VIDEO: ટ્રાફિક સિગ્નલ પર ઊભા હતા વાહન, ત્યારે અચાનક હવામાં ઉડવા લાગ્યો ટ્રક

News18 Gujarati
Updated: May 13, 2020, 8:23 AM IST
VIDEO: ટ્રાફિક સિગ્નલ પર ઊભા હતા વાહન, ત્યારે અચાનક હવામાં ઉડવા લાગ્યો ટ્રક
1.8 ટન વજનનો ટ્રક હવામાં ચક્કર ખાતો વીડિયો થયો વાયરલ, એક્સપર્ટ્સ કરી રહ્યા છે તપાસ

1.8 ટન વજનનો ટ્રક હવામાં ચક્કર ખાતો વીડિયો થયો વાયરલ, એક્સપર્ટ્સ કરી રહ્યા છે તપાસ

  • Share this:
નવી દિલ્હીઃ કુદરતની તાકાતનો અંદાજ ક્યારેક અનોખી ઘટનાઓમાં જોવા મળતો હોય છે. ચીન (China)નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video) પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમાં નાનાકડા વંટોળિયાની તાકાત જોવા મળી રહી છે. મૂળે એક પીક-અપ ટ્રક ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઇટના કારણે ઊભો હતો. અચાનક જોરદાર વંટોળિયું આવ્યું અને તેને જમીનથી ઉછાળી દીધો અને પછી પરત જમીન પર પટકી દીધો. આ ઘટનાથી બધા જ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો ચીનના યિંચુઆન પ્રાંતનો હોવાનું કહેવાય છે. તેમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર ઘણા વાહનો છે. આ દરમિયાન એક સિગ્નલ પર રેડ લાઇટ હોવાથી ટ્રાફિક રોકાયેલો છે. સૌથી આગળ એક પીકઅપ ઊભો છે. થોડીક જ સેકન્ડમાં નાનું વંટોળિયું આવે છે. તેણે ટ્રકને જમીનથી ઉછાળીને હવામાં ચક્કર ફેરવ્યો અને પછી જમીન પર પટકી દીધો. આ દરમિયાન અન્ય તમામ વાહનો સહી સલામત રહ્યા .આ વીડિયોને ચીની મીડિયા ‘ધ પેપર’ના યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો, બસમાં ચઢી રહેલા શ્રમિકને રેવન્યૂ અધિકારીએ મારી લાત, Video થયો વાયરલ

સોશિયલ મીડિયા પર આ વીડિયોએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે, કારણ કે આ પીકઅપનું વજન ત્યાં ઊભેલા અન્ય વાહનોથી વધુ લગભગ 1.8 ટન હતું. પરંતુ અન્ય તમામ કારો સહી સલામત રહી અને પીકઅપ હવામાં ઉછળી ગયો. આ ઘટના ગત શનિવારની છે.

બીજી તરફ, સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે આ ઘટના નાના વંટોળિયાના કારણે બની છે. જોકે ઘટના દરમિયાન ટ્રક ડ્રાઇવર સીટ બેલ્ટ પહેરીને બેઠો હતો. તેથી તેને સામાન્ય ઈજા થઈ. પીકઅપમાં હાજર અન્ય લોકો પણ ઓછા ઘયલ થયા છે. વિશેષજ્ઞ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. 

આ પણ વાંચો, ફાલ્ગુની પાઠકે પડોશીઓ માટે બાલ્કનીમાં ઊભા રહી ગાયું આ મધુરું ગીત, Video Viral
First published: May 13, 2020, 8:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading