Home /News /eye-catcher /

OMG! બે યુવકોએ જાહેરમાં કપડા ઉતારીને કર્યું એવું કે પોલીસ થઇ દોડતી

OMG! બે યુવકોએ જાહેરમાં કપડા ઉતારીને કર્યું એવું કે પોલીસ થઇ દોડતી

તાઇવાનમાં રસ્તા ઉપર સનબાથ લેતા બે વિદેશી યુવકો

તાઇવાન પોલીસ અત્યારના દિવસોમાં બે યુવકોને શોધમાં લાગેલી છે. આ બંને યુવકો બીજા દેશના હતા. જ્યાં પ્રવાસી તરીકે આવ્યા હતા.

    તાઇવાન પોલીસ અત્યારના દિવસોમાં બે યુવકોને શોધમાં લાગેલી છે. આ બંને યુવકો બીજા દેશના હતા. જ્યાં પ્રવાસી તરીકે આવ્યા હતા. આ બંને યુવકો ઉપર આરોપ છે જેના વિશે જાણીને તમારું મગજ પણ છટકી જશે. આખો મામલો સોમવારનો છે. જ્યારે તાઇવાનના રસ્તાઓ ઉપર એક ખુબ જ અજીબો ગરીબ નજારો જોવા મળ્યો હતો. બપોરનો સમય હતો. આ બંને આરોપી યુવક રસ્તાના ડિવાઇડ પાસે જઇને બંને યુવકોએ પોતાના કપડાં કાઢવાનું શરુ કરી દીધું હતું.

    બે યુવકો તાઇવાનના Changhua શહેરમાં એક ઇન્ટરસેક્શનના ડિવાઇડર ઉપર પહોંચ્યા હતા. જ્યાં આ બંને યુવકોએ કપડા ઉતાર્યા અને ગુલાબી રંગની ચાદર પાથરીને સુઇ ગયા હતા. જોકે, બંને યુવકોએ પેન્ટ પહેરેલું હતું. આ બંને યુવકોએ માત્ર પોતાનું શર્ટ ઉતાર્યું હતું.

    રસ્તા પરથી પસાર થનારા લોકોને કંઇ સમજ આવતું ન્હોતું કે ત્યાં શું ચાલી રહ્યું છે. ભરબપોરે આ યુવકો કપડા ઉતારીને શું કરી રહ્યા છે. ઘટનાના થોડા સમય પછી બંને યુવકોના પાગલપનનો વીડિયો સ્થાનિક ફેસબુક ગ્રૂપમાં આવ્યોહતો. જે વાયરલ થવા લાગ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, ડિવાઇડર પાસે બંને યુવકો કપડા ઉતારીને સનબાથ લઇ રહ્યા હતા. વીડિયો વાયરલ થયા પછી પોલીસ ફેસબુક પોસ્ટને લઇને ચેતવણી પણ રજૂ કરી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે બંને પ્રવાસી યુવકો ત્યાંથી રફૂચક્કર થઇ ગયા હતા.

    બંને યુવકોની ઓળખ થઇ નથી. જેના કારણે બંને યુવકોને શોધવા માટે પોલીસને પરસેવો છૂટી ગયો છે. જો આ યુવકો પકડાઇ જાય તો બંનેને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. તાયવાનના નિયમો પ્રમાણે તેની આ હરકત યાતાયાતના નિયમોનું ઉલ્લંઘન છે. જેના કારણે તેમને દંડ ભરવો પડશે.
    First published:

    Tags: OMG story, Taiwan

    આગામી સમાચાર