Home /News /eye-catcher /

ભારતમાં એક પત્ની લાવવાના ફાંફા, આ દેશમાં બે લગ્ન ના કરો તો થાય છે કાયદાકીય કાર્યવાહી

ભારતમાં એક પત્ની લાવવાના ફાંફા, આ દેશમાં બે લગ્ન ના કરો તો થાય છે કાયદાકીય કાર્યવાહી

પ્રતિકાત્મક તસવીર

Ajab Gajab : આફ્રિકા (Africa) ખંડના દેશ એરિટ્રિયા (Eritrea) માં પુરુષો માટે બે લગ્ન કરવા ફરજિયાત (Two marriages compulsory) છે. બે લગ્ન કરવાનો ઇનકાર કરવાથી આજીવન કેદ થઈ શકે છે. મહિલાઓ પણ પતિને પુનઃલગ્ન કરતા રોકી શકતી નથી, જો તેઓ પોતાના પતિને બીજા લગ્ન કરવાથી રોકે છે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે

વધુ જુઓ ...
    Ajab Gajab : લગ્ન અને ધાર્મિક વિધિઓને લઈને દરેક દેશ અને રાજ્યમાં અલગ અલગ કાયદા અને અલગ અલગ રીતિ-રિવાજો હોય છે. એક સમય હતો જ્યારે સર્વત્ર બહુપત્નીત્વ પ્રથા હતી. પરંતુ ધીરે ધીરે આ કુપ્રથા દરેક જગ્યાએથી ખતમ થઈ ગઈ. પરંતુ હજુ પણ એક એવો દેશ છે જ્યાં એક નહીં પરંતુ બે લગ્ન થાય છે. પુરુષો માટે બે લગ્ન કરવા કાયદાકીય રીતે ફરજિયાત છે. તેમ કરવાનો ઇનકાર કરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે. પત્નીઓ પણ પતિને બીજી પત્ની લાવવાથી રોકી શકતી નથી.

    આફ્રિકા ખંડના દેશ એરિટ્રિયામાં પુરુષો માટે બે લગ્ન કરવા ફરજિયાત છે. બે લગ્ન કરવાનો ઇનકાર કરવાથી આજીવન કેદ થઈ શકે છે. મહિલાઓ પણ પતિને પુનઃલગ્ન કરતા રોકી શકતી નથી, જો તેઓ પોતાના પતિને બીજા લગ્ન કરવાથી રોકે છે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ વિચિત્ર પ્રથા પાછળનું કારણ દેશમાં મહિલાઓની વધુ સંખ્યા છે.

    ઈચ્છા ના હોય તો પણ બે લગ્ન કરવા જરૂરી

    તમે ઈચ્છો કે ના ઈચ્છો તમે ખુશ હો કે નાખુશ તમને લાખ વાંધો હોય પણ સમાજ તમને બે વાર લગ્ન કર્યા પછી જ સ્વીકારશે. તમે ન ઈચ્છો તો પણ તમારે બે પત્નીઓનું ધ્યાન રાખવું પડશે. આવું અમે કહી રહ્યાં નથી પરંતુદેશનો કાયદો કહે છે. એરિટ્રિયામાં દરેક પુરુષ માટે બે લગ્ન કરવા કાયદેસર છે. વિચિત્ર વાત એ છે કે તમે બીજા લગ્ન માટે ના પણ પાડી શકો નહીં. જો એવું કરો છો તો તમને આજીવન કેદની સજા પણ થઈ શકે છે. પત્નીઓ પણ આના પર વાંધો ઉઠાવી શકે નહીં અન્યથા તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

    men have to do two marriages

    પુરૂષો કરતાં મહિલાઓનું વધુ પ્રમાણ છે કારણ

    આ વિચિત્ર કાયદા પાછળનું કારણ એરીટ્રિયામાં સ્ત્રીઓની સરખામણીમાં પુરૂષોની ખુબ જ ઓછી સંખ્યા છે. તેથી તેને સંતુલિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે દરેક પુરુષે બે સ્ત્રીઓ સાથે લગ્ન કરવા જોઈએ. જો કોઈ પુરુષની એક જ પત્ની હોય તો તે કાયદાનો ગુનેગાર બને છે. જો કે આફ્રિકા ખંડનો દેશ ઈરીટ્રિયા પોતાની આ અજીબોગરીબ પ્રથાને કારણે ટીકાઓનો ભોગ બની રહ્યો છે.

    આ પણ વાંચોત્રણ મિત્રો નશામાં પાર કરી રહ્યા હતા રેલવે ક્રોસિંગ અને આવી ગઈ ટ્રેન... મચ્યો કોહરામ

    એરીટ્રિયાને પોતાના દેશની અંદરની સમસ્યાના નિરાકરણ માટે ચોતરફ ટીકાઓ થઇ રહી હોવા છતાં આવા વિચિત્ર નિર્ણયો લેવા અને કાયદા બનાવવાની ફરજ પડી છે જે તેમને તેમના સ્થાનને સંતુલિત કરવા માટે જરૂરી લાગે છે. દરેક દેશની જેમ લગ્ન, નોકરી અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી સામાન્ય બાબતોમાં વય મર્યાદા અલગ હોય છે. સજા અને જોગવાઈ પણ અલગ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, અજબ ગજબ, અજબ ગજબ સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन