Video : કૂતરાએ એક વર્ષના બાળકને કોબ્રાથી બચાવવા પોતાનો જીવ આપી દીધો!

News18 Gujarati
Updated: July 23, 2019, 2:57 PM IST
Video : કૂતરાએ એક વર્ષના બાળકને કોબ્રાથી બચાવવા પોતાનો જીવ આપી દીધો!
સીસીટીવીનું દ્રશ્ય

કૂતરાના માલિક જેમ સલિમે સીએનએન ફિલિપાઇન્સને જણાવ્યું હતું કે મીલીના મોતથી તેને ખૂબ દુઃખ થયું છે.

  • Share this:
હંમેશા એવું નથી હોતું કે દરેક હિરો ફક્ત મનુષ્યો જ હોય. પ્રાણીઓએ પોતાના માલિકોને બચાવવા માટે જીવ આપી દીધાના બનાવો પણ આવતા રહે છે. આવી જ રીતે કૂતરાને ખૂબ જ વફાદાર પ્રાણી ગણવામાં આવે છે. ફિલિપાઇન્સમાં આવા જ એક બનાવમાં એક કૂતરાએ એક વર્ષના બાળકનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો. સીએનએન ફિલિપાઇન્સ તરફથી તેના ફેસબુક હેન્ડલ પર આ અંગેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.

હકીકતમાં હચશુંડ (Dachshund) પ્રજાતિના બે કૂતરાએ એક વર્ષના બાળકને બચાવવા માટે કોબ્રા સાથે બાથ ભીડી લીધી હતી! ફિલિપાઇન્સના ઉત્તર કોટાબાટોના કિડપવન શહેરમાં એક કોબ્રા એક ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, આ દરમિયાન બે કૂતરાઓએ તેનો રસ્તો રોક્યો હતો.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે મીલી અને એક અન્ય સફેદ ડચશુંડ કૂતરો સાપને ઘરમાં જતો અટકાવવા માટે તેને સતત બચકા ભરી રહ્યા છે. આ દરમિયાન સાપે પણ કૂતરાઓને દંશ આપી દીધો હતો.

કૂતરા અને કોબ્રા વચ્ચે થયેલી આ જંગમાં અંતે કોબ્રાનું મોત થાય છે. જોકે, આ દરમિયાન સફેદ કલરનો ડચશુંડ બચી ગયો હતો પરંતુ મીલીના શરીરમાં કોબ્રાનું ઝેર વધારે પ્રમાણમાં પ્રસરી ગયું હોવાથી તેનું મોત થયું હતું.



કૂતરાના માલિક જેમ સલિમે સીએનએન ફિલિપાઇન્સને જણાવ્યું હતું કે મીલીના મોતથી તેને ખૂબ દુઃખ થયું છે. જોકે સાથે સાથે તેને એ વાતનું અભિમાન પણ છે કે મીલીના સાહસને કારણે તેના બાળકનો જીવ બચી ગયો હતો.
First published: July 23, 2019, 2:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading