Home /News /eye-catcher /

વિચિત્ર કિસ્સોઃ એક ઘટનામાં પતિ-પત્નીનું થયું મોત, પોસ્ટમોર્ટમ થયું તો ડોક્ટરોના ઉડી ગયા હોશ

વિચિત્ર કિસ્સોઃ એક ઘટનામાં પતિ-પત્નીનું થયું મોત, પોસ્ટમોર્ટમ થયું તો ડોક્ટરોના ઉડી ગયા હોશ

ફાઈલ તસવીર

સિહોરમાં પતિ પત્નીની રીતે જીવન જીવવા માટે બંને યુવકોએ લગ્ન કર્યા હતા. અને આ રાજને સંતાડવા માટે બંનેએ એક બાળકને ખોળે લીધું હતું.

  મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશના સીહોરમાં રહેનારા બે યુવકો પતિ-પત્નીના રૂપમાં એક સાથે રહેવાની બાબત પ્રકાશમાં આવી છે. જ્યારે બંનેના મોત બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ત્યારે આ બાબતનો ખુલાસો થયો હતો. આ વાતને છૂપાવવા માટે બંને યુવકોએ એક બાળકને પણ ખોળે લીધું હતું. સીહોરમાં પતિ પત્નીની રીતે જીવન જીવવા માટે બંને યુવકોએ લગ્ન કર્યા હતા. અને આ રાજને સંતાડવા માટે બંનેએ એક બાળકને ખોળે લીધું હતું.

  એક દિવસ રાત્રે બંને વચ્ચે વિવાદ થતાં પત્નીએ આગ લગાડી દીધી હતી. જેનાથી પત્ની સળગી ગઈ હતી તેને બચાવવાનો પ્રયત્ન કરતા પતિ પણ સળગ્યો હતો. ત્યારબાદ બંનેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

  પરંતુ મોત બાદ જે પીએમ રીપોર્ટ સામે આવી છે તે જોઈને હેરાન કરનારું રાજ ખુલ્યું અને ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. પોલીસને પ્રાપ્ત મહિલાની પીએમ રીપોર્ટમાં ખુલાસો થયો કે તે મહિલા નહીં પરંતુ પુરુષ હતો. ત્યારબાદ બંનેની હકીકત દુનિયાની સામે આવી હતી. બે યુવકો પતિ પત્ની તરીકે રહેતા હતા.

  આ પણ વાંચોઃ-Photos: કંગના રનૌતના સમર્થનમાં આવ્યા સુરતના કાપડ વેપારીઓ, બનાવી કંગના પ્રિન્ટની સાડી

  2012માં બંને વચ્ચે થયો હતો સજાતીય પ્રેમ
  શુજાલપુર નિવાસી ડ્રાઈવર યુવકને કાલાપીપલ ભેસવા નિવાસી સજાતીય સાથે પ્રેમ થયો હતો. 2012માં બંનેએ એક સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. પુરુષ યુવકના પરિવારે સહમતી આપી હતી. જ્યારે મહિલા યુવકના પરિવારમાં કોઈ ન હતું એટલે પ્રેમ લગ્ન કરીને બંને સીહોરમાં રહેવા બે વર્ષ બાદ પરિવારે બાળક માટે દબાણ કર્યું તો મોટા ભાઈના પુત્રને ખોળે લીધો હતો.

  આ પણ વાંચોઃ-દેશનો પહેલો કેસઃ ડોક્ટરોએ કરી કમાલ! corona સંક્રમિત દર્દીના બંને ફેફસાંનું કર્યું સફળ ટ્રાન્સપ્લાન્ટ

  આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સોઃ UPIમાં ફસાયેલા રૂ.15,000 પાછા લેવાના ચક્કરમાં સુપરવાઈઝરે રૂ.50 હજાર ગુમાવ્યા

  એક ઝઘડામાં સળગ્યા અને બંનેના એક સાથે મોત થયા હતા
  પ્રાપ્ત માહિતી પ્રમાણે 11 ઓગસ્ટ 2020ની રાત્રે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીએ આગ લગાવી દીધી હતી. તેને બચાવવાની કોશિશમાં પતિ પણ સળગ્યો હતો. બંનેને સારવાર માટે ભોપાલમાં દાખલ કર્યા હતા. 12 ઓગસ્ટે પત્ની અને 16 ઓગસ્ટે પતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

  PM રિપોર્ટમાં થયો બંને પુરુષો હોવાનો ખુલાસો
  બંનેના મોત બાદ પોસ્ટમોર્ટ રિપોર્ટ જ્યારે પોલીસ સામે આવી તો બધા દંગ રહી ગયા હતા. રિપોર્ટ પ્રમાણે પત્ની તરીકે રહેતી મહિલા અસલમાં પુરુષ હતો. આમ બંને યુવકો પતિ-પત્ની બનીને રહેતા હતા.
  Published by:ankit patel
  First published:

  Tags: Madhya pradesh, OMG story

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन