Home /News /eye-catcher /

Caught on CCTV : ચોરીનો લાઇવ વીડિયો કેમેરામાં કેદ, જુઓ કઇ રીતે આ મહિલાઓએ દુકાનદારને લગાવ્યો ચુનો

Caught on CCTV : ચોરીનો લાઇવ વીડિયો કેમેરામાં કેદ, જુઓ કઇ રીતે આ મહિલાઓએ દુકાનદારને લગાવ્યો ચુનો

Two women who stole saree were caught on CCTV

27મીએ શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ વસઈના સ્ટેલા સંકુલમાં આવેલી સદગુરુની હેન્ડલૂમ સાડીની દુકાનમાં બે મહિલાઓ તેમની પુત્રીના લગ્ન માટે સાડીઓ ખરીદવા આવી હતી.

    સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી વાર ચોરીના એવા એવા વીડિયો વાયરલ થાય છે જેને જોઇને લોકો ચોંકી ઉઠે છે. હાલમાં પણ એવો જ એક વીડિયો વાયરલ થઇ ગયો છે જેને જોઇને તમે પણ વિચારમાં પડી જશો. હાલમાં વારલ થઇ રહેલો આ વીડિયો મુંબઇના વસઇ શહેરનો છે.

    27મીએ શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ સઈના સ્ટેલા સંકુલમાં આવેલી સદગુરુની હેન્ડલૂમ સાડીની દુકાનમાં બે મહિલાઓ તેમની પુત્રીના લગ્ન માટે સાડીઓ ખરીદવા આવી હતી. સાડી પસંદ કરતી વખતે, ખૂબ જ ચતુરાઈથી, જ્યાં એક મહિલા સાડી જોવાના બહાને સાડીની દિવાલ બનાવે છે અને દુકાનદારનું ધ્યાન ન હોય ત્યારે અન્ય મહિલા આ સાડીઓની ચોરી કરે છે.

    આ પણ વાંચો -સોફામાં અચાનક થયો 'વિસ્ફોટ' અને વ્યક્તિ ઉછળ્યો હવામાં, જુઓ ચોંકાવનારો Video





    વીડિયોમાં જોઇ શકાય છે કે, અન્ય મહિલા પોતાની સાડીની અંદર નવી સાડીને છુપાવી દે છે. બંને ઠગ મહિલાઓએ દુકાનદારને બે-ત્રણ વખત ઉલ્લુ બનાવીને 9 સિલ્કની પૈઠાણી સાડીઓની ચોરીને અંજામ આપ્યો હતો અને સાડી ખરીદ્યા વગર જ દુકાનમાંથી ચાલીને જતી રહી હતી.

    આ પણ વાંચો -શું તમે ક્યારેય 4 હાથ અને 4 પગવાળુ માનવી જોયું છે? વાંચો અસામાન્ય બાળકીની વિચિત્ર સ્ટોરી

    બંને શાતિર મહિલાઓ દુકાન પર હાજર દુકાનના માલિક ચેતન ભટ્ટને ચકમો આપવામાં ભલે સફળ થઇ હોય, પરંતુ દુકાનની ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરાને ચકમો આપી ન શકી. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાએ બે મહિલાઓની દરેક હિલચાલને બારીકાઈથી કેમેરામાં કેદ કરી લીધી છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ચોરોની નજરની મદદથી ચેતન ભટ્ટે વસઈ માણેકપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Viral videos

    આગામી સમાચાર