    પરંતુ તે સમજી શકાય તેવું હતું કે જિરાફ તેનાથી પીડાઈ રહ્યો હતો. બચાવ ટુકડી જંગલમાં પહોંચી અને પહેલા જિરાફને બેભાનનું ઇન્જેક્શન આપ્યું, પછી ધીરે ધીરે તેના ગળામાંથી ટાયર બહાર કાઢ્યું. તેના ગળા પર ઘા હતો, જેના પર દવા પણ લગાવવામાં આવી હતી. જિરાફ બેભાન થઈને જાગ્યો કે તરત જ જંગલમાં દોડી ગયો, પરંતુ તેની ગરદન હળવી થયા પછી તેને ઘણી રાહત થઈ.

    સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વીડિયો
    આ વીડિયોના આઇપીએસ ઓફિસર રુપિન શર્માએ શેર કર્યો હતો. વિડિયોની સાથે તેમણે કેપ્શન આપ્યું હતું કે, 'જિરાફની ગરદન છેલ્લા એક વર્ષથી ટાયર સાથે ફસાઈ ગઈ હતી. તેને હટાવી દેવામાં આવ્યુ, હું ઈચ્છું છું કે મનુષ્યો પણ મનુષ્ય માટે પણ આવું જ કરે."

    આ પણ વાંચો: હાઈ હીલ્સનું સેક્સ લાઈફ સાથે સીધુ કનેક્શન, લવ લાઈફને ફિટ રાખવામાં મળે છે મદદ

    આ વીડિયોને અત્યાર સુધીમાં 12,000થી વધુ લોકોએ જોયો છે, અને લોકો તેના પર વિવિધ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોએ જિરાફને આઝાદ કરવા આગળ આવેલા લોકોની માનવતાની પ્રશંસા કરી છે. કેટલાકે જિરાફના ગળામાં ટાયર ફસાવનાર લોકો પ્રત્યે પણ નફરત વ્યક્ત કરી છે.
    Published by:Riya Upadhay
    First published: