કોરોના મહામારી (Corona Pandemic)ના કારણે અને ત્રીજી લહેર (Corona Third Wave)ના ભય વચ્ચે બાળકો (Children) માટે દેશમાં ઓનલાઇન શિક્ષણ (Online Education)ની શરૂઆત કરાઇ છે. વિશ્વભરના બાળકોનું શિક્ષણ કોરોનાના કારણે પ્રભાવિત થયું છે. તેવામાં આજકાલ સોશ્યલ મીડિયા (Social Media)માં ઘણા રમૂજી વિડીયો વાયરલ (Hilarious Viral Video) થઈ રહ્યા છે. હાલમાં જ બે બાળકોની પીએમ માદી (PM Modi)ને કરાઇ રહેલ રમૂજી અપીલનો વિડીયો લોકોને ખૂબ હસાવી રહ્યો છે.
આજે ઘણા લોકોને આ મહામારીના સમયમાં પણ બહાર જઇને કામ કરવું પડી રહ્યું છે, તો ઘણા લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. તેવામાં આ વિડીયોમાં બે બાળકો પણ આ કપરા સમયમાં યોગદાન આપવાની વાત કરી રહ્યા છે. ટ્વિટર પર ગત સપ્તાહે વાયરલ થયેલ આ વિડીયોમાં બે બાળકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી રહ્યા છે કે, કોરોના વાયરસ સામેની લડાઇ માટે યોગદાન આપવા તેઓ પોતાના ભણતરનું બલિદાન આપવા માટે પણ તૈયાર છે.
વિડીયોની શરૂઆતમાં એક છોકરો કહે છે કે, જો કોરોના વાયરસ સામે લડવા માટે અમારે ભણતરની કુરબાની આપવી પડે તો મોદીજી અમે તૈયાર છીએ. ત્યાર બાદ બીજો છોકરો કહે છે કે, જો સાત વર્ષ સુધી પણ શાળાઓ બંધ રાખવી પડે તો આ બલિદાન અમે આપશું.
આ ઉત્સાહી બાળકોએ આવી રમૂજી વાતો સાથે હાલ સોશ્યલ મીડિયામાં લોકોનું ખૂબ ધ્યાન દોર્યુ છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ પર આ વિડીયોને શેર કરતા જ અત્યાર સુધીમાં 118Kથી વધુ વખત લોકોએ જોયો છે અને 8.9K લાઇક્સ મળી છે.
આ વિડીયો પર ઘણા લોકોએ કમેન્ટ્સ કરી પોતાના અભિપ્રાયો શેર કર્યા છે. બે બાળકોએ કરેલી આ રમૂજી અપીલ બાદ એક વિદ્યાર્થીનીએ તેનાથી સહેમત હોવાની અને પોતાની કોલેજ બંધ રહે તેમ કહ્યું હતું. તો એક અન્ય યુઝરે બંને બાળકોના અભિનયના વખાણ કર્યા હતા. ખાસ કરીને બીજા બાળકે તો તેનું દિલ જીતી લીધુ હતું. બાળકના અવાજમાં ભાવ અને પિચનું પરીવર્તન એક દયનીય અપીલ દર્શાવે છે. જે વાત વિડીયોને વધુ મનોરંજક બનાવે છે.
ઘણા યુઝર્સે તો તેમ પણ કહ્યું કે બંને બાળકો ભવિષ્યમાં સારા એક્ટર્સ બનશે અને તે ઘણા એક્ટર્સને સારી એવી ટક્કર આપશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એક 6 વર્ષની નાની બાળકીએ પીએમ મોદીને સવાલ કર્યો હતો કે, આટલું બધુ હોમવર્ક શા માટે મોદી સાહેબ? આ બાળકીના વિડીયોએ પણ દેશના લોકોનું સોશ્યલ મીડિયામાં ખૂબ ધ્યાન ખેંચ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર