2 ફૂટના પાકિસ્તાનીને મળી 6 ફૂટની ખૂબસૂરત દુલ્હન, Viral video

News18 Gujarati
Updated: November 22, 2019, 9:09 PM IST
2 ફૂટના પાકિસ્તાનીને મળી 6 ફૂટની ખૂબસૂરત દુલ્હન, Viral video
પાકિસ્તાની પુરુષ બોબોની પત્ની સાથે તસવીર

બુરહાન ચિશ્તી એટલે કે બોબો સાથે લગ્ન કરના ફૌઝિયા પાકિસ્તાના પંજાબ પ્રાંતની રહેનારી છે. ફૌઝિયાએ કહ્યું કે તેઓ બોબોને ખૂબ જ પ્રેમ કરે છે.

  • Share this:
પાકિસ્તાનના (Pakistan) બે ફૂટના બુરહાન ચિશ્તીના (Burhan Chishti) લગ્નનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) ઉપર ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં તેઓ પંજાબી ગીત ઉપર ધમાકેદાર ડાંસ કરતા દેખાય છે. તેઓ આશરે 6 ફૂટની ખૂબસૂરત યુવતી સાથે ડાંસ કરે છે. ચિશ્તી નોર્વેમાં રહે છે.

લોકો ચિશ્તીને પ્રેમથી બોબો (Bobo) કહે છે. બાળપણમાં તેઓ પોલિયોનો શિકાર થયા હતા. ત્યારબાદ તે વ્હીલચેર ઉપર પોતાની જીવન વિતાવવું પડ્યું હતું. પરંતુ પોતાના જીવમાં તેઓ ખૂબ મસ્તી કરે છે. ચિશ્તી જ્યારે પણ કોઈ સેલિબ્રિટીને મળે છે ત્યારે તેની તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે.

આ પણ વાંચોઃ-રાજસ્થાનમાં મહિલા સરપંચ ઉપર JCBથી હુમલો, વાયરલ Video

નોર્વેની રાજધાની ઓસ્લોમાં તેમણે ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેમનો ડાંસ વીડિયો ખાસ વાયરલ થઈ રહ્યો છે. ડાંસ દરમિયા બોબોએ તેમના મિત્રો ખોળામાં ઉઠાવે છે. ત્યારબાદ વ્હીલચેર ઉપર બેશાડે છે. તેઓ કોઈની સાથે સેલ્ફી લેતા દેખાય છે. તેમના લગ્નના રિસેપ્શનમાં 13 દેશોના લોકો પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ-ખોવાયેલા ફોનને હવે Xiaomiના સ્માર્ટ બેન્ડથી સરળતાથી શોધો! કિંમત જાણો

બુરહાન ચિશ્તી એટલે કે બોબો સાથે લગ્ન કરના ફૌઝિયા પાકિસ્તાના પંજાબ પ્રાંતની રહેનારી છે. ફૌઝિયાએ કહ્યું કે તેઓ બોબોને ખૂબ જ પ્રેમ કરે છે. આ વાતને વ્યક્ત કરવા માટે તેણે પોતાના હાથો ઉપર તેના નામનું ટેટૂ બનાવ્યુ છે.

બોબોને નોર્વેમાં અનેક બિઝનેસ મને છે. તેઓ એક લક્ઝરી લાઈફસ્ટાઈલમાં રહે છે. એટલું જ નહીં તે નોર્વેમાં ફિલ્મસ્ટાર સલમાન ખાનની બીઇંગ હ્યુમનના કેમ્પેઇનને પણ રિપ્રેજેન્ટ કરે છે. 2017માં મોસ્ટ ઇન્સ્પેરેશનલ મેનનો એવોર્ડ મળ્યો છે.
First published: November 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading