નોઈડા(Noida) પોલીસે એક દંપતીના વિડીયો રેકોર્ડિંગ અને છેડતીના પૈસાની માંગણી કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. ANIને નોઈડા (central)ના એડિશનલ ડેપ્યુટી કમિશનર પોલીસ (ADCP) નસાદ મિયા ખાને જણાવ્યું હતું કે, ધરપકડના કારણે એક ગેંગનો પર્દાફાશ થયો હતો. જે બેંક પાસબુક, સિમ કાર્ડ, એટીએમ અને અન્ય બેંક સુવિધાઓ ધરાવતી કિટ સપ્લાય કરે છે.
બે વ્યક્તિઓની ધરપકડ
પોલીસે જણાવ્યું હતું કે ફેઝ 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે એક વ્યક્તિ અને તેની મહિલા મિત્રને તેમનો હોટલમાં રોકાયાનો વિડીયો મોકલાયો હતો અને તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી. આ મામલાની તપાસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમણે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેઓ થોડા દિવસો પહેલા આ જ હોટલના રૂમમાં રોકાયા હતા અને ત્યાં કેમેરા લગાવ્યા હતા. બાદમાં જ્યારે દંપતી એ જ રૂમમાં રોકાયા હતા, ત્યારે આરોપીઓએ તેમનો વિડીયો રેકોર્ડ કર્યો હતો અને તેમને બ્લેકમેલ કર્યા હતા.
યુગલોની પ્રાઇવેટ મોમેન્ટ્સને રેકોર્ડ કરતી
આ ગેંગ કથિત રીતે OYO હોટલના રૂમમાં છુપાયેલા કેમેરા ગોઠવતી અને ત્યાં મુલાકાત લેનારા યુગલોની પ્રાઇવેટ મોમેન્ટ્સને રેકોર્ડ કરતી હતી. આ પછી તેઓ કપલ્સને બ્લેકમેલ કરીને તેમની પાસે પૈસા માંગતા હતા. જો કોઈ દંપતી પૈસા આપવાનો ઇનકાર કરે તો તેઓ તેમનો વિડીયો ઓનલાઈન ફરતી કરવાની ધમકી આપે છે. આ લોકોએ તેના માટે અલાયદું કોલ સેન્ટર પણ બનાવ્યું હતું.
પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે, જેમની ઓળખ ખોડાના અબ્દુલ વહાવ, વિષ્ણુ સિંહ (ગઢી ચૌખંડી), પંકજ કુમાર (નોઈડા) અને ગાઝિયાબાદના વિજય નગરના રહેવાસી અનુરાગ કુમાર તરીકે થઈ છે.
બેંક દસ્તાવેજો, એટીએમ અને સિમ કાર્ડ જેવી બનાવટી વસ્તુઓ સપ્લાય કરવામાં સંડોવાયેલા અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે "તેઓ જામતારા સાથે પણ સંબંધ ધરાવે છે."
ધરપકડ કરાયેલા લોકોએ એવો પણ ખુલાસો કર્યો હતો કે તેઓએ તાજેતરમાં આવી એક કીટ અનુરાગ નામના વ્યક્તિને વેચી હતી, જે કોલ સેન્ટર ચલાવે છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે “અનુરાગ ત્રણ અનઓથોરાઈઝડ કોલ સેન્ટર ચલાવતો હતો અને ડ્યુટી ફ્રી અથવા ડિસ્કાઉન્ટેડ iPhone વેચતો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને લેપટોપ સહિત વિવિધ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર