Anna Durai Auto: ચેન્નાઈના ‘ઓટો અન્ના’ની HiTech રિક્ષા, પેસેન્જરને મળે છે ટીવી, ફ્રિજ, આઇપેડની સુવિધા

Auto Anna Viral Video: આ રિક્ષા સામે ફાઇવ સ્ટાર હોટલ પણ ઝાંખી લાગે, મુસાફરીની સાથે મળશે મોજ પણ

Auto Anna Viral Video: આ રિક્ષા સામે ફાઇવ સ્ટાર હોટલ પણ ઝાંખી લાગે, મુસાફરીની સાથે મળશે મોજ પણ

  • Share this:
Anna Durai Auto: કોરોના મહામારી (Corona Pandemic)એ છેલ્લા દોઢ વર્ષથી મચાવેલ આતંક વચ્ચે અમુક રિક્ષા ડ્રાઇવર્સે (Rickshaw Drivers) પોતાની આવડત અને સમજથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ છે. અવાર નવાર સોશ્યલ મીડિયા (Social Media)માં આપણે જોઇએ છીએ કે રિક્ષા ચાલકો પોતાની રિક્ષાને આશ્ચર્યજનક રીતે સુવિધાઓથી સજ્જ બનાવે છે, જે લોકોને પણ ખૂબ પસંદ આવે છે. અમુક ડ્રાઇવરો રિક્ષામાં ઓક્સિજન સિલિન્ડર્સ ઇન્સ્ટોલ કરે છે, જેથી કોઇ દર્દીને હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં જરૂર પડે તો રિક્ષામાંથી લઇ શકે. જ્યારે અમુક રિક્ષા ચાલકો મેડિકલ માસ્ક (Medical Mask), સેનિટાઇઝર્સ (Sanitizers) અને અન્ય કોવિડ-19 સંબંધિત જરૂરી સામગ્રીઓ મુસાફરોની સુવિધા માટે રાખે છે.

ત્યારે હાલમાં જ ચેન્નઈનો એક રિક્ષા ચાલક (Chennai Autorickshaw Driver Anna Durai) તેના અનોખા આઇડીયાને લઇને ખૂબ ચર્ચામાં આવ્યો છે અને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અન્ના દુરઇ (Anna Durai) નામના આ રિક્ષા ચાલકે સાબિત કર્યુ છે કે એન્ટરપ્રેન્યોર બનવા માટે જરૂરી નથી કે તમારી પાસે સ્ટાફ અને કેબિન હોય. ઓટો અન્ના (Auto Anna) તરીકે જાણીતા દુરઇની પાસે એક રિક્ષા છે, જે સામાન્ય વાહનો જેવી બિલકુલ પણ નથી. આ રીક્ષા ઘણા ગેજેટ્સથી સજ્જ એક હાઇ ટેક રિક્ષા છે, જે અન્ય ઓટો રિક્ષાથી પોતાને અલગ સાબિત કરે છે.


આ પણ વાંચો, Exclusive: રાજ કુન્દ્રાને HotHitથી રોજ થઈ હતી 1-10 લાખની કમાણી, સામે આવી બેન્ક ડિટેલ્સ

સોશ્યલ મીડિયામાં વાયરલ થયો રિક્ષાનો વિડીયો

ઓફિશિયલ હ્યુમન્સ ઓફ બોમ્બે (Official Humans Of Bombay) નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વ્યક્તિએ આ રિક્ષાનો વિડીયો શેર કરતા દુરઇની કહાની લોકો સામે આવી છે. આ વિડીયો તમારે પણ એક વખત જરૂરથી જોવો જોઇએ કારણ કે તે માત્ર તમને આનંદ જ નહીં, પરંતુ પ્રેરણા પણ આપશે.
આ વિડીયોમાં દુરઇ જણાવે છે નબળી આર્થિક પરીસ્થિતિના કારણે તે પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યો નહીં. તે જણાવે છે કે કઇ રીતે નિરાશ થવાની જગ્યાએ તેણે પોતાની કિસ્મત બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેણે પોતાની રિક્ષાને શહેરની સૌથી શ્રેષ્ઠ રિક્ષા બનાવવાનો નિર્ધાર કર્યો અને તેણે આમ કર્યું પણ ખરું. દુરઇની આ રિક્ષાની સવારી લોકોને આનંદની સાથે એક યાદગાર અનુભવ પણ આપે છે. દુરઇની આ રિક્ષા માસ્ક, સિટાઇઝર, એક મિની ફ્રીજ, એક આઇપેડ અને એક ટીવીથી સજ્જ છે.

આ પણ વાંચો, જાણો કોણ છે, જેફ બેઝોસના મહત્ત્વકાંક્ષી મિશનનો ભાગ બનનારી ભારતની સંજલ ગાવંડે

લોકો કરી રહ્યા છે દુરઇની વાહવાહી

15 જુલાઇએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ આ વિડીયો અત્યાર સુધીમાં 1.3 મિલિયન વ્યૂઝ મેળવી ચૂક્યો છે. આ વિડીયોની સાથે એડમીને કેપ્શન આપ્યું છે કે, લોકોએ પોતાની યૂએસપી(USP)ને ઓળખવી જોઇએ અને ‘અપના ટાઇમ આયેગા’માં વિશ્વાસ પણ રાખવો જોઇએ. દુરઇ પાસે કોઇ પણ રસ્તો ન હોવા છતા તેણે પોતાના સપનાઓ છોડ્યા નહીં અને તેથી જ લોકો તેના વખાણ કરતા થાકી રહ્યા નથી. જ્યારે ઘણા લોકો તેની આ હાઇ ટેક રીક્ષામાં મુસાફરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે, તો અમુક લોકો તેના આ પ્રયાસને ખૂબ પ્રેરણાત્મક માની રહ્યા છે.
First published: