Home /News /eye-catcher /ગજબ: જોડીયા જન્મેલા બાળકના જન્મ વચ્ચે ફક્ત 6 મીનિટનું અંતર, પણ બંનેના જન્મ વર્ષ અલગ

ગજબ: જોડીયા જન્મેલા બાળકના જન્મ વચ્ચે ફક્ત 6 મીનિટનું અંતર, પણ બંનેના જન્મ વર્ષ અલગ

એક બાળક 2022ના અંતમાં અને એક બાળક 2023ની શરુઆતમાં જન્મયું (Photo-Facebook/@Kali Jo Flewellen)

ફ્લેવેલને જન્મ આપેલા બે જોડીયા બાળકી માટે આ મામલો જરાં અલગ છે. બંનેનો જન્મ તો એક સાથે જ થયો, પણ જન્મદિવસ અલગ અલગ, એટલું જ નહીં તેમનું બર્થ ઈયર પણ એક નથી. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
    એવી કઈ વસ્તું છે જે મોટા ભાગે જોડીયા બાળકો શેર કરતા હોય છે, તો જવાબ છે જન્મદિવસ. જો કે, ફ્લેવેલને જન્મ આપેલા બે જોડીયા બાળકી માટે આ મામલો જરાં અલગ છે. બંનેનો જન્મ તો એક સાથે જ થયો, પણ જન્મદિવસ અલગ અલગ, એટલું જ નહીં તેમનું બર્થ ઈયર પણ એક નથી. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.

    31ની રાતે થયો જન્મ


    ફ્લેવેલને પોતાની દીકરીના જન્મ વિશે પોસ્ટ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તેમાં એકનો જન્મ ડિસેમ્બર 2022માં અને બીજી બાળકીનો જન્મ જાન્યુઆરી 2023માં થયો હતો. એની છેલ્લી બાળકી હતી, જેનો જન્મ 2022માં રાતે 11.55 વાગે થયો હતો. બાદમાં એફીનો જન્મ 2023માં 12.01 મીનિટે થયો, કારણ કે બંનેનો જન્મ સિજેરિયનથી થયો, અને અમુક સ્થિતી એવી થઈ કે, બંનેના જન્મમાં છ મીનિટનો ગેપ રહી ગયો.

    20 લાખ જોડીયા બાળક


    ટેક્સાસ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ યૂનિક સિચુએશન છે. લગભગ 20 લાખ જોડીયા બાદ જન્મ બાદ એક બાળક સાથે આવી સ્થિતી આવે છે. આવા જ પ્રકારનો એક કિસ્સો ગત વર્ષે કેલિફોર્નિયામાં સામે આવ્યો હતો. ફાતિમા મેડ્રિગલે 15 મીનિટના અંતરે બે બાળકોને જન્મ આપ્યો હતો. એકનું નામ આયલિન હતું, જેનો જન્મ 31 ડિસેમ્બર 2021માં થયો હતો, જ્યારે બીજા બાળકનું નામ ચૌકોર રાખ્યું હતું, જેનો જન્મ 01 જાન્યુઆરી 2022માં થયો હતો.

    લોકો કરી રહ્યા છે મજેદાર કમેન્ટ


    શેર કર્યાના એક કલાક બાદ આ પોસ્ટને 500 લાઈક્સ મળી ચુક્યા હતા. લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ જોડિયા બાળકના જન્મ પર ખુશી વ્યક્ત કરી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Birth, Twins

    विज्ञापन
    विज्ञापन