નવી ગાડી લેવાની એટલી ખુશી કે હાઇવે વચ્ચે જ નેતાજી કરવા લાગ્યા આવું કામ

News18 Gujarati
Updated: April 12, 2018, 7:10 PM IST
નવી ગાડી લેવાની એટલી ખુશી કે હાઇવે વચ્ચે જ નેતાજી કરવા લાગ્યા આવું કામ
સોશિયલ મીડિયા ઉપર હાઇવે વચ્ચે નાચતા નેતાજીનો એક વીડિયો વાયરલ થયો છે. નેતાને નાચતા જોઇને પાસે ઉભેલા લોકો પણ પોતાની કમર લચકાવવા લાગ્યા હતા.

સોશિયલ મીડિયા ઉપર હાઇવે વચ્ચે નાચતા નેતાજીનો એક વીડિયો વાયરલ થયો છે. નેતાને નાચતા જોઇને પાસે ઉભેલા લોકો પણ પોતાની કમર લચકાવવા લાગ્યા હતા.

  • Share this:
સોશિયલ મીડિયા ઉપર હાઇવે વચ્ચે નાચતા નેતાજીનો એક વીડિયો વાયરલ થયો છે. નેતાને નાચતા જોઇને પાસે ઉભેલા લોકો પણ પોતાની કમર લચકાવવા લાગ્યા હતા. જોત જોતામાં નેતા અને તેમના સમર્થક, બધા હાઇવે ઉપર નાચવા લાગ્યા હતા. આ વીડિયો હૈદરાબાદના શ્રીસેલમ હાઇવનો છે. વીડિયોમાં નજરે પડતા નેતા હયાતનગરના તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના કોર્પોરેટર એસ.તિરુમલ રેડ્ડી છે. રેડ્ડી હૈદરાબાદ નગર નિગમના બે ફિલ્ડ આસિસ્ટન્ટ અને અન્ય લોકોની સાથે રસ્તા વચ્ચે જ ડાંસ કરતા નજરે પડ્યા છે.નવી ગાડી ખરીદવાની ખુશીમાં નેતાજી રસ્તા પર લાગ્યા નાચવા

રેડ્ડીએ પહેલા રસ્તાના કિનારે પોતાની ગાડીને રોકી અને પછી રસ્તા વચ્ચે જ નાચવા લાગ્યા હતા. જોકે, એ નક્કી નથી થયું કે કોર્પોરેટરે આવું કેમ કર્યું હતું. કેટલાક લોકોનું કહેવું છે કે કોર્પોરેટરે નવી ગાડી ખરીદવાની ખુશીમાં આવી હરકત કરી હતી.

પૂજા પાઠ માટે શ્રીશૈલમ જઇ રહ્યા હતા ત્યારે બની ઘટના
રેડ્ડી નવી ગાડી ખરીદ્યા પછી પૂજા પાઠ માટે શ્રીશૈલમ જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેઓ અને તેમના સમર્થક ગાડીમાંથી ઉતરી રસ્તા ઉપર નાચવા લાગ્યા હતા. રસ્તા વચ્ચે નેતાજીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો હતો.
Published by: Ankit Patel
First published: April 12, 2018, 6:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading